સાવધાન! ચેઇન સ્નેચિંગ કરતા 6 ગુનેગારો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા, 100થી વધુ આચરી ચુક્યા છે ગુના
સુરત શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ અને બાઈક ચાલકોના ચેન સ્નેચિંગ થતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ઘટનાને પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ આદરી હતી.
Trending Photos
ઝી બ્યુરો/સુરત: શહેર અને જિલ્લામાં ચેઇન સ્નેચિગ કરનાર ગેંગ ને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવી છે. ઝડપાયેલા છ જેટલા આરોપીઓ પાસેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપિયા 3.36 લાખનો મુદ્દા માલ પણ કબજે કરવામાં આવ્યો છે. સાથોસાથ પોલીસે 11 જેટલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આ ઉપરાંત આ ગેંગ દ્વારા અત્યાર સુધીમાં 100થી વધુ ગુના આચરી ચુક્યા છે.
સુરત શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી રાહદારીઓ અને બાઈક ચાલકોના ચેન સ્નેચિંગ થતા હોવાની ફરિયાદો ઉઠી હતી. ઘટનાને પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચે તપાસ આદરી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 40 જેટલા દિવસથી આરોપીને ટ્રેસ કરી રહ્યા હતા. અલગ અલગ જગ્યાએ તપાસ કરી હતી. સાથે ચેન સ્નેચિંગના તમામ સીસીટીવી તપાસ્યા હતા. તપાસ દરમ્યાન 6 જેટલા ઈસમો ચેન સ્નેચિંગને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે વોચ ગોઠવી સાગર પાટીલ, ધર્મેશ મારવાડી, વૈભવ તિવારી, સંદીપ વળવી, અક્ષય શિંદે, જયરાજ વાઘ નામના ઈસમો ને ઝડપી પાડયા હતા.
પોલીસ પૂછપરછમાં આ તમામ લોકોએ 11 જેટલા ગુનાઓ કર્યા હોવાની કબુલાત કરી હતી. જેમાં 9 સ્નેચિંગના છે જ્યારે બે બાઈક ચોરીના છે. પોલીસે પૂછપરછ કરતા તેઓએ અત્યાર સુધી 31 જેટલા ગુના આચર્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અન્ય ગુનાના ફરિયાદીઓને તપાસવાનું શરૂ કર્યું હતું. આ 6 પૈકી સાગરે 17 ગુના આચાર્ય છે. ધર્મેશે 29 ગુના આચર્યા છે, અક્ષય 17 ગુના આચર્યા છે. જયેશે 27 જેટલા ગુના આચર્યા છે.
6એ ઈસમોએ અત્યાર સુધી અલગ અલગ 100 જેટલા ગુના આચરી ચુક્યા છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે 6 ઈસમોની ધરપકડ કરી 4 બાઈક સહિત 3 લાખ 36 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની કામગીરી શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે