અમદાવાદમાં મેવાતી ગેંગનો પર્દાફાશ, જાણો શહેરના ATM મશીનોને કેવી રીતે કરે છે સોફ્ટ ટાર્ગેટ

Ahmedabad Crime News: એટીએમમાં ચેડાં કરી પૈસાની છેતરપીંડી કરવા આરોપીઓ ફ્લાઈટમાં આવતા જતા હતા. સાયબર ક્રાઇમ બ્રાંચે મેવાતી ગેંગ પકડી એટીએમમાં ચેડાં કરી છેતરપીંડી કેસના ગુનાનો ભેદ ઉકેલ્યો છે

અમદાવાદમાં મેવાતી ગેંગનો પર્દાફાશ, જાણો શહેરના ATM મશીનોને કેવી રીતે કરે છે સોફ્ટ ટાર્ગેટ

ઉદય રંજન/અમદાવાદ: રાજ્યમાં માસ્ટરમાઈન્ડોની કોઈ કમી નથી. પરંતુ લોકો તેમનું માઈન્ડ ખોટા રસ્તે ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એટીએમમાં ચેડાં કરી બેંકો સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરનાર મેવાતી ગેંગ ઝડપાઇ છે. એટીએમમાં ચેડાં કરી પૈસાની છેતરપીંડી કરવા આરોપીઓ ફ્લાઈટમાં આવતા જતા હતા. સાયબર ક્રાઇમ બ્રાંચે મેવાતી ગેંગ પકડી એટીએમમાં ચેડાં કરી છેતરપીંડી કેસના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. ત્યારે કોણ છે આ મેવાતી ગેંગના સભ્યો જે અમદાવાદ શહેરને સોફ્ટ ટાર્ગેટ બનાવવા માંગે છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, સાયબર ક્રાઈમ બ્રાંચે હરિયાણાના રાહુલ સાજીદ ખાન અને મોહંમદ આખીલ ઇલ્યાસની ધરપકડ કરવામાં આવી છે. જે મેવાતી ગેંગના સભ્યો છે. દિલ્હીથી ફલાઈટમાં અમદાવાદ આવતા હતા. જે બાદ શહેરના કોટ વિસ્તારમાં રહેલા એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ મશીનમાં ચેડાં કરી બેંકો સાથે લાખોની છેતરપીંડી કરતા હતા. 

મેવાતી ગેંગ પકડાયેલ આરોપી મોડ્સ ઓપરેન્ડી વાત કર્યે તો એટીએમ સેન્ટરમાં જઈ એટીએમ કાર્ડ મશીનમાં નાખી પિન નંબર નાખતા અને જેવા મશીનમાંથી નાણાં બહાર આવે તે નાણા અડધા મશીનની અંદર અડધા મશીનની બહાર પકડી ઉભા રહેતા અને મશીનનો ટાઈમ આઉટ થાય એટલે આરોપીઓ નાણા કાઢી લેતા જેને કારણે બેંકમાં નાણા નીકળ્યાની કોઈ એન્ટ્રી થાય નહિ. આ બાબતે બેંકમાં ફરિયાદ કરીએ તો સાત દિવસમાં ફરીથી આ નાણા એકાઉન્ટમાં રિફંડ થઈ જાય છે પરંતુ આવી જ રીતે છેતરપીંડી બેંકના ધ્યાન પર આવતા ચેક કરતા મેવાતી ગેંગનું કારસ્તાન સામે આવ્યું હતું.

પકડાયેલ મેવાતી ગેંગના સભ્યો છેલ્લા 4 મહિનામાં અમદાવાદમાં અલગ અલગ એટીએમ મશીનમાં ચેડાં કરી બેંક સાથે છેતરપીંડી કરતા હોવાનું સામે આવ્યું છે. જોકે આરોપી પાસેથી 39 જેટલા અલગ અલગ બેંકના એટીએમ કાર્ડ મળી આવ્યા છે. જે આરોપીના અને સગા સંબંધીઓના હોવાનું સામે આવ્યું છે. 

પરંતુ આરોપી અમદાવાદના લાલદરવાજ પાસેના સેન્ટ્રલ બેંકના એટીએમ મશીનમાં બે કાર્ડ મારફતે અલગ અલગ 14 ટ્રાન્જેક્શન કરીને 1.40 લાખ રૂપિયા નીકાળી દીધા હતા. જેમાં પણ નાણા બહાર આવતા જ નાણા પકડી રાખીને મશીનનો ટાઈમ આઉટ કરી નાણા મેળવી લઈ છેતરપીંડી કરી હતી. જે મામલે સેન્ટ્રલ બેંક જાણ થતાં જ ફરિયાદ નોંધાવી હતી અને તપાસ કરતા જ બન્ને આરોપી ઝડપી લીધા છે.

સાયબર ક્રાઇમ બ્રાંચે પકડાયેલ આરોપી વધુ પુછપરછ શરૂ કરી છે કે અન્ય કેટલા એટીએમ મશીનમાં આ રીતની છેતરપીંડી કરી છે અને અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશા તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news