ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંખો દેખાડી, જાઓ નહીં આવું: મંત્રી પાસે કરાવ્યું લોકાર્પણ

Gujarat Government: ગુજરાતના સીએમ એ મુદુ અને મક્કમ ભલે રહ્યાં પણ એમને પણ વર્ષો અમદાવાદ એએમસીમાં કાઢ્યા છે. તમે એમના ભોળપણનો ફાયદો ન ઉઠાવી શકો. સીએમની નારાજગીની અસર ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળી. CMએ ફૂડ ફેસ્ટિવના ઉદ્ધાટન માટે સમય ન આપ્યાનું સૂત્ર તરફથી જાણવા મળ્યું છે. જોકે, સીએમએ સમય ન આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ફૂડ ફેસ્ટિવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે.

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંખો દેખાડી, જાઓ નહીં આવું: મંત્રી પાસે કરાવ્યું લોકાર્પણ

Gujarat Government: ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે પહેલીવાર આંખો દેખાડી છે. રાજયભરમાં લોકસભા પહેલાં લોકાર્પણના કાર્યક્રમો ચાલી રહ્યાં છે પણ અમદાવાદના પાલડી જલારામ અંડરપાસ મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ AMCના શાસકોથી નારાજ થયા છે. અંડરપાસનું ઉદ્ધાટન થયાના ગણતરીના કલાકોમાં જ અંડરપાસ બેરિકેટ મુકીને બંધ કરવામાં આવ્યો હતો. જેને પગલે ભૂપેન્દ્રભાઈ પટેલ નારાજ થયા હતા. એમની ઈમેજ સામે સીધો સવાલ ઉભો થયો હતો. જેનું સીએમના હસ્તે ઉદ્ધાટન થાય એ બીજા દિવસે બંધ થાય તો ભૂપેન્દ્ર પટેલની પણ ઈમેજનો સવાલ હતો. 

સીએમની નારાજગીની અસર ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળી. CMએ ફૂડ ફેસ્ટિવના ઉદ્ધાટન માટે સમય ન આપ્યાનું સૂત્ર તરફથી જાણવા મળ્યું છે. જોકે, સીએમએ સમય ન આપતા મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે ફૂડ ફેસ્ટિવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે કામગીરી પૂર્ણ થયા વિના AMCએ CMના હસ્તે અંડરપાસનું ઉદ્ધાટન કરાવ્યું હતું. જેથી સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. 

મૃદું અને મક્કમ ભૂપેન્દ્ર પટેલ સાથે ગેમ રમાતાં તેમને કડક નિર્ણય લીધો હતો. જે અંડરપાસનું મુખ્યમંત્રી લોકાર્પણ કરે અને તમે કહો હજુ કામ બાકી છે તો એ સીધી સીએમની ઈમેજ ખરડાવાનો સવાલ છે. એએમસીએ ભૂપેન્દ્ર પટેલના ભોળપણનો ફાયદો લઈ લોકાર્પણ તો કરાવી દીધું પણ આ ફરિયાદ છેક સીએમ સુધી પહોંચતાં તેઓ ભારે નારાજ થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. 

અંદાજે 83 કરોડના ખર્ચે બન્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 4 માર્ચના રોજ સવારે કચ્છી જૈન ભવન પાસે તૈયાર કરવામાં આવેલા નવા અન્ડરપાસનું લોકાર્પણ કરાયું હતું. જે સમયે એમ હતું કે હવે ટ્રાફિકની સમસ્યા હળવી થશે. તેમજ નવરંગપુરા, લો ગાર્ડનથી પાલડી, ગીતામંદિર તરફ જવામાં વધુ સરળતા રહેશે. આ અંડર પાસ અંદાજે 83 કરોડના ખર્ચે બન્યો છે. લગભગ ત્રણ વર્ષથી અંડર પાસનું કામ ચાલી રહ્યું છે. જલારામ મંદિરથી લો ગાર્ડન તરફ ટ્રાફિકની મુશ્કેલી દૂર થશે પણ આવું કંઈ જ બન્યું નથી. લોકર્પણના બીજા દિવસે જ આ બ્રિજને બંધ કરી દેવાયો હતો. 

એક અઠવાડિયું રાહ જોવી પડશે
83 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવા અન્ડરપાસ લોકાર્પણ કરાયું હોવા છતાં વાહનચાલકો માટે એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ અન્ડરબ્રિજના પાલડી તરફના છેડા નજીક સર્કલ બનાવવાની કામગીરી બાકી છે તેમજ બે મોબાઈલ ટાવર પૈકી એક ટેલિકોમ કંપનીનો મોબાઇલ ટાવર હટાવવાનો બાકી હોવાથી લો ગાર્ડનથી સીધા પાલડી જવા માટે વાહનચાલકોએ હજુ ઓછામાં ઓછા એક અઠવાડિયું રાહ જોવી પડશે.

સરકારને સારું દેખાડવા અને વ્હાલા થવા ઉતાવળ
મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રામ સંકુલનું નવીનીકરણ થઈ રહ્યું છે. જેના ભાગરૂપે જૂના વાડજથી દાંડી બ્રિજ થઈને ગાંધી આશ્રામ અથવા તો બીજી બાજુ કલેક્ટર ઑફિસથી ગાંધી આશ્રામનો જે રસ્તો હતો તે હવે સદાયને માટે બંધ કરી દેવાયો હતો. વિકલ્પરૂપે જે નવો રસ્તો તૈયાર કરાયો હતો તે બંધ કર્યા બાદ ફરી રોડ બનાવવાનું શરૂ કરી દેવાયું છે. આમ પાંચ દિવસ પહેલાં જે રોડનું ટેસ્ટિંગ થયું એ જ રોડ પર ફરી ડામર પાથરી રોડ બનાવવાનું શરૂ કરી દેવાતાં થોડા દિવસ પહેલાં જ મ્યુનિ.એ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. આમ લોકસભા પહેલાં સરકારને સારું દેખાડવા અને વ્હાલા થવા એએમસીના શાસકો લોકર્પણની ઉતાવળ કરી રહ્યાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news