પૈસા રેડી રાખો! આ IPO પહેલા જ દિવસે બમણા કરાવી દેશે પૈસા, જાણો ક્યારથી ખુલે છે અને તમામ વિગતો

જો તમે આઈપીમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા હોવ તો વધુ એક કંપનીનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. આ પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સનો આઈપીઓ છે.

પૈસા રેડી રાખો! આ IPO પહેલા જ દિવસે બમણા કરાવી દેશે પૈસા, જાણો ક્યારથી ખુલે છે અને તમામ વિગતો

જો તમે આઈપીમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા હોવ તો વધુ એક કંપનીનો આઈપીઓ ખુલવા જઈ રહ્યો છે. આ પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સનો આઈપીઓ છે. કંપનીનો આઈપીઓ 11 માર્ચ 2024ના રોજ ઓપન થશે અને તે 13 માર્ચ સુધી ખુલ્લો રહેશે.  પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સ (Pratham EPC Projects) ના પબ્લિક ઈશ્યુની ટોટલ સાઈઝ 36 કરોડ રૂપિયા છે.  કંપનીના શેર નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. 

પહેલા જ દિવસે 160 રૂપિયા ઉપર જઈ શકે છે
પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સના આઈપીઓની પ્રાઈસ બેન્ડ 71 રૂપિયાથી 75 રૂપિયા છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં ધમાલ  મચાવી રહ્યા છે. આઈપીઓ ખુલતા પહેલા જ ગ્રે માર્કેટમાં કંપનીના શેર 88 રૂપિયાના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે. 75 રૂપિયાના અપર પ્રાઈસ બેન્ડ પર પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સના શેર 163 રૂપિયાની નજીક લિસ્ટ થઈ શકે છે. કંપનીના શેર 18 માર્ચ 2024ના રોજ બજારમાં લિસ્ટ થશે. આઈપીઓમાં શેરોનું એલોટમેન્ટ 14 માર્ચ 2024ના રોજ ફાઈનલ થશે. 

1600 શેર માટે દાવ લગાવી શકે છે ઈન્વેસ્ટર્સ
પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સના આઈપીઓમાં રિટેલ ઈન્વેસ્ટર્સ એક લોટ માટે દાવ લગાવી શકે છે. આઈપીઓના એક લોટમાં 1600 શેર છે. એટલે કે રિટેલ ઈન્વેસ્ટર્સએ કંપનીના આઈપીઓમાં 120000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. કંપનીમાં હાલ પ્રમોટર્સની ભાગીદારી 100 ટકા છે. જે આઈપીઓ બાદ 72.97 ટકા રહી જશે. પ્રથમ ઈપીસી પ્રોજેક્ટ્સની શરૂઆત 2014માં થઈ હતી. કંપની ઓઈલ એન્ડ ગેસ યુટિલિટિઝને એન્ડ ટુ  એન્ડ સર્વિસીઝ ઉપલબ્ધ કરાવે છે. ઈન્ટીગ્રેટેડ એન્જિનિયરિંગ, પ્રેક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, અને કમીશનિંગમાં કંપનીનું સ્પેશિયલાઈઝેશન છે. 

 (Disclaimer: અહીં ફક્ત શેરના પરફોર્મન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમને આધીન છે અને રોકાણ પહેલા તમારા એડવાઈઝરની સલાહ ચોક્કસપણે લેવી)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news