સરળતાથી મળી રહી છે ચાઈનીઝ દોરી, સ્ટીંગ ઓપરેશનમાં સામે આવી ચોંકવનારી આ હકિકતો
Operation Chinese Dragon : ઉત્તરાયણ આવે એની પહેલા જ લોકોનો જીવ લેનારી ચાઈનીઝ દોરી બજારમાં સરળતાથી મળી રહી છે. વારંવાર પોલીસની કામગીરી આ મામલે કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. છતાં પણ ચાઇનીઝ દોરી વેપાર અટકી રહ્યો નથી.
Trending Photos
સપના શર્મા, અમદાવાદ: ગુજરાતમાં ઉતરાયણનું ખુબજ મહત્ત્વ છે અને પતંગ રસિયાઓ ઉતરાયણના દિવસે મન ભરીને પતંગ ચગાવવાનો આનંદ લેતા હોય છે પરંતુ અન્ય લોકોની પતંગ કાપવા માટે પતંગ બાજો અન્ય લોકોના જીવ જોખમમાં મુકતા હોય છે અને પોતાની પતંગ ન કપાય તે માટે પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વડે પતંગ ચગાવતા હોય છે. જોકે આ ચાઈનીઝ દોરી અનેક નિર્દોષ લોકો અને પશુપંખીઓના જીવ લેતી હોવાથી સરકારે ચાઈનીઝ દોરીને પ્રતિબંધિત કરી છે અને તેનું વેચાણ કરતા લોકો ઉપર પોલીસ તવાઈ કરી કડક કાર્યવાહી કરી રહી છે. જોકે કેટલાક લોકો ચોરી છૂપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યા છે તો કેટલાક પતંગ રસિકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરી રહ્યા છે.
ઉત્તરાયણ આવે એની પહેલા જ લોકોનો જીવ લેનારી ચાઈનીઝ દોરી બજારમાં સરળતાથી મળી રહી છે. વારંવાર પોલીસની કામગીરી આ મામલે કરવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. છતાં પણ ચાઇનીઝ દોરી વેપાર અટકી રહ્યો નથી. કેટલી સરળતાથી ચાઇનીઝ દોરી મળી રહી છે તે માટે ZEE 24 કલાકની ટીમે સ્ટીંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આમ તો અમદાવાદમાં ઘણી જગ્યાએ ચાઈનીઝ દોરી છુપા રસ્તે વેચાઈ રહી છે. પણ સૌ પ્રથમ ZEE 24 કલાકની ટીમ પહોંચી શાહપુર વિસ્તારમાં...
આ પણ વાંચો: ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
આ પણ વાંચો: ગુજરાતની આ શાળાઓમાં રોબોટિક્સ અને સ્ટેમ લેબ થશે શરૂ, ખાનગી કરતાં આ શાળાઓ બનશે હાઈટેક
આ પણ વાંચો: ABVPના કાર્યક્રમમાં CM માટે એવું કહેવાયું કે તાત્કાલિક સ્ટેજ પરથી સોરી..કહેવું પડ્યુ
અહીં ગેરન્ટીની સાથે ચાઇનીઝ દોરી વેચાઈ રહી છે. એ પણ માત્ર 250 રૂપિયામાં. પણ આ જ 250 રૂપિયાની દોરી લોકોના જીવ લઇ રહી છે. શાહપુરના શંકર ભુવન પાસે યુવક અમને મળ્યો જે ચાઇનીઝ દોરી વેચી રહ્યો હતો. તેની સાથે વાતચીત કરતા તેણે જણાવ્યું કે તે ચાઈનીઝ દોરી વેચવા માટેનો માલ નરોડાથી લઈને આવે છે. આ સ્ટીંગ દરમિયાન અન્ય પણ ઘણા યુવક અમને મળ્યા જેઓ ચાઈનીઝ દોરી તો વેચી રહ્યા હતા પણ સામે આવવા તૈયાર ન હતા.
આ સાથે ZEE 24 કલાકની ટીમ જયારે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં ચાઈનીઝ દોરી ખરીદવા પહોંચી તો અહીં પણ સરળતાથી ચાઈનીઝ દોરી મળી આવી. અહીં પણ ઘરોમાં ચાઈનીઝ દોરી વેચાઇ રહી છે.
પોલીસની કામગીરી થતી હોવા છતાં મુખ્ય સમસ્યા યથાવત રહેતા પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઇ રહ્યા છે. જે વેપારીઓ છૂટક ચાઈનીઝ દોરીનો માલ સીધો ગ્રાહકોને વેચી રહ્યા છે તેમની ઉપર તો પોલીસ તવાઈ બોલાવી રહી છે પણ જ્યાંથી જથ્થાબંધ માલ મોટી સંખ્યામાં છૂટક વેપારીઓને વેચાતો હોય તેવા એકમો હજી ધમધમી રહ્યા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આપના પગપેસારાને અટકાવવા ભાજપે પ્રાયરિટી પર કરવું પડશે આ કામ, સરકાર માટે ટફ
આ પણ વાંચો: 2024 માં દિલ્હીમાં ગાદી માટે ભાજપે બનાવ્યો આ પ્લાન, આ 160 સીટો મોદીને બનાવશે ફરી PM
આ પણ વાંચો: સીઆર પાટીલનો પ્લાન દિલ્હીમાં જશે ફેલ, ચૂંટણીના ચાણક્ય અમિત શાહે ઘડી નવી સ્ટ્રેટેજી
અત્રે ઉલ્લેખનીય છે કે આજે ઉત્તરાયણ પર ચાઇનીઝ દોરી સહિતની વસ્તુઓ પર પ્રતિબંધને મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. રાજ્ય સરકારે આજે ફરી બીજીવાર એફિડેવિટ ફાઇલ કર્યું છે. ફાઇલ કરેલા એફિડેવિટને લઇને હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. કોર્ટે ચાઇનીઝ દોરીને લઇને જાગૃતતા ફેલાવવા માટે સરકારને કેટલાક સૂચનો કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે સ્કૂલ-કોલેજોમાં જાગૃતતા લાવો, નાયલોન દોરી, ચાઇનીઝ અને દોરીમાં વપરાતા કાચનો ઉપયોગ અટકાવો.
જાગૃતતા માટે જરૂર પડે તો ઓટો રીક્ષામાં જાહેરાતનો ઉપયોગ કરો. જેમ ચૂંટણી ટાળે લાઉડસ્પીકરનો ઉપયોગ થાય છે તેમ તેના માટે પણ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરો. એલઇડી સ્ક્રીન દ્વારા પણ લોકજાગૃતિનો પ્રયાસ કરવો જોઇએ. આ ઉપરાંત મીડિયાએ પણ લોક જાગૃતિનો પ્રયાસ કરવો જોઇએ. દરેક ચેનલના સીઇઓ સાથે વાત કરીને તેમના પ્રાઇમ ટાઇમમાં લોકજાગૃતિ આવે પ્રયત્ન કરવા જોઇએ.
આ પણ વાંચો: સસ્તામાં સોનું મળતું હોય તો 2 વાર ખરીદતાં વિચારજો, આ રીતે થાય છે નકલી સોનાનું વેચાણ
આ પણ વાંચો: આ લોકોએ ભૂલથી પણ સંતરા ન ખાવા, ફાયદાની જગ્યાએ કરાવશે મોટુ નુકસાન
આ પણ વાંચો: સાચવજો! દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી, નકલી હશે તો મૂકાઈ જશો મુશ્કેલી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે