સીસીટીવી

સુરત : કન્ટેનરની અડફેટે આવી રસ્તે રખડતી ગાય, CCTV ફૂટેજ જુઓ

માણસોના અકસ્માતના અનેક વીડિયો અને સીસીટીવી સામે આવતા હોય છે. પરંતુ શું તમે પ્રાણીઓના અકસ્માતના વીડિયો જોયા છે. સુરતથી આવો વીડિયો સામે આવ્યો છે. સુરતમાં એક કન્ટેનરની અડફેટા રસ્તે રખડતી ગાય આવી હતી. સુરતના હજીરાના મોરાગામ નજીક મધરાતે એક કન્ટેનર ચાલકે ગાયને અડફેટે લઈને ઘસડી હોવાનો વીડિયો વાયરલ (viral video) થયો છે. જેને લઈને ગૌરક્ષકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Jul 14, 2021, 04:21 PM IST

રાજકોટ : વૃદ્ધાએ સાતમા માળથી કૂદીને મોત પસંદ કર્યું, આખી ઘટના CCTV મા કેદ

રાજકોટના પોશ એરિયા કહેવાતા કુવાવડા રોડ પર એક વૃદ્ધ મહિલાએ સાતમા માળથી કૂદીને મોતને વ્હાલુ કર્યું છે. સુખી સંપન્ન પરિવારના વૃદ્ધાના મોતના દ્રશ્યો બિલ્ડીંગમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા છે. કહેવાય છે કે, મહિલા માનસિક બીમારીથી પીડાતા હતા, જેથી તેમણે મોત વ્હાલુ કર્યું હતું.

Jul 10, 2021, 02:37 PM IST

SURAT : ટોળાએ મહિલાના ઘરે હુમલો કરી લૂંટ ચલાવી, આતંકની ઘટના CCTV માં કેદ

શહેરના ભેસ્તાન વિસ્તારમાં રહેતી એક મહિલાનાં ઘરે ટોળા દ્વારા હુમલો કરીને લૂંટ કરવામાં આવી હતી. ભેસ્તાન પોલીસે મહિલાની ફરિયાદ દાખલ કરીને પોલીસ કમિશ્નર પાસે ન્યાય માટે દોડી હતી. ભેસ્તાન ખાતે રહેતા આ પરિવારનાં ઘરે દીકરીનાં નિકાહ ટૂંક સમયમાં થવાનાં હોવાથી દીકરીનાં કરિયાવર સહિત તમામ ભેગો કરી લીધ હતો. મહિલાના ઘરે અસામાજિક તત્વોએ ઘરે પહોંચીને હુમલો કરીને ઘરમાં તોડફોડ કરીને 52000 રૂપિયાની લૂંટ ચલાવી હતી.

May 11, 2021, 08:30 PM IST

સુરતમાં ગુંડારાજ, બેખોફ બનીને ફરી રહ્યાં છે લૂંટારુઓ, ધોળે દિવસે જ્વેલરી શોપમાં ઘૂસ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટના ઈરાદે 2 ઈસમોએ જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું. જ્વેલર્સના માલિક અને કર્મચારી પર ચપ્પુથી હુમલો કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ હુરિયો બોલાવતા લૂંટ નિષ્ફળ નીવડી હતી અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Jan 3, 2021, 11:34 AM IST

ચકચકિત ઔડી કારે બાળકને કચડ્યો, હચમચાવી દે તેવા CCTV ફૂટેજ જુઓ

હાથમાં સ્ટીયરિંગ આવે એટલે અનેક લોકો ભાન ભૂલીને બેફામ રીતે ગાડી હંકારે છે. ત્યારે રાજકોટમાં હૃદય હચમચાવી દે તેવા એક્સિડન્ટના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ચકચકિત ઔડી કારના ચાલકે બાળકને કચડ્યો છે. બાળક પર ઔડીના પૈડા ફરી વળતા તેનુ મોત નિપજ્યું છે. ત્યારે ઔડી કારના આ એક્સિડન્ટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 

Dec 29, 2020, 01:27 PM IST

બિલ્લીપગે અચાનક આવતા મોત પાછળ શું કારણ છે, ડોક્ટરે આપ્યો તેનો જવાબ

  • એક મહિલા ગરબા રમતા રમતા અચાનક જ તે ઢળી પડે છે અને તેનું મોત નિપજી જાય છે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકોના મનમાં અનેક પ્રકારના તર્કવિતર્ક જન્મ લઈ રહ્યા હશે કે આવું કેવી રીતે થઈ શકે કે કોઈ વ્યક્તિ ગરબા રમતું હોય, ચાલતું હોય અને અચાનક જ ઢળી પડે સાથે જ તેનું મોત પણ થઈ જાય

Dec 13, 2020, 10:17 AM IST

ગરબે રમતી મહિલાનું હાર્ટ એટેકથી મોત, આખી ઘટના કેમેરામાં કેદ થઈ

ગાંધીનગરમાં એક લગ્ન દરમિયાન એવી ઘટના બની કે, સુખનો પ્રસંગ દુખમાં ફેરવાઈ ગયો હતો. દહેગામ તાલુકાના ખાનપુરમાં 45 વર્ષીય મહિલાનું ગરબા રમતા હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મહિલા ગરબા રમતા સમયે અચાનક ઢળી પડી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે હાલ આ વીડિયો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. 

Dec 11, 2020, 03:28 PM IST

અમેરિકામાં ચૂંટણીના ગરમાવા વચ્ચે રૈપર કિંગ વોનની ગોળી મારી હત્યા

અમેરિકામાં ચૂંટણીના ગરમાવાની વચ્ચે જાણિતા રૈપર કિંગ વોન (King Von)ની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે તેમને કોણે ગોળી મારી. મીડિયા રિપોર્ટ્સના અનુસાર શુક્રવારે એટલાન્ટના એક નાઇટ ક્લબમાં આ ઘટના ઘટી હતી. 

Nov 7, 2020, 07:56 AM IST

સુરત : રોંગ સાઈડથી રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાએ ચાર વાહનોને અડફેટે લીધા, CCTV

મહિલા રોંગ સાઈડથી રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી. આ સમયે ક્રોસ રોડ પર 3 થી 4 વાહનચાલકોને મહિલાએ અડફેટે લીધા

Oct 10, 2020, 03:19 PM IST

હોમ ઇન્શ્યોરન્સને હળવાશ લેશો નહી, મુસીબતમાં કરે છે તમારા ઘરની સુરક્ષા

હોમ ઇન્શ્યોરન્સ (Home insurance) હેઠળ ઘરમાં થયેલી ચોરી, આતંકવાદી હુમલો, ઘરમાં આગ લાગવી, ભૂકંપ આવવો અથવા બીજા કારનોથી ઘરમાં થયેલા આર્થિક નુકસાનને કવર કરે છે. 

Sep 20, 2020, 07:10 PM IST

તોડપાણી કરતી નકલી પોલીસથી થઇ જજો સાવધાન, જરૂરી નથી દરેક જગ્યાએ ત્રીજી આંખની નજર હોય

મળતી માહિતી મુજબ નરોડ પોલીસે મૂળ અરવલ્લીના વતની અને હાલ નરોડા વિસ્તારમાં વસવાટ કરતા અશોક પરમાર નામના આરોપીને પકડી પાડ્યો હતો.

Sep 16, 2020, 09:32 PM IST

કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર પરીક્ષામાં ચોરી કરતા સીસીટીવીમાં ઝડપાયો

  • કોંગ્રેસ નેતા જયરાજસિંહ પરમારનો પુત્ર હર્ષઆદિત્ય પરીક્ષાખંડમાં મોબાઈલ લઈને ગયો હતો.
  • આખરે કાલે CCTV સામે આવતા GLS કોલેજ તરફથી યુનિવર્સિટીમાં લેખિત ફરિયાદ આપવાની ABVP ને બાંહેધરી અપાઈ

Sep 11, 2020, 03:43 PM IST

ભરૂચ: જ્વેલરી શોપમાં ઘૂસ્યા 4 લૂંટારા, ભરબપોરે ફાયરિંગ કરતા ફિલ્મ દ્વશ્યો સર્જાયા

ભરૂચ શહેરના હાર્દસમાં પાંચબત્તી વિસ્તારમાં સોમવારે ભર બપોરે ૨ મોટરસાયકલ પર આવેલા ૪ જેટલા અજાણ્યા શખ્સો એ અંબિકા જ્વેલર્સમાં ઘુસી ફાયરિંગ કરતા 2 વ્યક્તિને ઇજા પહોંચી છે.

Sep 7, 2020, 11:32 PM IST

ATM ચોરોએ 1 કલાક 40 મિનિટ લોખંડના સળિયા વડે કરી મહેનત, જુઓ છેવટે પછી થયું શું?

આનંદ નગર રોડ પર આવેલ ધનંજય કોમ્પલેક્ષમાં આવેલ બેંક ઓફ બરોડાના મેનેજરએ પોલીસ ફરિયાદ આપી છે કે તેમના બેંકના ATM મશીનનો ગેટ, કેશ Dispensar મશીન, સ્ક્રીન ફ્રેમ અને કાર્ડ રીડર તૂટેલી હાલતમાં હોવાની જાણ તેમને થઈ હતી.

Sep 7, 2020, 07:34 PM IST

સુરત: બહેનનાં પ્રેમીને યુવકે જાહેરમાં રહેંસી નાખ્યો, દ્રશ્યો CCTVમાં થયા કેદ

શહેરમાં ડીંડોલી વિસ્તારની હરિદ્વાર સોસાયટીમાં પ્રેમસંબંધમાં એક ખુન થયાની ચકચારી ઘટના બનવા પામી છે. યુવતીનાં ભાઇએ જ પોતાના મિત્રો સાથે મળીને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીંકીને યુવકને રહેંસી નાખ્યો હતો. જ્યારે આ ઘટના ગત્ત મોડી રાત્રે બની હતી. જેમાં ડીંડોલી પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે તપાસ ચાલુ કરી છે. સમગ્ર ઘટનાના વિચલિત કરતા દ્રશ્યો સીસીટીવી ફુટેજમાં લાઇવ કેદ થયા છે. 

Aug 9, 2020, 11:02 PM IST

મુસાફરોને ધ્યાનમાં રાખીને રેલવે લાવશે 20 નવી સુવિધાઓ, તમને થશે આ ફાયદો

ભારતીય રેલવેએ 20 નવા ઇનોવેશન કરવાની તૈયારી કરી લીધી છે. તેમાં એલર્ટ બેલ, લાઇટ વગર ચાલનાર વોટર કુલર, મોબાઇલ પર ટિકિટ અને સીસીટીવી સામેલ છે. 

Jul 26, 2020, 01:26 PM IST

વડોદરામાં બંધ ફાટક ક્રોસ કરી રહેલ બાઇક સવારનું ટ્રેનની અડફેટે આવતા મોત

રેલવે પી.આર.ઓ. ખેમરાજ મીનાએ જણાવ્યું હતું કે, આ ગંભીર કેસ છે. પરંતુ લોકો દ્વારા પાલન કરવામાં આવતું નથી.  આ મામલે તપાસ હાથ ધરવામાં આવશે.

Jun 28, 2020, 03:18 PM IST

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

સુરતમાં અસામાજિક તત્વોનો ફરી આતંક જોવા મળ્યો છે. ઉમરવાડા વિસ્તારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. રાત્રી દરમિયાન ખુલ્લેઆમ તલવાર લઇ આંતક મચાવવામાં આવ્યો હતો. 20 જેટલા અસામાજિક તત્વોએ લોકોમાં ભય ઉભો કરવા ખુલ્લી તલવાર લઇ જોવા મળ્યા હતા.

Jun 24, 2020, 11:45 PM IST

AMCનો મોટો નિર્ણય, અમદાવાદમાં જો માસ્ક પહેર્યા વગર ફરશો તો...

રાજ્યમાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારને ઈ-મેમો આપવામાં આવે છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક બાદ હવે માસ્ક મામલે પણ ઈ-મેમો મળશે. શહેરમાં લાગેલા CCTV નેટવર્કની મદદથી માસ્ક ન પહેરેલી વ્યક્તિને ઈ-મેમો ફટકારવામાં આવશે. AMC સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઈ-મેમો આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.

Jun 12, 2020, 09:50 PM IST

હવે cctv બન્યા છે પોલીસની ત્રીજી આંખ, આખા અમદાવાદ પર બાજનજર

ગુજરાતમાં કોરોના પોઝિટિવ (coronavirus)ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા લોકડાઉન કડક રીતે અમલમાં મુકવામાં આવી રહ્યું છે.

Apr 16, 2020, 07:11 PM IST