Gujarat Weather today: ગુજરાતીઓ હવે કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો, આ તારીખથી છે ભયંકર કોલ્ડવેવની આગાહી

Gujarat Weather 2022: ગાંધીનગરમાં પણ પારો 15 ડિગ્રી નીચે જોવા મળ્યો હતો. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

Gujarat Weather today: ગુજરાતીઓ હવે કડકડતી ઠંડીનો સામનો કરવા તૈયાર રહેજો, આ તારીખથી છે ભયંકર કોલ્ડવેવની આગાહી

Gujarat Weather 2022: ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદ સહિતના અનેક શહેરોના તાપમાનમાં હાલ ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર સહિત મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે નલિયામાં રાજ્યનું ગઇકાલે 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં પણ પારો 15 ડિગ્રી નીચે જોવા મળ્યો હતો. આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

અમદાવાદ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 11 ડિગ્રીએ પહોંચ્યો છે એવામાં લોકો ઠંઠવાતા તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરી છે કે હજુ પણ ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ શકે છે, રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સોમવારથી રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 16 થી 18 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. આગામી 3 દિવસ સુધી સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેના કારણે રાત્રે પરોઢે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. આગામી 24 કલાક દરમિયાન રાજ્યભરમાં ઠંડી વધે તેવી શક્યતા છે. આ વર્ષે શિયાળાએ પોતાનો પરચો બતાવવાનું શરૂ કરી દીધું છે અને જોરદાર ઠંડી પડે તેવી વકી છે પવનની સરેરાશ ઝડપ પણ 9 થી 10 કિલોમીટર પ્રતિકલાકે રહેતા પરોઢે અને મોડી રાત્રે જોરદાર ઠંડી વર્તાઇ રહી છે.

નલિયામાં આજે સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. નલિયામાં 2.5 ડિગ્રી, પાટણમાં 8.8 ડિગ્રી, ડીસામાં 8.8 ડિગ્રી, ભુજમાં 10 ડિગ્રી, રાજકોટમાં 11.2 ડિગ્રી, અમદાવાદમાં 12.7 ડિગ્રી અને અમરેલીમાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.

હવામાન વિભાગના મતે કચ્છના વિસ્તારમાં સિવિયર કોલ્ડવેવની અસર અનુભવાશે. ઉત્તર-પૂર્વીય ઠંડા પવનનો જોર વધતા ગુજરાત સહિત કચ્છમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો છે. કચ્છના નલિયામાં ઠંડીનો પારો નીચે ગગડતા કોલ્ડસીટી ગણાતા નલિયા સતત રાજ્યનું સૌથી ઠંડું શહેર બની રહ્યું છે. એકાએક ઠંડી પારો ગગડીને નીચો જતા કચ્છના લોકો ઠંડીથી ઠુંઠવાઇ રહ્યા છે.

નોંધનીય છે કે, ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું યથાવત રહ્યું હતું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્યપ્રદેશ, બિહાર જેવા કેટલાય રાજ્યોમાં તાપમાનનો પારો ગગડી જતાં હાડ ગાળતી ઠંડી પડી હતી. તેના કારણે જનજીવન ખોરવાયું હતું. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બરફવર્ષાની આગાહી થઈ છે. પાટનગર દિલ્હીમાં વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news