LIVE: CWC મીટિંગમાં સિબ્બલના ટ્વિટથી મચી બબાલ, બંધ કરાવવામાં આવ્યા નેતાઓના ફોન
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ અધ્યક્ષ પદ છોડવાની ઓફર કરી છે. જોકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેમને પદ પર રહેવાલી અપીલ કરી છે. વાંચો આ સમાચારની પળે-પળની Live updates:
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીમાં ચાલે રહેલી કોંગ્રેસ વર્કિંગ કમિટી (Congress working committee)ની બેઠકમાં ઘમાસણ સર્જાયું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) એ અધ્યક્ષ પદ છોડવાની ઓફર કરી છે. જોકે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે તેમને પદ પર રહેવાલી અપીલ કરી છે. વાંચો આ સમાચારની પળે-પળની Live updates:
- કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મહત્વપૂર્ણ બેઠકમાં થયેલી બબાલ બાદ પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા છે કે શું વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ (Kapil Sibbal) પણ જ્યોતિરાદિત્ય સિંધિયાના માર્ગ પર છે? સિબ્બલે પોતના ટ્વિટર એકાઉન્ટ પરથી કોંગ્રેસનું નામ હટાવી દીધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ છોડતાં પહેલાં સિધિંયાએ પણ આમ કર્યું હતું.
- કપિલ સિબ્બલના ટ્વિટથી મચેલી ઘમાસાણા બાદ CWC ના સમાચાર મીડિયામાં આપનાર નેતાઓના ફોન બંધ કરાવવામાં આવ્યા. નેતાઓને મીટિંગની બહાર સમાચાર આપતાં રોકવામાં આવ્યા.
- અહમદ પટેલે કોંગ્રેસ કાર્યસમિતિમાં કહ્યું કે જે પત્ર લખવામાં આવ્યા છે, કોઇ જરૂર નથી. પત્ર ન લખવો જોઇએ. તેમણે રાહુલ ગાંધીને ફરીથી અધ્યક્ષ પદ સંભાળવાની માંગ કરી.
- રાજસ્થાના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રાહુલ ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ પદ સંભાળવાની માંગ કરી છે.
- રાહુલ ગાંધીના આરોપોથી નારાજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલાબ નબી આઝાદે રાજીનામાની ઓફર કરી છે.
- કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલ પણ રાહુલના આરોપો પર નારાજગી વ્યક્ત કરી.
- સૂત્રોના અનુસાર સોનિયા ગાંધીએ પદ છોડવાની ઓફર કરતાં ગુલાબ નબી આઝાદ, અન્ય દ્વારા લખવામાં આવેલા પત્રનો હવાલો આપ્યો. બેઠકમાં રાહુલ ગાંધીને પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓ દ્વારા લખવામાં આવેલા પત્રના ટાઇમિંગ પર સવાલ ઉઠાવ્યા.
- સૂત્રોના અનુસાર ગાંધી પરિવાર ઉપરાંત મુકુલ વાસનિક અને એકે એંટોની કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં છે. પ્રિયંકા ગાંધી પણ બિન કોંગ્રેસ પરિવારના નેતાને અધ્યક્ષ બનાવવાનું સમર્થન કરી ચૂકી છે. પાર્ટીમાં બે જૂથ વચ્ચે એક જૂથ રાહુલને અધ્યક્ષ બનાવવાના સમર્થનમાં છે. સીનિયર અને યુવા નેતાની લડાઇ વચ્ચે હવે વર્કિંગ કમિટી નિર્ણય લેશે.
- સીડબ્લ્યૂસીની બેઠક પહેલાં રવિવારે પાર્ટીમાં તે સમયે રાજકીય તોફાન સર્જાયું હતું જ્યારે પૂર્ણકાલિક તથા જમીની સ્તર પર સક્રિય અધ્યક્ષ બનાવવા અને સંગઠનમાં ઉપરથી લઇને નીચે સુધી ફેરફારની માંગને લઇને સોનિયા ગાંધીને 23 વરિષ્ઠ નેતાઓ દ્વારા પત્ર લખવામાં આવ્યો હોવાની જાણકારી સામે આવી.
- સોનિયા ગાંધી માટે લખાયેલા પત્રમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, શશિ થરૂર, જિતિન પ્રસાદ, મુકુલ વાસનિક, ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા, મિલિંદ દેવડા, રેણુકા ચૌધરી, અખિલેશ પ્રસાદ, પીજે કુરિયન, સંદીપ દીક્ષિત, ટીકે સિંહ, કુલદીપ શર્મા, વિવેક તન્ખા, પૃથ્વીરાજ ચવ્હાણ, મનીષ તિવારી અને અરવિંદર સિંહ લવલી જેવા વરિષ્ઠ નેતાઓના નામ છે, જે પાર્ટી નેતૃત્વમાં પરિવર્તન ઈચ્છે છે.
જોકે આ પત્રના સમાચાર સામે આવતાં જ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલ અને પાર્ટીના ઘણા અન્ય વરિષ્ઠ તથા યુવા નેઆઓએ સોનિયા અને રાહુલના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને એ વાત પર ભાર મુક્યો કે ગાંધી પરિવાર જ પાર્ટીને એકજૂટ રાખી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે