CM ની દિલ્લી યાત્રા: PM મોદીથી માંડી રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી સહિત તમામ ગુજરાતી નેતાઓ સાથે શુભેચ્છા મુલાકાત
ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉર્ફે દાદા આજે દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહને સીમંધર સ્વામીની મૂર્તિ ભેટ આપી હતી. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દાદા ભગવાનનું પુસ્તક ભેટ આપી હતી. PM મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરીને તેમને પણ સીમંધર સ્વામીની મુર્તિ અને પુસ્તક ભેટ આપ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉર્ફે દાદા આજે દિલ્હીના પ્રવાસે છે. જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. તેમની આ મુલાકાત દરમિયાન તેમણે અમિત શાહને સીમંધર સ્વામીની મૂર્તિ ભેટ આપી હતી. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને દાદા ભગવાનનું પુસ્તક ભેટ આપી હતી. PM મોદી સાથે પણ શુભેચ્છા મુલાકાત કરીને તેમને પણ સીમંધર સ્વામીની મુર્તિ અને પુસ્તક ભેટ આપ્યા હતા.
ભુપેન્દ્ર પટેલે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયા, પશુપાલન અને ડેરી તથા મત્સ્યોદ્યોગ મંત્રી પરષોતમ રૂપાલા સાથે પણ મુલાકાત યોજી હતી. જે.પી નડ્ડા સાથે પણ તેઓ મુલાકાત કરી હતી. સરકાર તથા સંગઠન અંગેની માહિતી આપી હતી. ભુપેન્દ્ર પટેલ સોમવારે રાત્રે દિલ્હીથી ગુજરાત પરત આવવા માટે રવાના થશે. અત્રે નોંધનીય છે કે, સી.એમ દાદા ભગવાનમાં અપૂર્વ આસ્થા ધરાવે છે. અને તેઓ દાદાભગવાન ફાઉન્ડેશનમાં મહાત્માનો દરજ્જો ધરાવે છે.
આ સૌજન્ય મુલાકાત તેઓ CM પદ મેળવ્યા બાદ તેઓ ભાજપ હાઇકમાન્ડ અને ઉચ્ચપદસ્થ નેતાઓ સાથે મુલાકાત માટે ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, CM ની શપથવિધિમાં અનેક કેન્દ્રીય નેતાઓ પણ હાજર રહ્યા હતા. ભારે અસંમજસભરી સ્થિતિ વચ્ચે તેઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. હાલ ભાજપમાં પણ ખુબ જ અસંતોષ જોવા મળી રહ્યો છે. તેવામાં તેમની આ મુલાકાતનું ખુબ જ મહત્વ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે