કોંગ્રેસનો સણસણતો આરોપ, ગુજરાત સરકારે પાક વીમામાં 25-50 હજાર કરોડનું કૌભાંડ કર્યું છે
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ :વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહેલ ખેડૂતો મુદ્દે કોંગ્રેસે ગુજરાત સરકાર પર સણસણતો આરોપ મૂક્યો છે. કોંગ્રેસે ગુજરાતની ભાજપ સરકાર પર આરોપ મૂક્યો કે, પાક વીમામાં 90.06 ટકા ભ્રષ્ટાચાર કરાયો છે. ખેડૂતોને 91.54 ટકા પાક વીમો મળવાપાત્ર હતો, જેની સામે તેઓને માત્ર 1.48 ટકા પાક વીમો જ ચૂકવાયો છે. આમ, પાક વીમાના વળતરમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાનો કોંગ્રેસે ભાજપ પર આરોપ મૂક્યો છે. 25થી 50 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો આક્ષેપ કરાયો છે. સાથે જ કોંગ્રેસે વીમા કંપનીઓ સાથે સરકારની સાંઠગાઠનો પણ આરોપ મૂક્યો છે.
દેખાવડા લાગતા આ પોલીસ કર્મચારીએ પ્રેમમાં પાગલ થઈને કર્યું Suicide, પંખામાં ચુંદડી સાથે લટકતી લાશ મળી
પાક વીમા કૌભાંડનો કોંગ્રેસે ખેડુતોના માધ્યમથી પર્દાફાશ કર્યો છે. ખેડૂત આગેવાલ પાલ આંબલિયાએ કૌભાંડના આંકડા દર્શાવતા જણાવ્યું કે, પાક વીમામાં અંદાજે 25 થી 50 હજાર કરોડના કૌભાંડ થયા છે. ગત વર્ષે 96 તાલુકાને અછત ગ્રસ્ત જાહેર કર્યા હતા. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના અમરગઢ ગામના 5 સર્વે નંબરના માધ્યમથી સમગ્ર કૌભાંડનું ગણિત સમજાવવાનો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરાયો હતો. જેમાં ખેડૂતોને 91.54% પાકવીમો મળવાપાત્ર હતો, જેની સામે 1.48% પાક વીમો ચૂકવાયો છે. આમ, પાક વીમામાં 90.06%નો ભ્રષ્ટાચારનો કરાયો છે.
મોડાસા : સફેદ બોલેરો કારમાં આવેલા બે યુવકોએ કર્યું યુવતીનું અપહરણ
અમિત ચાવડાએ કહ્યું કે, વીમા કંપનીઓ છેતરપિંડી કરે છે એવી અનેક રજૂઆતો ખેડૂતોએ અમને કરી હતી. દેશના કૃષિ વૈજ્ઞાનિક પી.સાઈનાથે કહ્યું હતું કે, દેશની સરકાર રાફેલ કરતા મોટું કૌભાંડ કરી રહી છે. છેલ્લા 5 વર્ષનો હિસાબ કરીએ તો રાજ્યમાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ખેતીમાં કેવી રીતે સર્વે થાય છે અને વીમો ચૂકવવાનું નક્કી કરવામાં આવે છે તેની માહિતી અનેકવાર આરટીઆઈ કરી લેખિતમાં માંગી હતી, પણ સરકાર કોઈ જ માહિતી આપતી નથી.
પ્રેસ કોન્ફરન્સમાં બે ગામડાની માહિતી સાથે કૌભાંડ ખુલ્લો પાડવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, સરવે નંબર સહિતના પુરવાની ગણતરીથી સાબિત થાય છે કે 90.06%નો ભ્રષ્ટાચાર એક જ ગામમાં પાક વીમા કંપનીએ આચાર્યો છે. બે ગામના પુરાવા રજૂ કર્યા છે, બીજા ખેડુતોના ગામમાં પણ આ થાય છે. કૃષિ કચેરીએ જઈને તમામ ખેડૂતો માહિતી માગે તે જરૂરી બન્યું છે. ભ્રષ્ટાચારમાં સરકાર સામેલ ના હોય, ખેડૂતનું હિત ઇચ્છતા હોવ તો ay અને tyના પત્રકો આપો. આ ભ્રષ્ટાચારમાં સરકાર ભાગીદાર છે, આંકડો સામે આવશે તો સૌથી મોટું કૌભાંડ સાબિત થાય. 14 હજાર કરોડ ચૂકવવાનો દાવો હતો. હિસાબ કરીએ તો કેટલા મળવાપાત્ર હતા અને કેટલા મળ્યા એના પરથી જ સમજી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે