કોંગ્રેસે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી, એક લોકસભા દીઠ બે નિરીક્ષકોની કરી નિમણૂંક

ગુજરાત વિધાનસભા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીએ લોકસભાની બેઠક દીઠ બે નિરીક્ષકોની નિમણૂંક કરી છે. 
 

કોંગ્રેસે શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી, એક લોકસભા દીઠ બે નિરીક્ષકોની કરી નિમણૂંક

ગૌરવ પટેલ, અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હવે થોડા મહિનાઓ બાકી રહ્યાં છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજ્યની સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ પાર્ટી 2022ની વિધાનસભા ચૂંટણી જીતવા માટે તૈયારીઓ કરી રહી છે. આ તૈયારીના ભાગ રૂપે કોંગ્રેસે રાજ્યમાં પોતાના નિરીક્ષકોની નિમણૂક કરી છે. કોંગ્રેસે એક લોકસભા બેઠક દીઠ બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. 

કોંગ્રેસે કરી નિરીક્ષકોની જાહેરાત
ગુજરાત કોંગ્રેસે વિવિધ નેતાને નિરીક્ષક બનાવ્યા છે. નિરીક્ષકોનું પહેલું કામ સભ્યની નોંધણી અને બુથ મેનેજમેન્ટનું રહેશે. ત્યારબાદ ચૂંટણીની અલગ-અલગ રણનીતિ બનાવશે. મહત્વનું છે કે આજે કોંગ્રેસે વિધાનસભાના દંડક, નાયબ દંડક સહિત પ્રવક્તાઓની પણ જાહેરાત કરી છે.

આ નેતાઓને મળી નિરીક્ષકની જવાબદારી
- કચ્છ બેઠક પર ખુર્શીદ સૈયદ અને હીરા જીતવાને નિરીક્ષક બનાવ્યા

- બનાસકાંઠા બેઠક પર અશ્વિન કોટવાલ અને ચંદાંજી ઠાકોરને નિરીક્ષક બનાવ્યા

- ગાંધીનગર બેઠકના નિરીક્ષક તરીકે સી જે ચાવડા અને ચંદ્રિકાબેન બારૈયાને જવાબદારી

-સુરેન્દ્રનગર બેઠક પર લાખાભાઈ ભરવાડ અને નૌશાદ સોલંકીને નિરીક્ષક બનાવ્યા

- રાજકોટ બેઠક પર દીપક બાબરીયા અને હાર્દિક પટેલને નિરીક્ષક બનાવ્યા

- જામનગર બેઠક પર નિરીક્ષક તરીકે વિક્રમ માડમ અને લલિત કગથરાને જવાબદારી

- ભાવનગર બેઠક પર શક્તિસિંહ અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલને નિરીક્ષકની જવાબદારી

- ખેડા બેઠક પર અમિત ચાવડા અને માલસી રાઠોડને નિરીક્ષકની જવાબદારી

- પોરબંદર બેઠક પર અર્જુન મોઢવાડીયા અને ભીખુભાઈ વરોતરિયાને જવાબદારી

- નવસારી બેઠક પર ગૌરવ પંડ્યા અને ગોવિંદ પટેલને નિરીક્ષક બનાવ્યા

- પાટણના નિરીક્ષક તરીકે રાજુભાઈ પરમાર અને ગજેન્દ્રસિંહ રહેવરની નિમણૂક

- મહેસાણા બેઠક પર નરેશ રાવલ અને કુલદીપ શર્માની નિમણૂક

- સાબરકાંઠા બેઠક પર મધુસૂદન મિસ્ત્રી અને અલ્કાબેન ક્ષસ્ત્રીયની નિમણૂક

- અમદાવાદ ઇસ્ટ બેઠક પર જીગ્નેશ મેવાણી અને બિમલ શાહને જવાબદારી

- અમદાવાદ વેસ્ટ બેઠક પર હિંમતસિંહ પટેલ અને ડો. જીતુ પટેલને જવાબદારી

- જૂનાગઢ બેઠક પર પૂંજા વંશ અને હર્ષદ રિબડીયાને જવાબદારી

- અમરેલી બેઠક પર પરેશ ધાણા, વીરજી ઠુમ્મર અને ઋત્વિક મકવાણાને નિરીક્ષક બનાવાયા

- આનંદ બેઠક પર ભરતસિંહ સોલંકી અને નટવરસિંહ મહીડાને જવાબદારી

- પંચમહાલ બેઠક પર પ્રભાબેન તાવિયાડ અને રાજેન્દ્ર પટેલને જવાબદારી

- દાહોદ બેઠક પર બાબુ કટારા અને વજેસિંહ પણદાને જવાબદારી

- વડોદરા બેઠક પર સિદ્ધાર્થ પટેલ અને માનસિંહ ડોડીયાને જવાબદારી

- છોટાઉદેપુર બેઠક પર નારાયણ રાઠવા અને રણજીત રાઠવાને જવાબદારી

- ભરૂચ બેઠકની કાદિર પીરઝાદા અને કાશ્મીરાબેન મુંશીને જવાબદારી

- બારડોલી બેઠક પર ડો. તુષાર ચૌધરી અને બાબુભાઈ રાયકાને જવાબદારી

- સુરત બેઠક પર અમીબેન યાજ્ઞિક દર્શન નાયકને નિરીક્ષક બનાવ્યા

- વલસાડ બેઠક પર કિશન પટેલ અને યુનુસ પટેલને જવાબદારી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news