Champawat By Poll: ચંપાવતની જનતાએ ખોબલે ખોબલે મત આપી ધામીને ઐતિહાસિક જીત અપાવી

Champawat By Poll: દેવભૂમિ ઉત્તરાખંડથી મોટા સમાચાર આવ્યા છે. ચંપાવતની બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામનો દિવસ છે. મતગણતરી પૂરી થઈ ગઈ અને સીએમ પુષ્કરસિંહ ધામીએ ઐતિહાસિક જીત મેળવી છે.

Champawat By Poll: ચંપાવતની જનતાએ ખોબલે ખોબલે મત આપી ધામીને ઐતિહાસિક જીત અપાવી

Champawat By Poll: દેવભૂમિ ઉત્તરાખંડથી મોટા સમાચાર આવ્યા છે. ચંપાવતની બેઠક માટે યોજાયેલી પેટાચૂંટણીના પરિણામનો દિવસ છે. મતગણતરી પૂરી થઈ ગઈ અને સીએમ પુષ્કરસિંહ ધામીએ ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે હવે પુષ્કરસિંહ ધામીની મુખ્યમંત્રીની ખુરશી પણ બચી ગઈ છે. 

સીએમ પુષ્કર સિંહ ધામીએ 58258 મત મેળવીને ઐતિહાસિક જીત મેળવી. જ્યારે કોંગ્રેસના નિર્મલા ગહતોડીને માત્ર 3233 મત મળ્યા. પહેલીવાર એવું બન્યું કે અહીંથી કોંગ્રેસની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. અત્રે જણાવવાનું કે ભાજપ તરફથી સીએમ પુષ્કર સિંહ ધામી અને કોંગ્રેસ તરફથી નિર્મલા ગહતોડી ઉપરાંત આ મુકાબલામાં સપા ઉમેદવાર મનોજકુમાર તથા અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટી પણ રેસમાં હતા. 

અન્ય પાર્ટીઓને મળેલા મતો વિશે જોઈએ તો સમાજવાદી પાર્ટીના મનોજકુમાર ભટ્ટને 409 મત, અપક્ષ ઉમેદવાર હિમાંશુ ગરકોટીને 399 મત મળ્યા છે. જ્યારે 372 મત નોટામાં પડ્યા છે. ટકાવારીમાં જોઈએ તો ભાજપના ઉમેદવાર પુષ્કર સિંહ ધામીને 92.94 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 5016 ટકા, સપાના ઉમેદવારને 0.66 ટકા અને અપક્ષ ઉમેદવારને 0.64 ટકા મત મળ્યા. 0.6 ટકા મત નોટામાં પડ્યા. 

સીએમ પુષ્કર સિંહ ધામીએ પેટાચૂંટણીમાં રેકોર્ડ સર્જી નાખ્યો. આ સીટ પર સૌથી વધુ અંતરથી જીત મેળવવાનો રેકોર્ડ કૈલાશ ગહતોડીએ 2017માં રચ્યો હતો. તે વખતે ચૂંટણીમાં 17,360ના  ભારે અંતરથી તેઓ જીત્યા હતા. આ વખતે પેટાચૂંટણીમાં સીએમ ધામીએ 55 હજારથી વધુ મતના અંતરથી જીત મેળવીને રેકોર્ડ તોડ્યો. ધામી સિવાયના તમામ ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news