કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાયકલ માથે ખાતરની થેલી લઇને મતદાન કરવા માટે પહોંચ્યા

દેશમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવ જે પ્રકારે ભડકે બળી રહ્યા છે જેના કારણે જનતા પરેશાન છે. આ ઉપરાંત ખાતરની વધી રહેલી કિંમતોના કારણે અનોખા અંદાજમાં પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે સાથે મતદાન પણ કર્યું હતું. ગેસ સિલિન્ડરના ભાવ વધવાને કારણે ગૃહિણીઓ પરેશાન છે. જ્યારે ખાતરની કિંમતમાં વધારાથી ખેડૂતો પરેશાન છે તેવું તેમણે જણાવ્યું હતું. પરેશન ધાનાણીએ પાલિકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવાની સાથે વિરોધ પ્રદર્શનનો નવતર વિરોધ કર્યો હતો. 

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાયકલ માથે ખાતરની થેલી લઇને મતદાન કરવા માટે પહોંચ્યા

અમરેલી : દેશમાં હાલ પેટ્રોલ ડીઝલના ભાવ જે પ્રકારે ભડકે બળી રહ્યા છે જેના કારણે જનતા પરેશાન છે. આ ઉપરાંત ખાતરની વધી રહેલી કિંમતોના કારણે અનોખા અંદાજમાં પોતાનો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સાથે સાથે મતદાન પણ કર્યું હતું. ગેસ સિલિન્ડરના ભાવ વધવાને કારણે ગૃહિણીઓ પરેશાન છે. જ્યારે ખાતરની કિંમતમાં વધારાથી ખેડૂતો પરેશાન છે તેવું તેમણે જણાવ્યું હતું. પરેશન ધાનાણીએ પાલિકા પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવાની સાથે વિરોધ પ્રદર્શનનો નવતર વિરોધ કર્યો હતો. 

અમરેલી શહેરમાં મતદાન કરવા માટે પરેશ ધાનાણી સાયકલ પર સવાર થઇને મતદાન મથક ખાતે પહોંચ્યા હતા. તે સમયે સાયકલના કેરિયરમાં ખાતરની એક બેગ પણ સાથે લાવ્યા હતા. ધાનાણીની સાથે એક અન્ય મતદાર પોતાની સાયકલ પાછળ એલપીજી સિલિન્ડર લઇ મતદાન મથક ખાતે પહોંચ્યા હતા. અમરેલી શહેરના રસ્તા પરથી નેતા વિપક્ષ સાયકલ પર ખાતરની બેગ સાથે પસાર થતા હતા ત્યારે શહેરીજનો આશ્ચર્યમાં મુકાયા હતા. 

પરેશ ધાનાણીએ આ અંગે જણાવ્યું કે, હાલ મોંઘવારીના કારણે સામાન્ય નાગરિકની સ્થિતી બેહાલ છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અસહ્ય વધારો થયો છે. તે પણ ક્રુડ ઓઇલની કિંમત વધવાને કારણે નહી પરંતુ સરકાર પોતે કરેલા દેવાને પુરવા માટે લોકો પર અસહ્ય ટેક્ષનો બોજો નાખી દીધો છે. પેટ્રોલ ડિઝલ મોંઘુ થતા દરેક વસ્તુની કિંમતમાં વધારો થયો છે. જેના કારણે સ્થિતી વિપરિત છે. આ ઉપરાંત રાંધણ ગેસની કિંમતોમાં ખુબ જ મોટો વધારો થયો છે. આ ઉપરાંત ખેડૂતની સ્થિતી પણ ખુબ જ વિપરિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news