રાહુલ ગાંધીએ આદિવાસીઓને કહ્યું, આ દેશના પહેલા અને અસલી માલિક તમે છો

Gujarat Elections 2022 : રાહુલ ગાંધીની સુરતના મહુવામાં જાહેરસભા...રાહુલ ગાંધી પાંચકાંકરા ગામ પહોંચ્યા... વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ રાહુલ ગાંધી પહેલીવાર આવ્યા ગુજરાત મુલાકાતે... 

રાહુલ ગાંધીએ આદિવાસીઓને કહ્યું, આ દેશના પહેલા અને અસલી માલિક તમે છો

Gujarat Elections 2022 : સુરત જિલ્લાના મહુવા તાલુકાના અનવલના પાંચ કાકડામાં રાહુલ ગાંધીની જંગી સભાનું આયોજન થયું છે.સભામાં રાહુલનું અડધે સુધી ભાષણ ભરતસિંહે અનુવાદ કર્યું હતું. જેના બાદ તેઓએ હિન્દીમાં સંબોધન કર્યુ હતું, 

તેમણે કહ્યુ હતું કે, આ પ્રેમ અને લાગણીની એક યાત્રા છે. કોઈ કોઈનો ધર્મ, જાતિ પુરુશ-સ્ત્રીને બદલે આખો માનવ સમુદાય અમારી સાથે ચાલે છે. સવારે 6 વાગ્યાથી શૂર કરીને રાત્રે 8 વાગે છે, પણ થાક લાગતો નથી. અહી પણ મને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કર્યો તો હું ચાલતો નીકળી પડ્યો. યાત્રીઓના પગ છોલાયા, બે યાત્રી શહીદ થયા, પણ યાત્રા ન રોકાઈ. હુ કહી શક્તો ન હતો કે કેટલો પ્રેમ અમને જનતાએ આપ્યો. હું આજે ગુજરાત આવ્યો, અને આ રસ્તો મહત્મા ગાંધીજીએ ગુજરાતથી ભારતની દિશા આપી હતી. હિન્દુસ્તાનને જોડવાનું કામ મહાત્મા ગાંધીજીએ કર્યું, જેઓ ગુજરાતી હતા. આ યાત્રામાં પણ તમારા વિચારો, તમારો ઈતિહાસ છે. યાત્રામાં ખુશી પણ થાય, અને દુખી પણ થવાય છે. દુખ ખેડૂતો, આદિવાસી, યુવાઓને મળીને તેમની સાથે વાત કરીને થાય છે. ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી, પાક વીમાના રૂપિયા મળતા નથી, દેવુ માફ થતુ નથી. યુવા બેરોજગાર છે. તેમના સપના તૂટી રહ્યાં છે. કોઈ એન્જિનિયર બનવા માંગે છે, માતાપિતાએ રૂપિયા નાંખ્યા પણ તે મજૂરીકામ કરે છે. ગઈકાલે સાંજે રામ નામનો એક યુવક અમારી યાત્રામાં આવ્યો, મને ગળે વળગીને રડવા લાગ્યો. મેં પૂછ્યુ કેમ રડે છે. કહ્યું કે, કોરોના મારો આખો પરિવાર મરી ગયો. હું એકલો છું. હોસ્પિટલમાં મેં તબીબો સામે હાથ જોડ્યા, પણ તેઓએ મારા માતાપિતાને ન બચાવ્યા. મારા હાથમાં મારી માતાએ જીવ ગુમાવ્યો. હુ બેરોજગાર છું, મને રસ્તો દેખાતો નથી. આ યુવા એકલો નથી, આવા લાખો યુવા હિન્દુસ્તાનમાં છે. આદિવાસીઓની જમીન છીનવાઈ રહી છે. અમને પૂછ્યા વગર હટાવીને કોઈ અરબપતિ ઈન્ડસ્ટ્રિયાલિસ્ટને અમારી જમીન આપવામાં આવે છે. કોઈ વળતર મળતુ નથી. અમારી જમીન અમારી માતાને ઉદ્યોગપતિઓને હવાલે આપી દેવામાં આવી છે. તેથી તમે અનંત પટેલ માટે તાળી વગાડી, કારણ કે તે તમારા હક માટે લડી રહ્યાં છે. 

આદિવાસી સમાજ સાથે મારા પરિવારનો ઘનિષ્ઠ સંબંધ છે. હું નાનો હતો ત્યારે દાદી ઈન્દિરાજીએ મને એક પુસ્તક આપ્યુ હતું. મને આદિવાસીઓ વિશે માલૂમ ન હતું. પુસ્તક હિન્દુ એક આદિવાસી બાળક નામે હતું. દાદીએ મને સમજાવ્યું, આદિવાસીઓ હિન્દુસ્તાનના પહેલા અને અસલી માલિક છે. જો તારે હિન્દુસ્તાન સમજવુ હોય તો આદિવાસીઓને તેમના જીવનને તેમનો સંબંધ જળ-જમીન સાથે હોય છે તેને સમજો. આદિવાસી એટલે જેઓ સૌથી પહેલા અહી રહેતા હતા. આ દેશના પહેલા માલિક તમે છે. તમારી પાસેથી આ દેશ લેવાયો છે. બીજેપીના લોકો તમને આદિવાસી નહિ, પરંતુ વનવાસી કહે છે. તેઓ એમ કહે છે કે તમે જંગલમાં રહો છો. મતલબ કે તેઓ એવુ નથી ઈચ્છતા કે તમે શહેરમાં રહો અને તમારા સંતાનો એન્જિનિયર-ડોક્ટર બને. તેઓ ઈચ્છે છે કે તમે જંગલમાં રહો. બીજેપી તમારી પાસેથી જંગલ છીનવવાનું કામ કરે છે. જો આ કામ ચાલુ રહ્યું, તો આગામી 5-10 વર્ષમાં આખું જંગલ તેમના બે-ત્રણ ઉદ્યોગપતિઓના હાથમાં જશે. પછી તમારી પાસે રહેવાની જગ્યા નહિ હોય. 

આદિવાસી એટલે આ દેશ તમારો હતો, અને દેશમાં તમારે હક મળવો જોઈએ. તમારે સ્વાસ્થ્ય-શિક્ષણ મળવુ જોઈએ. વનવાસી એટલે જે તમારું છે, તે ઉદ્યોગપતિઓ આપી દેવાશે. તમે વનવાસી નહિ, પરંતુ આદિવાસી છો. આ દેશ તમારો છે, હતો અને રહેશે. આ દેશમાં તમારા જમીનની રક્ષા થશે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news