mahuva

નેસવડ નજીક ડીહાઈડ્રેશન પ્લાન્ટમાં વિકરાળ આગ, કરોડોના નુકશાનનો અંદાજ

ડીહાઈડ્રેશન પ્લાન્ટ (Dehydration Plant) માં લાગેલી આગના કારણે તૈયાર કરાયેલો એક્સપોર્ટ કરવાનો મોટો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો.

Jul 1, 2021, 03:02 PM IST

Bhavnagar: તૌકતે વાવાઝોડાના 42 દિવસ બાદ પણ અંધારપટ યથાવત, મોબાઇલ ચાર્જ કરવા જવું પડે છે દૂરના ગામો સુધી

મોબાઈલ, લેપટોપ કે ટેબલેટ ને ચાર્જ કરવા માટે લાઈટની જરૂર પડે છે. પરંતુ વીજ પુરવઠો બંધ હોવાથી મુશ્કેલી પડી રહી છે. વિદ્યાર્થીઓને મોબાઈલ વગેરે ચાર્જ કરવા દૂરના ગામો સુધી જવું પડે છે.

Jun 30, 2021, 12:13 PM IST

દક્ષિણમાં મેઘરાજાની તોફાની ઇનિંગ: 6 કલાકમાં મહુવામાં 4 તો બારડોલીમાં 6 ઇંચ વરસાદ

શહેર અને જિલ્લામાં રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીમાં બારડોલી-મહુવામાં 4, સુરત પલસાણા અને ચોર્યાસીમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ હતી. બારડોલીમાં ધોધમાર વરસાદનાં પગલે આશાપુરા માતા મંદિર વિસ્તારમાં પાણી ભરાયા હતા. જ્યારે સુરત શહેરના માનદરવાજા, સહારા દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. 

Jun 25, 2021, 06:05 PM IST

પ્રાકૃતિક ખેતી કરીને ૧૦ વીઘા જમીનમાં ૩૫૦ મણ કેરીનું ઉત્પાદન, જાણો ગૌમુત્ર અને ખાટી છાશનો કેવો છે કમાલ

પોતાની વાડીમાં રાજાપુરી, કેસર, તોતાપુરી, દાડમ, લંગડો, આમ્રપાલી જેવી વિવિધ પ્રકારની કેરીનું ઉત્પાદન લે છે, અને ગુણવત્તાયુક્ત કેરીની ખેતીમાં ગૌમૂત્ર આધારિત જવારણનો ઉપયોગ કરીને આવકમાં વૃદ્ધિ કરી છે. 

Jun 2, 2021, 03:26 PM IST

વાવાઝોડાએ ગુજરાતને ધમરોળ્યું, હવે સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે, અનેક જગ્યાએ વરસાદ, વૃક્ષો ધરાશાયી

ગુજરાત પર તોળાઇ રહેલા તૌકતે વાવાઝોડું રાજ્યની નજીક આવી રહ્યું છે. ત્યારે તૌકતે વાવાઝોડું દક્ષિણપૂર્વ દીવથી 70 કિમી. દૂર છે. જેને લઇને ગુજરાતના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે

May 17, 2021, 08:32 PM IST

Tauktae Cyclone શું પોતાની દિશા બદલશે? દીવથી આટલા કિમી દૂર, આ સમયે ગુજરાતમાં ટકરાશે

ભારતીય હવામાન ખાતા (Indian Meteorological Department) દ્વારા એકસ્ટ્રીમલી સિવિયર સાયક્લોન સ્ટ્રોમ તૌકતે (Tauktae Cyclone Storm) સંદર્ભે દર કલાકે બુલેટિન બહાર પાડવામાં આવી રહ્યું છે.

May 17, 2021, 02:14 PM IST

કચ્છમાં કરા સાથે વરસાદ, લોંગડી ગામમાં માછલીઓનો વરસાદ, શું છે કુદરતનો સંકેત?

સમગ્ર રાજ્યમાં લોકો આકરી ગરમી અને કોરોનાનો સામનો કરી રહ્યા છે. બહાર નિકળે તો કોરોના અને અંદર રહે તો ગરમી પરેશાન કરી રહી છે. તેવામાં કચ્છનાં ભચાઇના કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ભારે કુતુહલનું વાતાવરણ સર્જાયું છે. આ ઉપરાંત મહામારી વચ્ચે વરસાદનાં કારણે શરદી ઉધરનાં કિસ્સાઓ વધે તેવી શક્યતાઓને જોતા તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. ભચાઉમાં આખો દિવસ ઉકળાટ બાદ સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. 

Apr 16, 2021, 11:51 PM IST

તળાજા: બાઇક ચાલકને બચાવવા જતા ગાડી પલટી ગઇ, મહુવા કોર્ટનાં બેલીફનું મોત, વકીલ ઇજાગ્રસ્ત

  ભાવનગર-તળાજા રોડ પર પાંચપીપળા પાસે કાર પલટી મારી જતા મહુવા કોર્ટના બેલીફ તરીકે કાર્યરત અમિત મારુનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે વકીલને ઇજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. ભાવનગરથી મહુવા કોર્ટ જઇ રહ્યા હતા તે સમયે બાઇક ચાલકને બચાવવા જતા વકીલની ગાડી પલટી મારી ગઇ હતી. 

Jan 12, 2021, 05:40 PM IST

યુનો ડોંગરેજી મહારાજના નામે એકાદ નક્ષત્રને નામ આપે - મોરારીબાપુ

ડોંગરેજી મહારાજ વિશે જણાવતા બાપુએ કહ્યું કે બાપા વિશે શું કહેવું? ગામડાઓમાં થતી પાટલા પારાયણની કથાઓની સફળતા અને સાદગીથી દેશ અન દુનિયામાં પ્રચાર-પ્રસાર કરી કથાના મેદાનમાં લાવ્યાં એ સત્યને ઠુકરાવી ન શકાય. 50-55 વર્ષ પહેલાંના અનુભવ કહેતા બાપુએ જણાવ્યું કે ત્રણ કથાઓ થઇ મહુવામાં અને એ કથા કહેતા હુ શ્રોતા બની એની નોંધ-નોટ કરતો. પ્રિન્સિપાલ મહેતા સાહેબ પણ નિયમિત સાંભળવા આવતાં હતા.

Dec 7, 2020, 05:15 PM IST
Cancellation Of Hanuman Jayanti Program In Talgajarda Of Mahuva PT3M50S

મહુવાના તલગાજરડામાં થતો હનુમાન જયંતિ કાર્યક્રમ રદ

મહુવાના તલગાજરડા ખાતે હનુમાન જયંતિ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. કોરોના વાઇરસની હાલની સ્થિતિને લઈ કાર્યક્રમ રદ કરાયો છે. ચિત્રકૂટ ધામ ખાતે દર વર્ષે હનુમાન જયંતી ઉત્સવ યોજાય છે. છેલ્લા 38 વર્ષથી હનુમાન જન્મોત્સવનું આયોજન થાય છે. આગામી 5થી 8 એપ્રિલના કાર્યક્રમ યોજવાનો હતો.

Mar 18, 2020, 06:25 PM IST
Janta Raid In Mahuva Of Surat, People Caught Tempo Filling The Grain PT3M55S

સુરતના મહુવામાં જનતા રેડ, લોકોએ અનાજ ભરીને જતા ટેમ્પો પકડ્યો

વાત કરીએ સરકારી અનાજ સગેવગે કરવાના કોભાંડની... મહુવાના વાંસકુઈ ગામે જનતાએ રેડ કરી સસ્તાભાવની દુકાનમાંથી અનાજનો ટેમ્પો ભરી સરકારી અનાજ સગેવગે કરે એ પહેલા જનતાએ રંગેહાથે ઝડપી પાડી મહુવા મામલતદારને જાણ કરતા અધિકારી ઘટના સ્થળે પોહચી વધુ તપાસ કરી રહ્યા છે.

Jan 28, 2020, 08:20 PM IST
Gujarat Yatra Arrived At Mahuva Watch Video PT14M56S

Gujarat Yatra: મહુવાના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...

કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે મહુવા ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....

Jan 24, 2020, 08:50 PM IST

Photos : ગુજરાતના આ શહેરમાં વેચાઈ રહી છે માત્ર 14 રૂપિયા કિલોના ભાવે ડુંગળી

હાલના સમયમાં ડુંગળીના ભાવ (Onion Price) આસમાને છે. રાજ્ય અને દેશભરમાં ગરીબોની કસ્તુરી એવી ડુંગળી 80 થી 100 રૂપિયે કિલો વેચાઈ રહી છે. આ ડુંગળીએ સામાન્ય પરિવારથી લઇ ગરીબ પરિવારની ગૃહિણીઓનું બજેટ વિખેરી નાંખ્યું છે. ત્યારે ભાવનગર (Bhavnagar) ના મહુવામાં ઉપલબ્ધ કિબલ ડુંગળી માત્ર 14 રૂપિયે કિલોના ભાવે આજે પણ ઉપલબ્ધ છે. ડિહાઈડ્રેટ (Dehydrated Onion) કરેલી આ ડુંગળી માત્ર ૩ મિનીટમાં ફરી ભોજન માટે તૈયાર થઇ જાય છે. હાલ આ ડુંગળી રસોઈ માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. 

Dec 12, 2019, 02:35 PM IST
Lowest Temperature Of Winter In Naliya PT4M36S

Weather Today: કડકડતી ઠંડી: રાજ્યમાં ઠંડીનો ચમકારો, નલિયા ઠંડુગાર

Weather Today: રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં ઠંડીનું સૌથી નીચું 10.6 ડિગ્રી તાપમાન નલિયામાં છે. જ્યારે અન્ય શહેરોમાં ડીસા 12.6 ડિગ્રી, ગાંધીનગર 13.8 ડિગ્રી, રાજકોટ 14.7 ડિગ્રી, અમદાવાદ 15.0 ડિગ્રી, પોરબંદર 18.6 ડિગ્રી, સુરેન્દ્રનગર 14.9 ડિગ્રી, મહુવા 17.5, ભૂજ 14.4 ડિગ્રી અને વડોદરામાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Dec 12, 2019, 10:45 AM IST

ભાવનગર: તળાજા નજીક બંધ પડેલા ખટારામાં બાઇક ઘુસી જતા 2નાં ઘટના સ્થળે મોત

ભાવનગર જીલ્લાનાં તળાજા - મહુવા નેશનલ હાઇવે પર ઉભી ટ્રકમાં બાઇક ઘુસી જતા ત્રિપલ સવારીમાં જઇ રહેલા 3 યુવકો પૈકી 2નાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા

Dec 10, 2019, 11:13 PM IST

રાજસ્થાની પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી પત્નીએ પતિને શાર્પ શૂટર્સ બોલાવી મારી નાંખ્યો

મહુવાના આંગલધરા ગામે ચકચારી હત્યાકાંડમાં સંજય દેસાઈ નામના ક્ષત્રિય યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડનો કોયડો ઉકેલવો સુરત જિલ્લા પોલીસ માટે પડકારસમાન બન્યો હતો. પરંતુ પોલીસની ઝીણવટભરી તપાસમાં હત્યાકાંડની જે વિગત બહાર આવી એ ચોંકાવનારી હતી. કેમ કે પતિની હત્યા શાતિર પત્નીએ કરી હતી. રાજસ્થાની પ્રેમી સાથેના અનૈતિક સંબંધ પતિ જાણી જતા પત્નીએ રાજસ્થાની શુટર્સ બોલાવીને સોપારી આપી હતી અને પતિની ઘાતકી હત્યા કરાવી હતી. 

Jul 15, 2019, 04:04 PM IST

કોંગ્રેસની સરકાર બનશે તો દેવાદાર ખેડૂતોએ જેલમાં નહિ જવું પડે: રાહુલ ગાંધી

કોંગ્રેસના અધ્યક્ષ રાહુલગાંધી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે અમરેલી રાજુલા હાઇવે પાસે આવેલા આસરાણા ખાતે પહોંચ્યા હતા. કોંગ્રેસના રાહુલ ગાંધીએ કહ્યું કે, કાર્યક્રમ માં આવતા મોડું થયું છે તેથી તમામ લોકોની હું માફી માંગુ છું. મોદી સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે. મોદી સરકારના રાજમાં દરરોજ અમે સાંભળી કોઈ એક મોટા ઉદ્યોગપતિનું દેવું માફ થાય છે. ગરીબોને પૈસા આપવા બાબતે કહ્યું કે, 20% ગરીબોના ખાતામાં રૂપિયા આપવા માંગુ છું. 

Apr 15, 2019, 06:01 PM IST
Loksabha Election 2019 Rahul Gandhi Address People In Mahuva PT1M50S

લોકસભા ચૂંટણી 2019 રાહુલ ગાંધીનું મહુવામાં સભાને સંબોધન, જુઓ વીડિયો

ભાવનગરના વીજપડીની રેલીમાં રાહુલ ગાંધીનો હુંકાર સત્તામાં આવતાની સાથે જ ઐતિહાસિક ન્યાય યોજના લાગુ કરીશું અને દરેક પરિવારના ખાતામાં દર મહિને 6 હજાર રૂપિયા જમા થઈ જશે

Apr 15, 2019, 05:45 PM IST
Rs 5 Lac roberry in Mahuva PT1M4S

મહુવામાં 5 લાખ 40 હજારની લૂંટ

Rs 5 Lac roberry in Mahuva

Feb 11, 2019, 11:30 PM IST

દેહ વ્યાપાર કરતી મહિલાઓ માટે મોરારિ બાપુએ કરી હતી કથા, એકઠુ થયું કરોડોનું ફંડ

થોડા સમય પહેલાં થયેલ અયોધ્યામાં મોરારિબાપુ દ્વારા માનસ ગનિકા નામની કથાનું આયોજન કરવામાં હતું. જેમાં વિવિધ વિસ્તારની સેક્સ વર્કર બહેનોના ઉથાન માટે સાત કરોડ જેવું ફંડ એકત્રિત થયું હતું. જે ને આજે મહુવાના તલગાજરડા ખાતે મોરારિબાપુ હસ્તે એનજીઓ સંસ્થાઓને આ એકત્રિત થયેલ ફંડનું વિતરણ કરાયું હતું. 

Jan 16, 2019, 09:02 PM IST