રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ રસ્તા પર ; ગુજરાતમાં ધરણા કરતા અનેક નેતાઓની અટકાયત કરાઈ
Congress Protest: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં ગુજરાતમાં સંકલ્પ સત્યાગ્રહ.. વિરોધ કરી રહેલા કોંગ્રેસ નેતાઓની અટકાયત.. અમદાવાદ, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં પ્રદર્શન..
Trending Photos
Gujarat Congress Protest : રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ થવા અંગે કોંગ્રેસનું દેશભરમાં આંદોલન ચાલી રહ્યું છે. કેન્દ્ર તથા રાજ્ય કક્ષાએ કોંગ્રેસનું સંકલ્પ સત્યાગ્રહ આંદોલન ચાલી રહ્યું છે. કોંગ્રેસનાં પ્રદર્શન પહેલાં રાજઘાટ પર કલમ 144 લાગુ કરાઈ છે. તેથી દિલ્હીમાં રાજઘાટના બદલે ગાંધી દર્શન સ્મારક ખાતે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જઘાટ પર સત્યાગ્રહ આંદોલનની પરવાનગી ન મળી હતી. ગાંધી સ્મારક ખાતે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી, કે.સી.વેણુગોપાલ સહિતના કાર્યકરો જોડાયા હતા. તો બીજી તરફ, રાજ્યમાં જિલ્લા કક્ષાએ કોંગ્રેસ હેડક્વાર્ટર તથા વિવિધ શહેરોમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો.
રાહુલ ગાંધીની સદસ્યતા રદ થવા અંગે ગુજરાત કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો. અમદાવાદમાં કોંગ્રેસનું સંકલ્પ સત્યાગ્રહ કરાયું હતું. સરદાર બાગ ધરણાં અને વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ ધરણાંના કાર્યક્રમને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો વિરોધ પ્રદર્શન કરતા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરાઈ હતી. અમિત ચાવડા, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના કોંગ્રેસના નેતાઓ ધરણાં કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.
રાજકોટ રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થવાનો મુદ્દે કોંગ્રેસ દ્વારા જુબેલી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કરાયું. ગાંધીજીના પૂતળાં ખાતે ડર મત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જોકે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધીના સમર્થનમાં દેશભરમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન, જુઓ પ્રિયંકા ગાંધીએ શું કહ્યું?
- અમદાવાદમાં અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓ જોડાયા...
- વડોદરામાં પણ વિરોધ પ્રદર્શન#Rahulgandhi #Congress #protest #Gujarat #ZEE24Kalak pic.twitter.com/f4wmuanEqC
— Zee 24 Kalak (@Zee24Kalak) March 26, 2023
તો વડોદરામાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરોએ ધરણાંનું આયોજન કર્યુ હતું. ગાંધીનગર ગૃહ ખાતે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. જેમા પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ધરણાં પર બેસેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હતી. લગભગ 25થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરાઈ હતી. VMC માં વિપક્ષના નેતા અમી રાવતની અને VMCમાં વિપક્ષના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની પણ અટકાયત કરાઈ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે