ટેક્નોલોજીના જમાનામાં સાયબર ક્રાઈમના ગુનાઓથી મહિલાઓએ કેવી બચવું? નિષ્ણાંતોએ આપી માહિતી

છેલ્લા અમુક વર્ષોથી મહિલાઓ સાઈબર સંબંધીત ગુન્હાઓમાં ભોગ બની રહી છે અને આ ગુન્હાઓ દીનપ્રતિદિન વધી રહયા છે. સરકાર દ્રારા આ પ્રકારના ગુન્હાઓ પર અંકુશ મેળવવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે.

ટેક્નોલોજીના જમાનામાં સાયબર ક્રાઈમના ગુનાઓથી મહિલાઓએ કેવી બચવું? નિષ્ણાંતોએ આપી માહિતી

અમદાવાદ: છેલ્લા અમુક વર્ષોથી મહિલાઓ સાઈબર સંબંધીત ગુન્હાઓમાં ભોગ બની રહી છે અને આ ગુન્હાઓ દીનપ્રતિદિન વધી રહયા છે. સરકાર દ્રારા આ પ્રકારના ગુન્હાઓ પર અંકુશ મેળવવાના અથાગ પ્રયત્નો કરવામાં આવી રહયા છે. તેમછતા પણ ગુનેગારો અવિરત રીતે નીરંકુશ બની અલગ અલગ પ્રકારે ગુન્હાઓ આચરી રહયા છે.  

આ પ્રકારના ગુન્હાઓ અટકવવામાં રાષ્ટ્રીય કમીશન ફોર વુમન અગ્રગણ્ય સંસ્થા તરીકે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા મહિલાઓને આવા સાયબરથી બનતા ગુનાઓથી બચવા '' સાઇબર ક્રાઇમ અગેન્ટ્સ વુમન '' ના વિષય પર અને અન્ય બાબતો પર પ્રથમ રીજીયોનલ ચર્ચા અને પરામર્શનુ આયોજન કરવામાં આવ્યું હતું.જેમા મહિલાઓ સામેના સાઈબર ગન્હાઓના અન્ય નિષ્ણાંતોની પસંદગી કરવામાં આવેલ હતું.

ડો દેબારતી હલદરને મુખ્ય વકતા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડો. દેબારતી હલદર હાલમાં યુનાઈટેડ વર્લ્ડ સ્કુલ ઓફ લોમો પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહયા છે. ડો દેબારતી હલદર દ્રારા મહિલાઓ સામે થતા સાઈબર ગુન્હાઓ અંગે પુસ્તક લખ્યું છે.

ડો. દેબારતી હલદર સાઈબર ગુન્હાઓના ભોગ બનેલી મહિલાનો ઉત્કર્ષ માટેના સેન્ટરના સ્થાપક પણ છે. વેબસાઈટ પર સાઈબર પોર્ન તેમજ મહિલાઓની છેડતી તથા અશ્લીલ સાહિત્ય માટે માટે જે તે વેબસાઈટ જ જવાબદાર હોય છે. જે તેમણે આવી સામગ્રી હટાવવી જ જોઈએ. આ સિધ્ધાંત સાથે એન.જી.ઓ સાથ ડો. દેબારતી હલદર કાર્યરત છે.

ડો દેબારતી હલદર ર૦૧૭માં મહિલાઓ તેમજ છોકરીઓ સાથે થતા આવા સાઈબર ગુન્હાઓ અને બદલાની ભાવના સાથે થતા પોર્ન ગુન્હાઓ વિષે ભારતમાં અવાજ બુલંદ કરનાર પ્રથમ પ્રોફેસર હતા. તેમજ તેમણે આ પ્રકારના ગુન્હાઓ પર અંકુશ રાખવા માટે મોડલો રજુ કરેલ તેમણે ભારત સરકારના મીનીસ્ટ્રી ફોર વુમન એન્ડ ચાઈલ્ડમાં પણ તેમણે મોડલો રજુ કર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news