Gujarat Corona Case: ગુજરાતમાં કાતિલ કોરોનાએ લીધો એકનો લીધો જીવ, આજના પોઝિટીવ કેસ જાણી વળશે પરસેવો!
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો હાલ એક્ટીવ કેસની સંખ્યા 2142 પર પહોંચ્યો છે, જ્યારે વેન્ટીલેટર પર 11 છે અને 2131ની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1270909 લોકો ડીસ્ચાર્જ થયા છે, જ્યારે 11057 લોકોના મોત થયા છે.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર: ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના કેસ દિવસેને દિવસે વધી રહ્યાં છે. આજે ગુજરાતમાં કોરોનાના 327 કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. જ્યારે અમદાવાદમાં કોરોનાના નવા 98 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાનો દર 98.97 ટકા પર પહોંચ્યો છે.
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત જાણીએ તો હાલ એક્ટીવ કેસની સંખ્યા 2142 પર પહોંચ્યો છે, જ્યારે વેન્ટીલેટર પર 11 છે અને 2131ની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં અત્યાર સુધી 1270909 લોકો ડીસ્ચાર્જ થયા છે, જ્યારે 11057 લોકોના મોત થયા છે.
રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 95 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા 32, સુરત કોર્પોરેશન 29, વડોદરા કોર્પોરેશન 28, મહેસાણા 24, રાજકોટ 13, મોરબી 12, વલસાડ 12, સુરત 8, પાટણ 7, આણંદ 6, ગાંધીનગર કોર્પોરેશન 6, સાબરકાંઠા 6, સુરેન્દ્રનગર 5, અમરેલી 4, ભરૂચ 4, ભાવનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 4, અમદાવાદ 3, બનાસકાંઠા 3, ગાંધીનગર 3, જામનગર 3, જામનગર કોર્પોરેશન 3, નવસારી 3, કચ્છ 2, પંચમહાલ 2, પોરબંદર 2, પોરબંદર 2, અરવલ્લી 1, ગીર સોમનાથ 1, મહીસાગર 1, તાપી 1 એમ કુલ 327 કેસ નોંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે