કોરોના કેસને કન્ટ્રોલ કરવા IIM અમદાવાદ કેમ્પસમાં પ્રવેશ માટે મૂકાયા નિયમો

અમદાવાદનું આઈઆઈએમ કેમ્પસ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. અત્યાર સુધી કેમ્પસમાં 191 જેટલા કેસ નોંધાયા છે. IIM અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. IIM અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને અટકાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનુ ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. 
કોરોના કેસને કન્ટ્રોલ કરવા IIM અમદાવાદ કેમ્પસમાં પ્રવેશ માટે મૂકાયા નિયમો

અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદનું આઈઆઈએમ કેમ્પસ કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. અત્યાર સુધી કેમ્પસમાં 191 જેટલા કેસ નોંધાયા છે. IIM અમદાવાદમાં કોરોના વિસ્ફોટ થતાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. IIM અમદાવાદમાં વધી રહેલા કોરોનાના કેસોને અટકાવવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે, જેનુ ચુસ્તપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે. 

અત્યાર સુધીમાં IIM અમદાવાદ કેમ્પસમાં 191 થી વધુ વિદ્યાર્થીઓ, કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. તો છેલ્લા 20 દિવસમાં 80 જેટલા લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. તેથી જ વધતા જતા સંક્રમણને અટકાવવા માટે કેમ્પસમાં ચુસ્ત નિયમો લાદવામાં આવ્યા છે. IIM કેમ્પસમાં આવતા તમામ લોકોએ કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્ત અમલ કરવું પડશે. જો કોઈ વ્યક્તિ માસ્ક વગર હશે તો તેની પાસેથી 1 હજારનો દંડ લેવામાં આવશે. સાથે ટેમ્પરેચર ચેક કર્યા બાદ સેનેટાઈઝરથી હાથ સાફ કર્યા બાદ જ લોકોને કેમ્પસમાં પ્રવેશ અપાશે. 

  • વિઝીટરના પ્રવેશ પર IIM કેમ્પસમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો
  • અન્ય શહેર કે રાજ્યમાંથી કેમ્પસમાં પરત ફરતા વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે RTPCR રિપોર્ટ ફરજીયાત કરી દેવાયો
  • IIM કેમ્પસમાં પ્રવેશતા તમામ લોકોના ટેમ્પરેચર ચેક કરાશે
  • કેમ્પસમાં આવનાર લોકોને સેનેટાઈઝરથી હાથ સાફ કરાવ્યા બાદ જ પ્રવેશ અપાઈ રહ્યો છે

આ પણ વાંચો : લવ-જેહાદ બિલ રજૂ કરતા ગૃહરાજ્યમંત્રી બોલ્યા, ‘મારી જિંદગીનું મોટામાં મોટું કામ થયું હોવાનું મને આજે લાગ્યું’

ક્રિકેટ મેચ જોઈને આવેલા 5 વિદ્યાર્થીઓને કારણે કેમ્પસમાં કોરોના ફેલાયો 
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 12 માર્ચે મેચ જોઈને આવેલા IIM અમદાવાદના વિદ્યાર્થીઓ સુપર સ્પ્રેડર સાબિત થયા છે. મેચ જોયા બાદ કોરોનાથી સંક્રમિત થયેલા IIMના પાંચ વિદ્યાર્થીઓએ કોરોના થયાની વાત છુપાવી હતી. મેચ જોવા ગયેલા છ પૈકી પાંચ વિદ્યાર્થી કોરોના સંક્રમિત હોવા છતાં પરીક્ષા આપી હતી. સંક્રમિત વિદ્યાર્થીઓએ IIM અમદાવાદની જગ્યાએ પોતાના ઘરનું એડ્રેસ લખાવ્યુ હતું. પાંચ વિદ્યાર્થીઓની બેદરકારીના કારણે IIM અમદાવાદ કોરોના હોટસ્પોટ બન્યું છે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ, ફેકલ્ટી તેમજ અન્ય સ્ટાફ સહિત કુલ 191 લોકો કોરોનાના શિકાર (corona case) થયા છે. આ 191 લોકોમાં 86 વિદ્યાર્થી, 4 ફેકલ્ટી, 60 સ્ટાફના સભ્યો તેમજ 41 અન્ય લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. IIM અમદાવાદમાં હજુ પણ 54 જેટલા લોકો કોરોનાગ્રસ્ત છે. અત્યાર સુધીમાં 137 લોકો રિકવર થઈ ચૂક્યા છે. છેલ્લા 20 દિવસમાં માત્ર IIM અમદાવાદ કેમ્પસમાંથી જ 70 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. 12 માર્ચ બાદથી IIM અમદાવાદમાં કોરોનાએ શરૂ કરેલી સફર હજુ સુધી યથાવત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news