જલ્દી જ ભારતમાં આવશે બાળકો માટે કોરોના વેક્સીન, ઝાયડસ કેડિલાના મહત્વના અપડેટ

જલ્દી જ ભારતમાં આવશે બાળકો માટે કોરોના વેક્સીન, ઝાયડસ કેડિલાના મહત્વના અપડેટ
  • ઝાયડસ કેડિલા વેક્સીનની 12 થી 18 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ પૂરી થઈ
  • ભારત બાયોટેકની બાળકોની વેક્સીનની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ 

ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં કોરોનાની પરિસ્થિતિને લઈને વેક્સીન પોલિસી વિશે કહ્યું કે, 12 થી 18 વર્ષના બાળકો માટે ઝાયડસ કેડિલા (Zydus Cadila) ની કોરોના વેક્સીનને જલ્દી જ મંજૂરી આપી દેવાશે. ઝાયડસ કેડિલા વેક્સીનની 12 થી 18 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ (Clinical Trial) પૂરી થઈ ગઈ છે. ટૂંક સમયમાં જલ્દી જ વેક્સીન 12 થી 18 વર્ષના બાળકો માટે ઉપલબ્ધ બની જશે. 

ભારત બાયોટેકના વેક્સીનની પણ ટ્રાયલ શરૂ 
તો બીજી તરફ, ભારત બાયોટેકની કોરોના વેક્સીન કોવેક્સીનની 2 થી 18 વર્ષના બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે અરજીમાં કહ્યુ કે, દેશના અંદાજે 54 ટકા લોકો પ્રાઈવેટ હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવે છ. 45 ટકા જનતા સરકારી હોસ્પિટલમાં સારવાર કરાવે છે. ઈતિહાસમાં સૌથી મોટું રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. વેક્સિનેશન (vaccination)  અભિયાન દેશના રિમોટ એરિયામા પણ પહોંચી ગયું છે. કેન્દ્રએ વેક્સીન નીતિ પર 375 પાનાની એફિડેવિટ દાખલ કરી છે. જેમાં કેન્દ્રએ કહ્યુ કે, 18 વર્ષથી વધુ ઉંમરના લોકોના વેક્સિનેશન માટે 186.6 કરોડ વેક્સીનની આવશ્યકતા છે. જે લગભગ 93-94 કરોડ છે. 25 જૂન સુધી દેશભરમાં 31 કરોડ વેક્સીન ડોઝ લગાવાયા છે.  

બીજી લહેરમાં બાળકો માટે સરકારે શું કર્યું 
કોરોનાની બીજી લહેરમાં બાળકોના સંક્રમણના ખતરાને લઈને કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ વેક્સીનેશનની કામગીરી અને બાળકોની વેક્સીનની લઈને સવાલો કર્યા હતા. કેન્દ્ર સરકારે બાળકોની વેક્સીન જલ્દી જ આવશે તેવુ કહ્યુ છે. સાથે જ કહ્યું કે, દેશમાં એઈમ્સ સહિત અનેક જગ્યાઓ પર બાળકોની વેક્સીનની ટ્રાયલ ચાલી રહી છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news