Coronaના ચેપના ડરથી ફફડી રહ્યા છે વડોદરાવાસીઓ, આ તસવીર છે પુરાવો

દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 69 થયા છે.

Coronaના ચેપના ડરથી ફફડી રહ્યા છે વડોદરાવાસીઓ, આ તસવીર છે પુરાવો

રવિ અગ્રવાલ, વડોદરા : કોરોનાના વાયરસે ગુજરાતના અન્ય શહેરોની જેમ વડોદરાને પણ પોતાના ભરડામાં લીધું છે. લોકોમાં પણ કોરોના વાયરસનો ભય પ્રવર્તી રહ્યો છે. આ સંજોગોમાં વડોદરાના કોર્પોરેશનના અર્બન હેલ્થ સેન્ટરમાં તબિયતની તપાસ કરાવવા માગતા લોકોની લાંબી લાઈન લાગી છે. અહીં લોકો શરદી, ખાંસી કે તાવ જેવા લક્ષણો દેખાતા તરત ચેકઅપ કરાવવા માટે આવી રહ્યા છે. 

અર્બન  હેલ્થ સેન્ટરમાં રોજ 100થી 150 લોકો તપાસ માટે આવી રહ્યા છે. તેમની લાઈન બનાવતી વખતે એક મીટરનું અંતર રાખવાના તેમજ સેનેટાઈઝરથી હાથ ધોવડાવીને જ પ્રવેશ આપવાના નિયમોનું બરાબર પાલન કરવામાં આવી રહ્યું છે. 

દેશભરમાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ભાવનગરમાં નવા પાંચ કેસ નોંધાતાની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસ 69 થયા છે. આ સિવાય ભાવનગરમાં એક વ્યક્તિનું મૃત્યુ થતા રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 6ના મોત નીપજ્યાં છે. હાલમાં રાજ્યમાં કોરોનાના સૌથી વધુ 23 કેસ અમદાવાદમાં નોંધાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news