Ahmedabad: કોરોનાથી સાજા થયેલા અનેક દર્દીઓ હવે આ બીમારીથી પરેશાન, ડોક્ટરે આપી ખાસ સલાહ

કોરોના થયા બાદ અનેક દર્દીઓ એવા હતા જેને આઈસીયૂ કે વેન્ટિલેટર પર સારવાર લેવાની ફરજ પડી હતી. હવે આવા દર્દીઓમાં જુદી-જુદી બીમારીઓ જોવા મળી રહી છે.
 

Ahmedabad: કોરોનાથી સાજા થયેલા અનેક દર્દીઓ હવે આ બીમારીથી પરેશાન, ડોક્ટરે આપી ખાસ સલાહ

અતુલ તિવારી, અમદાવાદઃ રાજ્યભરમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કોરોનાના સંકટના સમયમાં લોકોની સેવા કરનાર તબીબી આલમમાં હાલ રાહત જોવા મળી રહી છે. મહત્વનું છે કે રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા પણ હવે નહિવત છે. પરંતુ કોરોનાથી સાજા થયા બાદ અન્ય કેટલીક બીમારીઓથી દર્દીઓ પરેશાન છે. 

કોરોના થયા બાદ અનેક દર્દીઓ એવા હતા જેને આઈસીયૂ કે વેન્ટિલેટર પર સારવાર લેવાની ફરજ પડી હતી. હવે આવા દર્દીઓમાં જુદી-જુદી બીમારીઓ જોવા મળી રહી છે. અનેક બીમારીઓમાં ગેંગરીનની અસરથી અનેક દર્દીઓ પરેશાન છે. ગેંગરીન એટલે શરીરના કોઈ અંગમાં લોહીનું ભ્રમણ બંધ થાય એટલે થતી અસર એટલે કે શરીરનો ડેડ પાર્ટ. અનેક લોકોની કિડની, આંતરડા, પેટ અને હાથ-પગ જેવા શરીરના કોઈપણ અંગ પર ગેંગરીનની અસર જોવા મળી રહી છે. 

ગેંગરીન થવા પાછળનું મૂળ કારણ જોઈએ તો કોરોના થયા બાદ અનેક લોકોમાં બ્લડમાં ક્લોટીંગ થતું જોવા મળે છે. જેના પરિણામે દર્દીઓ ગેંગરીનનો શિકાર બની રહ્યાં છે. ગેંગરીનથી બચવા અંગે વાત કરતા સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગએ જણાવ્યું કે કોરોનાથી સજા થયા હોય એવા દર્દીઓએ સમયાંતરે ડી ડાયમરનો રિપોર્ટ કરાવવો ખૂબ જરૂરી છે.

સજા થયા બાદ જે દવા ચાલતી હોય એ દવા અંગે ઓન ડોકટર સાથે કેટલાક સમય સુધી સલાહ લઈને તેનો ઉપયોગ કરવો જોઈએ. હાલ ગેંગરીનની સમસ્યા આંતરડામાં થતી હોય એવા દર્દીઓ સામે આવી રહ્યા છે, જેના કારણ અંગે વાત કરીએ તો લોહીના ભ્રમણમાં ક્લોટીંગ થવાથી સમસ્યા ઉભી થાય છે. 

કોરોનાથી સાજા થયા હોય અને સારવાર વખતે વેન્ટીલેટર અને ICUમાં સારવાર લેવી પડી હોય એવા દર્દીઓએ ખાસ ચેતવું જોઈએ અને એક વર્ષ સુધી લોહીના રિપોર્ટ સમયાંતરે કરાવીને તમામ ચકાસણીઓ કરી લેવી જોઈએ. જેથી કોઈ શારીરિક સમસ્યા અચાનક ઉભી ના થાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news