Gujarat Election 2022: ઓછા મતદાનને લઈને સી.આર.પાટીલનું મોટું નિવેદન, શું ભાજપને ફાયદો થશે?

Gujarat Election 2022: છોટા ઉદેપુર ભાજપ જિલ્લા કાર્યાલયની અચાનક મુલાકાતે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૌ મતદારોનો આભાર માનું છું. પીએમ મોદી પ્રત્યે તેમનો વિશ્વાસ અને ભાવ આ મતદાનમાં દેખાયો છે.

Gujarat Election 2022: ઓછા મતદાનને લઈને સી.આર.પાટીલનું મોટું નિવેદન, શું ભાજપને ફાયદો થશે?

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પરંતુ હાલ પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનને લઈ તમામ રાજકીય પક્ષોની ચિંતા વધી છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિગતવાર માહિતી આપી હતી.

છોટા ઉદેપુર ભાજપ જિલ્લા કાર્યાલયની અચાનક મુલાકાતે આવેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતના સૌ મતદારોનો આભાર માનું છું. પીએમ મોદી પ્રત્યે તેમનો વિશ્વાસ અને ભાવ આ મતદાનમાં દેખાયો છે. કાર્યકરોએ પણ શાંતિ પૂર્ણ મતદાનમાં સહયોગ આપ્યો છે. કાર્યકરોનો પણ આભાર માનું છું. પીએમ મોદીએ અલગ અલગ વિસ્તારમાં પ્રચારની કમાન સંભાળી. લોકોની અપેક્ષા પર ફક્ત પીએમ મોદી જ ખરા ઉતરી શકે. તેમનો પણ આભાર અને કેન્દ્રિય ગૃહમંત્રીના સતત માર્ગ દર્શન બદલ આભાર માનું છું. 

સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, 1.51 કરોડ મત આ વખતે પડ્યા છે, જે ગત વખત કરતા 10 લાખ વધારે છે. મતદારો વધ્યા હોવાથી મતદાનની ટકાવારી ઘટી પણ મત વધ્યા છે. પેજ સમિતિના સભ્યોનું કામ ભાજપ તરફી મતદાન કરાવવાનું છે અને એ તેમણે કરાવ્યું છે. હું પ્રચાર દરમિયાન અલગ અલગ વિધાનસભા બેઠકોના પ્રવાસે હતો. કેટલીક જગ્યાએ કાર્યકરો દુઃખી હતા, તેમની વાત સાંભળવા ગયો હતો. આજે પણ 15 વિધાનસભા બેઠકોની મુલાકાત લીધી છે.

કોંગ્રેસના ફોર્મ્યુલા પર સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દરેક પક્ષની અલગ રણનીતિ હોય છે. એ લોકોએ કયા વર્ષની ચૂંટણી માટે આ ફોર્મ્યુલા નક્કી કરી એ કીધું નથી. વર્ષ 2022ની આ ચૂંટણી માટે ભાજપ સિવાય કોઈ પક્ષે આ માટે મહેનત કરવાની જરૂર નથી. સ્થાનિક સ્વરાજમાં પણ કેટલાક લોકો પક્ષની સામે ગયા હતા. તેઓ જીત્યા તો પણ પક્ષમાં તેમને પાછા લીધા નથી. આ વખતે જે લોકો સામે ગયા તેઓ જીતવાના નથી. એમને પાછા લેવાનો કોઈ સવાલ નથી. પક્ષમાં શિસ્ત જ સર્વોપરી છે અને પક્ષમાં રહેલા કાર્યકરો શિસ્તમાં જ કામ કરે છે. 

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ચૂંટણી વચ્ચે આંકડો કહેવો યોગ્ય નથી. ભાજપ આ ચૂંટણીમાં રેકોર્ડ સર્જશે. સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ થશે. સૌથી વધુ લીડથી જીતવાનો રેકોર્ડ થશે. સૌથી વધુ વોટ શેર સાથે ભાજપ જીતશે. 2017 કરતાં કુલ મત વધારે પડ્યાં છે, આદિવાસી વિસ્તારમાં 10 લાખ વોટ વધુ પડ્યા, અમારી જીત પાક્કી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news