બીકાનેર પોલીસને સલામ, ગરીબની દીકરીના 'મામા' બની મામેરું ભર્યુ, વિદાય કરી

બીકાનેર પોલીસકર્મીઓ સામાજિક જવાબદારી નીભાવતા જોવા મળ્યાં. મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે મામાની ફરજ નીભાવતા ગરીબની પુત્રીનું મામેરું ભરીને મિસાલ રજુ કરી. આ અવસરે પોલીસ સ્ટેશન ઈનચાર્જ સહિત સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. બધાએ મળીને દીકરીને આશીર્વાદ આપ્યાં. 

બીકાનેર પોલીસને સલામ, ગરીબની દીકરીના 'મામા' બની મામેરું ભર્યુ, વિદાય કરી

બીકાનેર: સામાન્ય રીતે લોકોને પોલીસ (Police) માટે ખોટી ધારણાઓ બંધાઈ જતી હોય છે. પરંતુ બીકાનેર પોલીસે (Bikaner Police) કઈંક એવું કર્યું કે ચારેબાજુ પોલીસની વાહવાહ થઈ રહી છે. બીકાનેર પોલીસકર્મીઓ સામાજિક જવાબદારી નીભાવતા જોવા મળ્યાં. મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે મામાની ફરજ નીભાવતા ગરીબની પુત્રીનું મામેરું ભરીને મિસાલ રજુ કરી. આ અવસરે પોલીસ સ્ટેશન ઈનચાર્જ સહિત સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો. બધાએ મળીને દીકરીને આશીર્વાદ આપ્યાં. 

વાત જાણે એમ હતી કે પવનપુરી સાઉથ કોલોનીમાં રહેતા પુનુ  દેવી ખુબ ગરીબ છે. ઘર ખર્ચ ચલાવવા માટે પુનુ દેવી કોન્ટ્રાક્ટ પર ભોજન બનાવવાનું કામ કરે છે. પુનુ દેવીની પુત્રી લગ્ન લાયક થઈ ગઈ તો તેમને તેના લગ્નની ચિંતા થવા લાગી. પુત્રીના લગ્ન કરવા માટે ગરીબ પુનુ દેવી પાસે રૂપિયા નહતાં. એટલે આ મુશ્કેલ સમયે તેમની મદદે પોલીસ આવી. 

સામાન્ય રીતે જોઈએ છીએ  કે છોકરીના લગ્નમાં મામેરું મામાના ત્યાંથી આવે છે. બીકાનેરમાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે મામાની ફરજ નીભાવતા એક ગરીબની દીકરીનું મામેરું ભરીને સામાજિક સંદેશ આપ્યો. 

જુઓ LIVE TV

એક લાખ 50 હજાર રૂપિયા કેશ આપ્યા
પુનુ દેવીની પુત્રીના લગ્નમાં પોલીસ સ્ટેશન ઈનચાર્જ મનોજ માચરાએ સ્ટાફના આપસી સહયોગથી નક્કી કર્યું કે સમગ્ર સ્ટાફે પોતાની યથાશક્તિ મુજબ પુનુ દેવીને મદદ કરવી. બધાએ મદદ કરતા સમગ્ર સ્ટાફ તરફથી મામેરા માટે ઘરેલુ સામાનની સાથે સાથે એક લાખ 50 હજાર રૂપિયા કેશ પણ આપ્યાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news