કપાસની ખરીદી પર ડભોઈના MLA શૈલેષ મહેતાએ ઉઠાવ્યાં સવાલ

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળે તે માટે સીસીઆઈના નેજા હેઠળ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે સીસીઆઈ ના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાની ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ કરતા વાતાવરણ ગરમાયું હતું એટલું જ નહીં સમગ્ર કૌભાંડની ઓડિયો ક્લિપ પોતાના પાસે હોવાનો પણ દાવો કર્યો.

કપાસની ખરીદી પર ડભોઈના MLA શૈલેષ મહેતાએ ઉઠાવ્યાં સવાલ

ચિરાગ જોષી, ડભોઈ: ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ મળે તે માટે સીસીઆઈના નેજા હેઠળ ટેકાના ભાવથી ખરીદી કરવામાં આવે છે જેમાં ચાલુ વર્ષે સીસીઆઈ ના અધિકારીઓ દ્વારા કરોડો રૂપિયાની ખેડૂતો સાથે છેતરપિંડી કરવાનો આક્ષેપ ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ કરતા વાતાવરણ ગરમાયું હતું એટલું જ નહીં સમગ્ર કૌભાંડની ઓડિયો ક્લિપ પોતાના પાસે હોવાનો પણ દાવો કર્યો.

હાલ રાજ્ય સરકાર દ્વારા 5085ના ટેકાના ભાવથી રાજ્ય સરકારના નેજા હેઠળ ચાલતી સીસીઆઈ દ્વારા પુરા ગુજરાતભરમાં કપાસની ખરીદી કરવામાં આવે છે, આ ખરીદી તમામ એપીએમસી તેમજ સરકાર દ્વારા નિમાયેલી કપાસની જીનો પર વહેલી સવારથી જ ખરીદી શરૂ કરવામાં આવે છે, ત્યારે ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે, જેમાં વડોદરા જિલ્લામાં મોટાપાયે ખેડૂતોને ઉલ્લુ બનાવી તેમના કપાસ નું કટિંગ કરવામાં આવે છે. જેને લઇ કરોડો રૂપિયાના કૌભાંડની આશંકા શૈલેષ મહેતાને લાગી રહી છે.

એટલું જ નહીં હાલ પુરા ગુજરાતભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને ખેડૂતો પાયમાલ થઈ રહ્યો છે કારણ કે ચાલુ સાલે એક બાજુ માંવઠા નો માર અને બીજી બાજુ આ અધિકારીઓ દ્વારા પોતાની ખોટી વૃત્તિથી ખેડૂત પિસાતો નજરે પડે છે એટલું જ નહીં ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા સીસીઆઈના ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ આ વાતનું ધ્યાન દોર્યું છે અને તાત્કાલિક અસરથી વિજિલન્સ તપાસ આ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કરવાની માંગ કરી છે.

જુઓ LIVE TV

સાથોસાથ ઝી 24 કલાકના માધ્યમથી ધારાસભ્ય શૈલેશ મહેતાએ જણાવ્યું હતું કે, જો આવનારા દિવસોમાં ખેડૂતો સાથે અન્યાય થશે અને આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો આવ ઓડિયો ક્લિપ તમામ મીડિયાને આપી દેવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેશ મેહતા દ્વારા અનેક વાર ખેડૂતો તેમજ આર્થીક રીતે પછાત લોકો માટે સરકારને અને મુખ્યમંત્રી પત્ર લખવામાં આવી રહ્યો છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં આ સમગ્ર કૌભાંડની તપાસ થશે કે કેમ તેના ઉપર સૌ કોઈની નજર હાલ મંડાઈ રહી છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news