કોરોના સંકટ વચ્ચે રક્તદાતાઓની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો

થેલેસેમિયાના બાળકો, કેન્સરના દર્દીઓ, કેટલીક ગર્ભવતી મહિલાઓના કેસ, રોડ અકસ્માતના કેસમાં બ્લડની સતત જરૂર રહે છે.  

Updated By: Jun 3, 2020, 03:33 PM IST
કોરોના સંકટ વચ્ચે રક્તદાતાઓની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો

અતુલ તિવારી/અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ અમદાવાદમાં નોંધાયા છે. તો વિવિધ વસ્તુઓ પર તેની અસર પણ પડી રહી છે. તો આ કોરોનાની અસર રક્તદાન પર પણ પડી છે. કોરોના મહામારી વચ્ચે રક્તદાતાઓની સંખ્યામાં  70%નો ઘટાડો થયો છે. રેડ ક્રોસ બ્લડ બેન્કમાં દર મહિને 5,000 યુનિટ બ્લડ કલેક્ટ થતું હતું જે ઘટીને માત્ર 1,500 યુનિટ પર પહોંચી ગયું છે. 

થેલેસેમિયાના બાળકો, કેન્સરના દર્દીઓ, કેટલીક ગર્ભવતી મહિલાઓના કેસ, રોડ અકસ્માતના કેસમાં બ્લડની સતત જરૂર રહે છે. લૉકડાઉનમાં રોડ અકસ્માત નહિવત થતા તેમજ કેટલાક ઓપરેશન ઠેલાવાને કારણે કોઈ સમસ્યા ન થઈ પરંતુ અનલૉક 1ની સાથે તમામ ગતિવિધિઓ શરૂ થતવાની સાથે પેન્ડિંગ ઓપરેશન પણ શરૂ થયા છે. તો હવે વાહન-વ્યવહાર શરૂ થવાની સાથે અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. જેથી બ્લડની માંગમાં વધારો થશે. 

નિસર્ગની અસર : 50 હજારથી વધુ લોકોનું કોરોનાની ગાઈડલાઈન મુજબ સ્થળાંતર કરાયું 

રેડ ક્રોસ તરફથી બ્લડ ડોનેટ કરવા અપીલ કરવામાં આવી
કોરોના મહામારી વચ્ચે રેડ ક્રોસ તરફથી યોજાતા બ્લડ ડોનેશન કેમ્પ પણ હાલ બંધ રહેવાને કારણે લોહીની તંગી સર્જાઈ છે. હાલ જો એકસાથે 4થી વધુ રક્તદાતા રક્તદાન કરવા ઈચ્છે તો બ્લડ ડોનેટ વેન રેડ ક્રોસ તરફથી દાતાઓના ઘરે મોકલવામાં આવી છે. 

કોરોના ન હોય, કોરોના પોઝિટિવના સીધા સંપર્કમાં ન આવ્યા હોય, તાવ, શરદી અને ઉઘરશ ન હોય તેવા લોકો રક્તદાન કરી શકે છે. હાલ તો રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે પણ સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરાવવામાં આવે છે. રક્તદાતાઓને માસ્ક અને સેનેટાઇઝર આપવામાં આવે છે. બ્લડ બેન્કની દરેક જગ્યાને પણ સેનેટાઇઝ કરવામાં આવે છે. જેથી રક્તદાતાને સંક્રમણનો ભય રહેતો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર