મોબાઈલ છોડીને પ્રકૃતિના ખોળામાં વિદ્યાર્થીઓનો સમર કેમ્પ, દમણમાં ગૌશાળામાં વિદ્યાર્થીઓનું વેકેશન

શાળાઓમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન દરમિયાન ઘરે રહેતા બાળકોને મોબાઈલ અને ટીવીની લત લાગે છે. જેની બાળકોની માનસિકતા પર વિપરીત અસર પડે છે. ત્યારે વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલ અને ટીવીથી દુર રાખવા દમણની એક ગૌશાળામાં અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગૌશાળામાં કલાકો સુધી બાળકો મોબાઈલ અને ટીવીથી દૂર પ્રકૃતિના ખોળામાં સમય વિતાવી રહ્યા છે. અને પર્યાવરણના જતનના પાઠ ભણી રહ્યા છે.
મોબાઈલ છોડીને પ્રકૃતિના ખોળામાં વિદ્યાર્થીઓનો સમર કેમ્પ, દમણમાં ગૌશાળામાં વિદ્યાર્થીઓનું વેકેશન

નિલેશ જોશી/દમણ :શાળાઓમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન દરમિયાન ઘરે રહેતા બાળકોને મોબાઈલ અને ટીવીની લત લાગે છે. જેની બાળકોની માનસિકતા પર વિપરીત અસર પડે છે. ત્યારે વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલ અને ટીવીથી દુર રાખવા દમણની એક ગૌશાળામાં અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગૌશાળામાં કલાકો સુધી બાળકો મોબાઈલ અને ટીવીથી દૂર પ્રકૃતિના ખોળામાં સમય વિતાવી રહ્યા છે. અને પર્યાવરણના જતનના પાઠ ભણી રહ્યા છે.

શાળામાં અત્યારે વેકેશનનો સમય છે. વેકેશન દરમિયાન અનેક પરિવારો બાળકો સાથે વેકેશનમાં ફરવાલાયક સ્થળોએ પ્રવાસે જાય છે. પરંતુ કેટલાક પરિવારો ફરવા નથી જઈ શક્તા, તેમના બાળકો વેકેશનમાં ઘરે જ રહેવું પડે છે. આથી આખો દિવસ ઘરે રહેવાને કારણે બાળકોને ટીવી અને મોબાઇલની લત લાગે છે. આખો દિવસ ટીવી અને મોબાઇલની સાથે સમય ગુજારવાથી બાળકોની માનસિકતા પર તેની વિપરીત અસર પડે છે. આવા સમયે વેકેશન દરમિયાન બાળકોને મોબાઈલ અને ટીવીથી દુર રાખવા પરિવારો માટે મૂંઝવણરૂપ હોય છે. એવા સમયે દમણની ગોપાલક ગૌશાળા દ્વારા એક અનોખો પ્રયાસ હાથ ધરાયો છે. ગૌશાળામાં બાળકોને ટીવી અને મોબાઇલની દુનિયાથી દુર લઇ જઇ અને પ્રકૃતિના ખોળામાં સમય વિતાવવાની સાથે પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતનના સંસ્કારો આપવામાં આવે છે. આ ગૌશાળામાં બાળકો ગાયના છાણ અને માટી દ્વારા રમવા રમકડા બનાવે છે. સાથે જ આ બાળકો એકબીજા સાથે વિસરાતી જતી રમતો રમે છે અને બીજ બોલ બનાવતા શીખવવામાં આવે છે.

મહત્વપૂર્ણ છે કે, આ બીજ બોલમાં ગાયના છાણ અને માટીના મિશ્રણ દ્વારા બનાવવામાં આવેલા એક બોલમાં જુદી જુદી વનસ્પતિના બીજને રાખવામાં આવે છે. ત્યાર બાદ આ બીજ બોલ સૂકાઈ ગયા બાદ તેને ખુલ્લા અને મેદાની સાથે પહાડી વિસ્તારમાં ફેંકવામાં આવે છે અને ચોમાસા દરમિયાન વરસતા વરસાદ વખતે બીજ બોલમાં રાખેલા વનસ્પતિના બીજમાંથી છોડ અને વૃક્ષો ઉગી નીકળે છે. આમ બાળકોને ગૌશાળામાં મોબાઈલ અને ટીવીથી દૂર પ્રકૃતિના જતનના સંસ્કાર આપવામાં આવી રહ્યા છે.

No description available.

વેકેશન દરમિયાન બાળકોને એકલતાપણું દૂર કરવુ મુશ્કેલ હોય છે. શહેરી વિસ્તારોમાં વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવીની લતને કારણે સોસાયટીઓમાં કે ફળિયામાં રમવાની રમતો બંધ થઈ ગઈ છે. બાળકો મોટેભાગે મોબાઈલ અને ટીવી સાથે જ સમય ગાળે છે. આથી તેમની માનસિકતા પર પણ વિપરીત અસર પડે છે. આવા સમયે બાળકોને આ લતથી દુર કરવા અનેક પરિવારો મૂંઝવણ અનુભવે છે. ત્યારે દમણની આ ગૌશાળામાં હાથ ધરવામાં આવેલ આ પ્રયાસને કારણે બાળકો હવે મોબાઈલ અને ટીવી દૂર થઈ રહ્યા છે. એકલા બેસી રહેવા કરતાં કંઈ સર્જનાત્મક કાર્ય શીખી અને બાળકો પ્રકૃતિના જતનની સાથે પર્યાવરણના જાળવણીના પાઠ ભણતા હોવાથી બાળકોના વાલીઓ હળવાશ અનુભવી રહ્યા છે. તો ગૌશાળામાં સમય વિતાવવાથી બાળકો મોબાઈલ અને ટીવીથી પણ વિશેષ આનંદ મેળવી રહ્યા છે અને એકબીજા સાથે રમી અને આનંદ માણી રહ્યા છે.

વર્તમાન સમયમાં મોબાઈલ અને ટીવી સહિતની ટેક્નોલોજીની દુનિયામાં બાળકોને તેની લત લાગી રહી છે. આથી બાળકો પરિવાર સાથે કે અન્ય બાળકો સાથે રમત રમી અને સમય પસાર કરવાને બદલે મોબાઈલ ટીવી સહિતના અન્ય ઉપકરણો સાથે જ સમય વિતાવવાનું પસંદ કરે છે. જેની બાળકોની માનસિકતા પણ મોટી અસર થાય છે. બાળકોની માનસિકતા પર થતી આડ અસરથી પરિવાર પણ ચિંતિત હોય છે. એવા સમયે બાળકોને ટેકનોલોજીની ખરાબ લત દૂર કરી અને પર્યાવરણના ખોળે આવી રીતે નૈસર્ગિક વાતાવરણમાં એકબીજા સાથે સમય કાઢી અને પ્રકૃતિ અને પર્યાવરણના જતનના ભણાવવામાં આવી રહેલા પાઠ ખરેખર સરાહનીય છે. આથી તમામ વાલીઓએ વેકેશનમાં પોતાના બાળકને આવી સર્જનાત્મક પ્રયાસો કરવામાં આવે તે જરૂરી છે. 

આ પણ વાંચો : 

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news