આજી રિવરફ્રન્ટની ફરી નવી ડિઝાઇન, 11 કિલોમીટરમાં બનાવવામાં આવશે !

એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટી મળ્યા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. ટેન્ડર થયા બાદ ત્રણ વર્ષે આજી નદી પરના રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થશે. અત્યાર સુધીમાં ગંદુ પાણી અટકાવવા માટે 16 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે.

આજી રિવરફ્રન્ટની ફરી નવી ડિઝાઇન, 11 કિલોમીટરમાં બનાવવામાં આવશે !

ગૌરવ દવે/રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રાજકોટ (Rajkot) માંથી ચૂંટણી લડ્યા હતા ત્યારે આજી નદી (Aji River) પર રિવરફ્રન્ટ (Riverfront) બનાવવાની જાહેરાત કરી હતી. જોકે આ વાતને વર્ષો વીતી ગયા હોવા છતાં રાજકોટવાસીઓને રિવરફ્રન્ટ મળી શક્યો નથી. ફરી એક વખત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ (Riverfront Project) ને હાથ પર લેવામાં આવ્યો છે અને ટેન્ડર પ્રસિદ્ધ કરી કોન્ટ્રાકટ આપવામાં આવશે. ટેન્ડર આપ્યા બાદ ત્રણ વર્ષે આજી રિવરફ્રન્ટ તૈયાર થશે. 

આજી નદી (Aji River) પર અંદાજિત 11 કિલોમીટરમાં રિવરફ્રન્ટ બનાવવા માટે નવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટી મળ્યા બાદ ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. ટેન્ડર થયા બાદ ત્રણ વર્ષે આજી નદી પરના રિવરફ્રન્ટનું કામ પૂર્ણ થશે. અત્યાર સુધીમાં ગંદુ પાણી અટકાવવા માટે 16 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આવી છે. જેમાંથી 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. તેમ છતાં પણ આજી નદીમાં ગંદુ પાણી વહી રહ્યું છે.

કેટલા રૂપિયાના કામ થશે
આજી રિવરફ્રન્ટ (Aji Riverfront) માટે વર્ષ 2013માં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પણ તે કમિટીનું વિસર્જન થતાં મામલો અટકાવ્યો હતો. હજુ સુધી માત્ર આજી નદીમાં ભળતાં ગંદાપાણીને બંધ કરવા અને નિકાલ કરવાનું જ કામ થઈ શક્યું છે.હવે આ પ્રોજેક્ટ માટે સ્ટેટ લેવલ એક્સપોર્ટ એપરાઈઝલ કમિટી પાસે પ્રોજેક્ટ મુકાયો છે. 

રિવરફ્રન્ટ (Aji Riverfront) ને ઓગસ્ટ સુધીમાં ક્લિયરન્સ મળી જાય તેવી શકયતા છે. આ પ્રોજેકટ કુ 1181 કરોડનો છે. 16 કરોડ રૂપિયા રાજ્ય સરકારે ગંદાપાણીને અટકાવવા માટે ગ્રાન્ટ આપી હતી તેમાંથી 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરી દેવામાં આવ્યો છે. 480 કરોડ રિટેઇનિંગ વોલ, ચેકડેમ સહિતના કામો કરવામાં આવશે. 701 કરોડના અન્ય જરૂરી માળખાકીય બાંધકામો કરવામાં આવશે. 

પહેલા ક્યાં કામો કરાશે
- આજીનદીની બન્ને તરફના દબાણો દૂર કરવામાં આવશે. 
- RCC રિટેઇનિંગ વોલનું બાંધકામ કરવામાં આવશે.
- મજૂરી સરકારમાંથી મળશે એટલે બન્ને બાજુ ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સિવરનું કામ
- આનુસંગિક રોડ નેટવર્કનું કામ

અત્યાર સુધીમાં કરેલા કામો
- મનહરપુરમાં દબાણો દૂર કરી નદીની પહોળાઈ પ્રમાણે દીવાલ બનાવવાનું શરૂ
- દૂધસાગર રોડ પર બ્રિજની બાજુમાં નવા હાઈ લેવલ બ્રિજનું કામ પૂરું કરી દેવામાં આવ્યું
-કિનારાની ઇન્ટરસેપ્ટર સિવર લાઇનનું કામ ચાલુ

સુએઝ ટ્રીટમેન્ટનું પાણી રિવરફ્રન્ટમાં ભરવામાં આવશે
રિવરફ્રન્ટ (Aji Riverfront)  બન્યા પછી નદીમાં પાણી વહેતું રહે તે આવશ્યક છે આજી નદી બારેમાસ વહેતી ન હોવાથી તેનો વિકલ્પ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી અટલ સરોવરમાં છોડાય છે તેવી રીતે આજીનદીના રિવરફ્રન્ટમાં છોડવામાં આવશે. પાણી બગડે નહીં તે માટે સ્વિમિંગ પુલની જેમ સમયાંતરે બદલાવવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news