અમદાવાદની હોસ્પિટલમાં યુવતીની કબાટમાંથી લાશ બાદ ફ્રિજમાંથી મળ્યો માતાનો મૃતદેહ, હત્યાની આશંકા

યુવતીનો મૃતદેહ મળી આવતાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ પર પહોંચી ગયો છે. આ ઘટનામાં માહિતી મળી રહી છે કે ઓપરેશન થિયેટરના એક કબાટની અંદર યુવતીની લાશને છુપાવી રાખવામાં આવી હતી.

અમદાવાદની હોસ્પિટલમાં યુવતીની કબાટમાંથી લાશ બાદ ફ્રિજમાંથી મળ્યો માતાનો મૃતદેહ, હત્યાની આશંકા

સપના શર્મા/અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારની એક હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં એક 30 વર્ષીય યુવતીનો મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મણિનગરના ભુલાભાઈ પાર્ક નજીક કર્ણ હોસ્પિટલમાં યુવતીનો મૃતદેહ મળ્યો છે. હોસ્પિટલના કબાટમાંથી યુવતી મૃત હાલતમાં મળી આવતા ચારેબાજુ ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનામાં યુવતીની હત્યાની આશંકા છે. અર્પિત શાહ નામના ડોકટરના હોસ્પિટલની ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની છે. આ ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીનો મૃતદેહ ઓપરેશન થિયેટરના કબાટમાંથી મળ્યા બાદ બેડ નીચેથી તેમના માતાની પણ લાશ મળી હતી. માતા અને દીકરી સારવાર માટે હોસ્પિટલ આવ્યા હતા. દીકરીની લાશ મળ્યા બાદ તેમની સાથે માતા ક્યાં ગયા તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જે તપાસ કરતા પોલીસને માતાની લાશ પણ મળી આવી હતી. આ ડબલ મર્ડર કેસમાં હોસ્પિટલમાં કામ કરતા મનસુખ નામના યુવક પર તપાસ અટકી છે અને હાલ મનસુખની અટકાયત કરવામાં આવી છે.

No description available.

યુવતી અને તેની માતાની ડેડબોડી દવાખાનામાંથી મળી આવ્યા બાદ પરિવારના લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. CCTV માં યુવતી સાથે તેની માતા પણ દવાખાનામાં જતા દેખાય છે. ઘરેથી LG હોસ્પિટલ જવાનુ કહી કર્ણ હોસ્પિટલ કેમ આવ્યા તે તપાસનો વિષય બન્યો છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, માતાની ડેડબોળી અંદર ફ્રિજમાંથી મળી આવી છે. હાલ ઘટના સ્થળે ટ્રાફિક DCP સફન હસન સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે.

યુવતીનો મૃતદેહ મળી આવતાં સ્થાનિક પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલ પર પહોંચી ગયો છે. આ ઘટનામાં માહિતી મળી રહી છે કે ઓપરેશન થિયેટરના એક કબાટની અંદર યુવતીની લાશને છુપાવી રાખવામાં આવી હતી. આ યુવતી નજીકના વિસ્તારમાં રહેતી હોવાની શંકા છે. હાલ પોલીસે આ યુવતી કોણ છે અને તેનું મોત કયા કારણસર થયું એ જાણવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ ઘટના પ્રકાશમાં આવતા FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. મૃતક મહિલાનું નામ ભારતીબેન વાળા છે. ઘટના બની ત્યારના સમયે CCTV બંધ હાલતમાં હતા.

પોલીસે આસપાસના CCTVના આધારે તપાસ શરૂ કરી છે. દવાખાનાના કબાટમાં જ્યાં ગેસનો બાટલો મુક્યો હતો, ત્યાં મહિલાનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે. CCTV બંધ થયાં તે સમય દરમિયાન મહિલાનો મૃતદેહ કબાટમાં અને ગેસનો બાટલો દવાખાનાના મેન ડોર પાસે ખસેડવામાં આવ્યો હતો. દવાખાનામાં મહિલા કાનની સારવાર ચાલતી હતી. દવાખાનાના સ્ટાફ સાથે ઘટના સાંબધિત હોય તેવું પોલીસનું પ્રાથમિક તારણ કાઢી રહી છે. મહિલાને ક્યાંક ઝેરી ઇન્જેક્શન અથવા ગળુ દબાવી હત્યાં કરાઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. મહિલા 6 મહિનાથી તેના પતિના ઘરને બદલે પિયર રહેતી હોવાનું સાસરી પક્ષનું રટણ કરી રહી છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓને અલગથી લઇ જઈ તપાસ હાથ ધરી છે. મૃતકના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે જણાવ્યું હતું કે, કાગડાપીઠ પોલીસ સ્ટેસનની હદમાં આવેલી એક હોસ્પિટલની અંદર ખૂબ જ દુર્ગંધ મારતી હતી. હોસ્પિટલના ઓપરેશન થિટેટરની અંદર આવેલા એક કબાટની અંદર વાસ મારતાં આ કબાટ ખોલવામાં આવ્યું હતું, જેની અંદર 28થી 30 વર્ષની યુવતીની લાશ મળી હતી. બીજી તરફ આ યુવતીની પ્રાથમિક દષ્ટિએ હત્યા કરવામાં આવી હોય એવી શંકાના આધારે હાલ પોલીસ તપાસ કરી રહી છે. 

મૃતક યુવતીના ભાઈનો ચોંકાવનારુ નિવેદન
આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મૃતક યુવતીના ભાઈનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, મારાં મમ્મી અને બહેન સવારે 11 વાગે LG હોસ્પિટલ જવા ઘરેથી નીકળ્યા હતા. મારી બહેન અહીં કઈ રીતે પહોંચી તે એક મોટો પ્રશ્ન છે. મારી માતાને પણ નથી ખબર કે તે અહીં કઈ રીતે પહોંચી? પોલીસની વધુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news