ડીસાની ચૂંટણીમાં એક જ પરિવારના 3 સભ્યો મેદાનમાં

ડીસાની ચૂંટણીમાં એક જ પરિવારના 3 સભ્યો મેદાનમાં
  • ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના 3 સભ્યો મેદાનમાં છે. પતિ પત્ની અને પુત્રીને કોંગ્રેસે ટિકિટ આપી
  • 21 વર્ષની મૌસમ માળી નામની યુવતીને ભાજપ તરફથી મેન્ડેડ મળતા તેણે ફોર્મ ભર્યું

અલ્કેશ રાવ/બનાસકાંઠા :આ ચૂંટણીમાં પરિવારવાદ નહિ ચાલે, પરિવારના સભ્યોને ટિકિટ નહિ અપાય તેવુ બંને રાજકીય પક્ષોએ ગાય વગાડીને કહ્યું હતું. પરંતુ જ્યાં જીતના અણસાર દેખાયા ત્યાં બંને પક્ષો આ નિયમો ભૂલી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ નેતાઓના પુત્ર-પુત્રીઓ, સગા સંબંધીઓને ટિકિટ આપીને તેમને સાચવી લીધા છે. ત્યારે ડીસા નગરપાલિકામાં કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મુદ્દે પરિવારવાદ દેખાયો છે. ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં એક જ પરિવારના 3 સભ્યો મેદાનમાં છે. પતિ પત્ની અને પુત્રીને કોંગ્રેસે ટિકિટ આપી છે.  

કોંગ્રેસ માતા-પિતા અને પુત્રીને ટિકિટ આપી 
ડીસા પાલિકાની ચૂંટણીમાં માતા-પિતા અને પુત્રીએ એકસાથે ઉમેદવારી નોંધાવી છે. પૂર્વ પ્રમુખ વિપુલ શાહ, પૂર્વ પ્રમુખ કૈલાશબેન શાહ અને તેમની પુત્રી ડો. ભાવિ શાહે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેમાંથી વિપુલ શાહ અને કૈલાશ શાહ ડીસાના રાજકારણમાં વર્ષોથી સક્રિય છે. બંને અગાઉ ડીસા પાલિકામાં પ્રમુખ રહી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, પરિવારના ત્રણેય સભ્યોએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. ગત નગરપાલિકાની ચૂંટણીમાં પણ ત્રણેય ઉમેદવારો જીત્યા હતા. ત્યારે પરિવારના ત્રણેય સભ્યો એકસાથે મતદારો સામે મત માંગવા નીકળ્યા છે. વિપુલ શાહનો પરિવાર 20 વર્ષથી ડીસાના રાજકારણમાં સક્રિય છે. માતાપિતાને પગલે પુત્રી ડો.ભાવિ શાહે પણ રાજકારણની વાટ પકડી હતી. ડો. ભાવિ શાહ બનાસ મેડિકલ કોલેજમાં પીડિયાટ્રિક વિભાગમાં કાર્યરત છે. 

No description available.

21 વર્ષની મૌસમ માળી ડીસાની સૌથી નાની ઉમેદવાર 
તો બીજી તરફ, ડીસા નગરપાલિકામાં આજે અનેક ઉમેદવારો ફોર્મ ભરવા ઉમટ્યા છે. ડીસા પાલિકાની ચૂંટણીમાં યુવાવર્ગ વધુ જોવા મળી રહ્યાં છે. ડીસામાં સૌથી નાની વયની યુવતીએ ફોર્મ ભર્યું છે. 21 વર્ષની મૌસમ માળી નામની યુવતીને ભાજપ તરફથી મેન્ડેડ મળતા તેણે ફોર્મ ભર્યું છે. યુવતી બીએસસીમાં નિરમા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ત્યારે મૌસમ માળી જિલ્લામાં સૌથી નાની વયે ઉમેદવારી કરનારી યુવતી બની છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news