ગુજરાતમાં ડિસેલીનેશન પ્લાન્ટ: 'છોકરીને બંદુકે દેવી પણ ધંધુકે ન દેવી'નું મેણું ભાંગશે

માંડવીમાં વડાપ્રધાન દ્વારા ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્લાન્ટને કચ્છના માંડવીના મુન્દ્રા તાલુકાના આઠ લાખ લોકોને ખુબ જ ફાયદો થશે. તેમની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. જો કે વડાપ્રધાનની મુલાકાત સમયે જ આ પ્રોજેક્ટ પર સક્રિય કામગીરી શરૂ થઇ છે. અત્યાર સુધી આ પ્રોજેક્ટ જ્યાં શરૂ કરવાનો હતો ત્યાં બાળળનું જંગલ હતું. જો કે વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થતા જ ત્યાં રોડથી માંડીને સંપુર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. 
ગુજરાતમાં ડિસેલીનેશન પ્લાન્ટ: 'છોકરીને બંદુકે દેવી પણ ધંધુકે ન દેવી'નું મેણું ભાંગશે

ભાવનગર : માંડવીમાં વડાપ્રધાન દ્વારા ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દરિયાના ખારા પાણીને મીઠા જળમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ પ્લાન્ટને કચ્છના માંડવીના મુન્દ્રા તાલુકાના આઠ લાખ લોકોને ખુબ જ ફાયદો થશે. તેમની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. જો કે વડાપ્રધાનની મુલાકાત સમયે જ આ પ્રોજેક્ટ પર સક્રિય કામગીરી શરૂ થઇ છે. અત્યાર સુધી આ પ્રોજેક્ટ જ્યાં શરૂ કરવાનો હતો ત્યાં બાળળનું જંગલ હતું. જો કે વડાપ્રધાનનો કાર્યક્રમ જાહેર થતા જ ત્યાં રોડથી માંડીને સંપુર્ણ તૈયારી કરી લેવામાં આવી હતી. 

વડાપ્રધાન મોદીના જણાવ્યા અનુસાર વિશાલ દરિયાકિનારાનો ઉપયોગ કરીને ગુજરાત કચ્છના માંડવી ખાતે 100 એમ.એલ.ડી ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ દ્વારા સમુદ્રના ખારા પાણીને પીવાલાયક મીઠુ કરવાની દિશામાં મહત્વપુર્ણ પગલું ભર્યું છે. જેનાથી કચ્છ જિલ્લાના માંડવી, મુન્દ્રા, નખત્રાણા, લખપત અને અબડાસાની 4 લાખ જેટલી વસ્તીને સીધો જ ફાયદો થશે. સીધો અને આડકતરી રીતે કુલ 10 લાખ લોકોને આ ફાયદો મળશે. આ ઉપરાંત નર્મદાના પાણી પર લોકોનુ અવલંબન ઘટશે. આ વિસ્તારોમાં નર્મદાનાં બચેલા પાણીને અન્ય ઉદ્યોગો અને અન્ય જિલ્લાઓમાં ઉપયોગમાં લઇ શકાશે. 

આ પ્રોજેક્ટની સફળતા બાદ ગુજરાતનાં દરિયા કાંઠાનાં મોટા ભાગના જિલ્લાઓમાં આ પ્રકારનાં પ્લાન્ટ લગાવવાનું આયોજન સરકારે કર્યું છે. જેમાં ભરૂચ જિલ્લાનાં દહેજ ખાતે 881 કરોડનાં ખર્ચે ઔદ્યોગીક હેતુસર દેશનો સૌપ્રથ 100 એમએલડી ક્ષમતાનો ડિસેલિનેશન પ્લાન્ટ મુકાશે. ઔદ્યોગિક વસાહન ઉદ્યોગો માટે અવિરત પાણીની જરૂરિયાત મુજબ પ્રવર્તનમા 454 MLD પાણી પુરવઠ્ઠા યોજના સ્થાપિત થયેલી છે. આ PCPIR વસાહતો સંપુર્ણ 1000 MLD પાણીની જરૂરિયાતોનો અંદાજ છે. 

કચ્છ ઉપરાંત ગીરસોમનાથના વડોદ ગામે 3 કરોડ લીટર પાણીનું મીઠું કરવાનું પ્લાન્ટ સ્થપાશે. આ ઉપરાંત ભાવનગરના ઘોઘામાં પ્લાન્ટ લાગશે. જે અરબી સમુદ્રમાંથી પાણી ખેંચીને મીઠુ કરશે. આ ઉપરાંત દ્વારકાના ગાંધવી ગામે પણ આવો જ પ્લાન્ટ લાગશે. આ પ્લાન્ટની ક્ષમતા 70 એમએલડી, 7 કરોડ લિટર પાણી પ્રતિદીન મીઠુ કરવાની ક્ષમતા હશે. આ પ્લા્ટ રાજ્યસરકાર દ્વારા લોકભાગીદારી તરીકે સ્થાપિત કરવામાં આવશે. ખારા પાણીને મીઠા કરવાનો કચ્છનો આ પ્રથમ પ્રકલ્પ પુર્ણ થવાથી માંડવી અને મુન્દ્રાના 300થી વધારે ગામો નર્મદાના અવલંબનથી મુક્ત થશે. પ્લાન્ટની કામગીરી પુર્ણ થયા બાદ નવા પમ્પિંગ સ્ટેશનમાંથી બલ્ક પાઇપ લાઇનને પાણી પુરવઠ્ઠાની ગ્રીડ સાથે જોડી દેવાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news