કચ્છથી પીએમ બોલ્યા, ખેડૂતોનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, પરંતુ કેટલાક લોકો ખેડૂતોને ભ્રમિત કરે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છમાં મહેમાન બન્યા છે. વડાપ્રધાન PM (narendra modi) મોદી દ્વારા દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં સમા વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ પાર્ક, અને માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનું શિલાન્યાસ કરશે. ત્યારે કચ્છ માટે હાઈબ્રિડ પાર્ક પ્રોજેક્ટ ગેમ ચેન્જર બની રહેશે. પશ્ચિમ કચ્છ (kutch) માં પણ વિકાસની વધુ ક્ષિતિજો સરહ ની સુરક્ષા સાથે રોજગારીની વિશાળ તકો પણ ઉભી કરાશે. ત્યારે  

કચ્છથી પીએમ બોલ્યા, ખેડૂતોનું હિત અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે, પરંતુ કેટલાક લોકો ખેડૂતોને ભ્રમિત કરે છે

ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કચ્છમાં મહેમાન બન્યા છે. વડાપ્રધાન PM (narendra modi) મોદી દ્વારા દેશમાં વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ક્રાંતિકારી પગલાં સમા વિશ્વના સૌથા મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનિર્જિ પાર્ક, અને માંડવી ખાતે ડીસેલિનેશન પ્લાન્ટનું શિલાન્યાસ કર્યું. કચ્છ માટે હાઈબ્રિડ પાર્ક પ્રોજેક્ટ ગેમ ચેન્જર બની રહેશે. પશ્ચિમ કચ્છ (kutch) માં પણ વિકાસની વધુ ક્ષિતિજો સરહદની સુરક્ષા સાથે રોજગારીની વિશાળ તકો પણ ઉભી કરાશે. તેેઓએ અહી ત્રણ મોટા પ્રોજેક્ટના શિલાન્યાસ સાથે કચ્છીઓનુ સંબોધન પણ કર્યું હતું. કચ્છી બોલીથી શરૂઆત કરીને તેઓ કચ્છી લોકોના દિલ પર જાદુ કર્યો હતો.   

ખેડૂતોને ભ્રમિત કરવામાં આવી રહ્યાં છે 
દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈ કહ્યું કે, દિલ્હીમાં ખેડૂતોને ભ્રમિત કરવાનું કામ ચાલે છે. તેઓને ડરાવવામા આવી રહ્યાં છે. હું તમને કહેવા માગું છુ કે, કોઈ ડેરીવાળો તમારી પ્રોપર્ટી લઈ જાય છે કે, આપણ દેશમાં ડેરીનું યોગદાન કૃષિ કરતા પણ વધુ છે. આ વ્યવસ્થામાં પશુપાલકોને આઝાદી મળી છે. આવી જ આઝાદી નાના ખેડૂતોને પણ મળની જોઈએ. હાલમાં થયેલા કૃષિ સુધારાની માંગ વર્ષોથી કરાઈ છે. આજે લોકો વિપક્ષમાં બેસીને ખેડૂતોને ભ્રમિત કરે છે. તેઓ પોતાના સરકારમાં આ કૃષિ સુધાના સમર્થનમાં હતા. આજે આ પગલુ ભર્યું, તો એ જ લોકો ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે. ખેડૂતોની દરેક સમસ્યાની સમાધાન માટે અમે તૈયાર છીએ. તેમનુ હિત અમારી સરકારમાં સર્વોચ્ચ પ્રાથમિકતામાં એ રહ્યું છે. જે ભ્રમ ફેલાવે છે, જેઓ ખેડૂતોના ખભા પર બંદૂર ફોકે છે, દેશના તમામ જાગૃત ખેડૂતો તેમને પણ પાછળ પાડી દેશે.

118 વર્ષ જૂના કિસ્સાને યાદ કર્યો
પીએમ મોદીએ કહ્યું કે, આજથી 118 વર્ષ પહેલા 15 ડિસેમ્બરના રોજ અમદાવાદમાં એક ઈન્ડસ્ટ્રીય એક્ઝિબિશ યોજાયું હતું. તેનું આકર્ષણ ભાનુતાપ યંત્ર હતું. એટલે સૂર્યતાપ યંત્ર. સૂર્યની ગરમીથી ચાલનારું યંત્ર, જે સોલાર કૂકર જેવું હતું. આજે 118 વર્ષ બાદ 15 ડિસેમ્બરના રોજ આટલા મોટા રિન્યુએલબ એનર્જિ પ્લાન્ટનુ શિલાન્યાસ થયું છે. આ પ્રોજેક્ટમાં દોઢ લાખ કરોડનું ઈનવેસ્ટમેન્ટ થશે. પવનચક્કી લાગશે સરહદ સુરક્ષિત અને વધુ સારી થશે. આ પ્રોજેક્ટથી ખેડૂતો અને ઉદ્યોગો બંનેને ફાયદો થશે. તેનાથી પ્રદૂષણ પણ ઓછું થશે. આ પાર્કમાં જે વીજળી બનશે તે દર વર્ષે પાંચ કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડને રોકવામાં મદદ કરશે. આ કાર્ય પર્યાવરણની દ્રષ્ટિએ 9 કરોડ વૃક્ષ લગાવવાની સરખામણી હશે. તેનો મોટો લાભ કચ્છના યુવાનોને થશે. આજના યુવાનોને પહેલાની પરિસ્થિતિ વિશે કંઈ ખબર નહિ હોય.  

તેમણે કહ્યું કે, સરકારમાં એક સમયે પનિશમેન્ટ પોસ્ટીંગ માટે કચ્છ મોકલાતું. આજે લોકો કચ્છમાં જવા ભલામણ કરે છે. કેટલાક લોકો તો કહેતા કે આ ક્ષેત્રમા વિકાસ થઈ શક્તો જ ન હતો. ભૂકંપમાં રહ્યુંસહ્યું પણ તબાહ થઈ ગયું. માતા આશાપુરી દેવી અને કોટેશ્વર મહાદાવના આર્શીવાદ અને કચ્છના ખમીરવંતી લોકોની મદદથી કોઈ કલ્પના ન કરી શકે તેવું થયું. કચ્છના લોકોએ નિરાશાને આશામાં બદલી દીધું. ભૂકંપ પણ કચ્છના લોકોનો મનોબળને ન ભાંગી શક્યો. ફરી કચ્છીઓ ઉભા થયા. આજે કચ્છની ઓળખ બદલાઈ ગઈ. કચ્છ વિકસિત ક્ષેત્રોમાં આવી ગયું. અહીંની કનેક્ટિવિટી દિવસેને દિવસે સારી થઈ રહી છે .હવે ખાલી થઈ રહેલા ગામો ફરીથી ભરાઈ રહ્યાં છે. તેની સકારાત્મક અસર રાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડી છે. આજે કચ્છ પર્યટકોનું પ્રમુખ કેન્દ્ર બની રહ્યું છે. કોરોનાએ મુશ્કેલ પેદા કરી છે. આ પણ આખા દુનિયાને આકર્ષિત કરે છે. 

પીએમ મોદી બોલ્યા કે, આજે ગુજરાતની વીજળી અન્ય રાજ્યોમાં વેચાઈ રહી છે. ગુજરાતના અનુભવ દેશને દિશા શીખવાડી રહ્યાં છે. આજે ભારત રિન્યુએલબ એનર્જિ મામલે દુનિયાની ચોથી સૌથી મોટી તાકાત છે. દુનિયાના 104 દેશોમાં પ્રથમ ત્રણ દેશોમાં ભારતે પોતાની જગ્યા બનાવી છે. એનર્જિની સાથે વોટર સિક્યોરિટી પણ જૂરરી છે. પાણીની ઉણપને કારણે ન તો લોકોનો, પણ ખેડૂતોનો વિકાસ પણ રોકાવો ન જોઈએ. અહીંના લોકોએ જળસંરક્ષણ માટે મોટું કામ કર્યું. નર્મદાનું પાણી અહી પહોંચ્યું તે દિવસ ક્યારેય કોઈ ભૂલી શકે નહિ. દરેક કચ્છના આંખમાં હર્ષના આસું હતા. પાણી શું છે તે કચ્છના લોકો જેટલુ સમજી શકે છે તે કોઈ નહિ સમજી શકે. પાણી સફાઈનો આ પ્લાન્ટ માંડવીમાં તૈયાર થશે ત્યારે તેનાથી માંડવી ઉપરાંત લખપત, અબડાસાના લાખો પરિવારોને તેનો લાભ થશે. કચ્છ ઉપરાંત દહેજ, દ્વારિકા, ગીર સોમનાથમાં પણ આવા પ્રોજેક્ટ શરૂ કરવાના છે. સમુદ્ર કિનારે વસેલા બીજા શહેરોને પણ આ પ્રોજેક્ટથી બળ મળશે. 

કચ્છ વિશે તેઓએ કહ્યું કે, દોઢ દાયકામાં ગુજરાતનું કૃષિ સેક્ટર મજબૂત બન્યું છે. ખેતી સાથે જોડાયેલા વેપારમાં સરકાર દખલગીરી નથી કરતી. ખેતી વિસ્તારને ખુલ્લો મૂક્યો છે. ડેરી અને ફિશરીઝના બે સેક્ટરોનો તેજીથી વિકાસ થયો છે. ગુજરાતમાં પણ દૂધ આધારિત ઉદ્યોગોનો વ્યાપક પ્રચાર થયો છે કારણ કે તેમાં સરકારની ચંચૂપાત ઓછી થઈ. આજે અંજારની સરહદ ડેરીને કાલાપલટ થઈ ગઈ છે. કચ્છની બન્ની ભેંસના વખાણ પીએમ મોદીએ કર્યાં. તેઓ કહ્યુ કે, હાલમાં જ એક બન્ની ભેંસ 5 લાખથી વધુ કિંમતમાં વેચાઈ. તેમાં લોકો બે નાની કાર ખરીદી લે, તેટલામં બન્ની ભેંસ વેચાઈ. 2010માં ભેંસને રાષ્ટ્રીય માન્યતા પણ મળી. તેના દૂધનો કારોબાર અને વ્યવસ્થા કચ્છમાં સફળ રહી. તેવી જ રીતે ફળ-શાકભાજીને વેચાણાં પણ સરકારની દખલ નથી.
 

તેમણે કહ્યું કે, આજે મને કચ્છના જૂના કેટલાક લોકોને મળવાનું થયું. તે લોકોએ કહ્યું કે, અમારા ઘરમાં હવે હોમ સ્ટે કરવા લાગ્યા. કચ્છે સમગ્ર દેશને શીખવાડ્યું કે કેવી રીતે આત્મનિર્ભરતા તરફ આગળ વધી શકાય. ભૂકંપ બાદ અહી જે વિકાસ થયો છે તે એક કેસ સ્ટડી છે. 

પ્રધાનમંત્રીએ સંબોધનની શરૂઆત કચ્છી ભાષામાં બોલીને કરી હતી. તેમણે કહ્યું, શિયાળો અને કોરોનામાં ધ્યાન રાખજો. આજે કચ્છમાં બેવડી ખુશી આવે છે. આજે દેશના મહાન સપૂત સરદાર પટેલની પુણ્યતિથિ હતી. નર્મદાના જળથી ગુજરાતની કાયાકલ્પ કરવાની સપના જોતા સરદારનું સપનુ પૂરૂ થશે. સરદાર પટેલનું સ્મરણ કરીને આપણે દેશનું ગૌરવ વધારવાનું છે. આજે કચ્છમાં નવી ઉર્જાનું સંકલ્પ થયો છે. દુનિયાનો સૌથી મોટો હાઈબ્રિડ રિન્યુએબલ પાર્ક બની રહ્યો છે. જેટલો સિંગાપુર અને બહેરીન દેશ જેટલા આકારમાં આ પાર્ક રિન્યુએબલ બની રહ્યો છે. કચ્છે ન્યૂ એજ ઈકોનોમો અને ન્યૂ એજ ટેકનોલોજીની દિશામાં નવી પહેલ કરી છે. ત્રણ પ્રોજેક્ટનો મોટો લાભ અહીંના સામાન્ય નાગરિકોને થશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સંબોધનમાં કહ્યું કે, સરદાર પટેલની પુણ્યતિથિ પર નમન. દોઢ દાયકામાં કચ્છમાં નવો વિકાસ જોવા મળ્યો છે. આજે કચ્છમાં દરેક ઇન્ડસ્ટ્રી જોવા મળી રહી છે. નરેન્દ્ર મોદીએ અસંભવને સંભવ કરી બતાવ્યું છે. સૂર્યગુજરાત યોજનાની પણ શરૂઆત કરી છે. ધોલેરામાં પણ 1000 મેગાવોટનો સોલાર પાર્ક બને છે. રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે ગુજરાત આગળ વધી રહ્યું છે. 

દરબારી ટેન્ટમાં પંજાબી ખેડૂતો સાથે વાતચીત
ધોરડોની ટેન્ટ સિટીમાં મોદીને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો સભા મંડપમાં પહોંચ્યા છે. કોરોનો ગાઈડ લાઇનના પાલન સાથે લોકો તથા આગેવાનો પણ ગોઠવાયા છે. પ્રધાનમંત્રી હેલિકોપ્ટરમાંથી ઉતરીને પંજાબી ખેડૂતોને મળવા પહોંચ્યા હતા. પંજાબી સમાજના ખેડૂતો, જેઓ વર્ષોથી અહી સ્થાયી થયા છે તેઓને મળ્યા હતા. ટેન્ટ સિટીના દરબારી ટેન્ટમાં તમામ પંજાબી ખેડૂતો સાથે તેઓ વાતચીત કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news