ધોળકા: ઈન્ચાર્જ SP પર હુમલાના મામલે 20 લોકોની ધરપકડ
અમદાવાદના ધોળકામાં બોરૂ ગામે ઈન્ચાર્જ SP પર હુમલો કરવાના મામલામાં 200થી વધુના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. તો આ તરફ કોઠ પોલીસે આ મામલે 20 લોકોની ધરપકડ કરી છે. સરકારી કામમાં લોકોએ દખલ કરવાના ગુનામાં રાયોટિંગનો ગુનો દાખલ થયો છે.
Trending Photos
અમદાવાદ: અમદાવાદના ધોળકામાં બોરૂ ગામે ઈન્ચાર્જ SP પર હુમલો કરવાના મામલામાં 200થી વધુના ટોળાં સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે. તો આ તરફ કોઠ પોલીસે આ મામલે 20 લોકોની ધરપકડ કરી છે. સરકારી કામમાં લોકોએ દખલ કરવાના ગુનામાં રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. મહત્વનું છે પશુ ચરાવવાની બાબતમાં મોટીબોરૂ ગામના મશરૂભાઈને મોતના ઘાટ ઉતારી દેવાયા હતા. જે ગુનામાં પોલીસ તપાસ માટે બોરૂગામ ગઈ હતી. જ્યાં લોકો દ્વારા ઈન્ચાર્જ SP પર હુમલો કરી કરવામાં આવ્યો હતો.
ધોળકાના મોટીબોરૂગામે રહેતા અને ઘેટા,બકરી પશુપાલન અને હાથમજુરી કામકરતા જુની અદાવત રાખીને ઘાતક હથીયારો વડે હુમલોકરીને મોતને ઘાટ ઉતારવામા આવ્યા હતા. મશરૂભાઈના સંબંધીઓ દ્વારા મળતી માહિતી અનુસાર આ બનાવ અંગે ધોળકા તાલુકાના કોઠ પોલીસ સ્ટેશનમાં એફ,આર,આઈ લખાવી છે અને આ બનાવ અંગે કોઠ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગુનેગારોને પકડવા દેવિપુજક સમાજ દ્વારા આક્રોશ,સાથે ઉગ્ર માંગ છે,મળતી માહિતી અનુસાર મશરૂભાઈ નાગરભાઈ ઉ.વ ૫૦ રહે મોટીબોરૂ તેઓ થોડા દિવસ પહેલા ઘેટાબકરા ચરાવવા ગયેલા અને ઘેટાબકરા છાપરા ગામ (પરા)ના ભરવાડ સમાજના ખેતરોમાં ચાલ્યા ગયેલા જેથી ભરવાડ ઈસમો અને મશરૂભાઈ વચ્ચે બોલાચાલી થતા, આ અદાવતને ધ્યાને રાખી તેમનુ મર્ડર કરવામાં આવ્યુ તેવું જાણવા મળ્યું છે. હાલ આગળની કાર્યવાહિ કોઠ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે