મોજશોખ માટે બાઈક ચોરી કરવુ મોંઘુ પડ્યુ, પોલીસે ગાડીના પેપર માંગતા જ ફૂટ્યો ભાંડો

ધોરાજીમાં મોજશોખ માટે બાઈક ચોરવું 3 શખ્સોને મોંઘુ પડ્યું છે. ધોરાજી પોલીસે આ 3 શખ્સોને પકડીને જેલની હવા ખવડાવી છે. ધોરાજી પોલીસે આ 3 શખ્સોને પકડવા સાથે 4 જેટલી મોટર સાઈકલપણ કબ્જે કરી છે.
મોજશોખ માટે બાઈક ચોરી કરવુ મોંઘુ પડ્યુ, પોલીસે ગાડીના પેપર માંગતા જ ફૂટ્યો ભાંડો

દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા :ધોરાજીમાં મોજશોખ માટે બાઈક ચોરવું 3 શખ્સોને મોંઘુ પડ્યું છે. ધોરાજી પોલીસે આ 3 શખ્સોને પકડીને જેલની હવા ખવડાવી છે. ધોરાજી પોલીસે આ 3 શખ્સોને પકડવા સાથે 4 જેટલી મોટર સાઈકલપણ કબ્જે કરી છે.

થોડા દિવસ પહેલા રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક મોટર સાઈકલની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. જેના પગલે ધોરાજી પોલીસ આ ચોરને પકડવા માટે તપાસ કરી રહી હતી અને તેના પગલે ધોરાજીમાંથી 3 શખ્સોને પકડી પાડ્યા હતા અને સાથે 4 જેટલા મોટર સાઈકલ પણ કબ્જે કરી હતી. 

ધોરાજી પોલીસને બાતમી મળી હતી કે, ધોરાજીમાં માતાવાડી વિસ્તારમાં નરેશ બાવનજી વાઘેલાના મકાનમાં 2 શખ્સો આવ્યા છે અને તેની પાસે ચોરાઉ મોટરસાયકલ છે અને તે વેચવા જવાના છે. આ માહિતીને આધારે ધોરાજી પોલીસે ત્યાં રેડ પાડીને આ શખ્સોની તપાસ કરી હતી. તેમની પાસે રહેલ મોટર સાઈકલના પેપર માગતા તે તેની પાસે ન હતા. જેથી ધોરાજી પોલીસે આ મોટરસાઈકલ કોની છે તે મામલે તપાસ કરી હતી. પોલીસે આ માહિતી મેળવવા માટે પોકેટ કોપની મદદથી વિગતો મેળવતા આ મોટરસાયકલ રાજકોટથી ચોરાયેલ છે તે હકીકત સામે આવી હતી. વધુ તપાસ કરતા 3 શખ્સોએ મોટરસાયકલ ચોરીની કબૂલાત કરી હતી.

ધોરાજી પોલીસે મોટરસાયકલ ચોરીમાં ધોરાજીના માતાવાડીમાં રહેતા નરેશ બાવનજી વાઘેલા, ઉપલેટાના રહેવાસી રવિ રસિક સોલંકી, જેતપુર દેરડી ધાર ઉપર રહેતા રવિ પુનાભાઈ સોલંકીને પકડી પાડ્યા છે. સાથે જ 4 જેટલા હીરો સ્પેલન્ડર મોટરસાઈકલ પણ કબજે લીધી હતી. ધોરાજી પોલીસે આ 3 વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news