ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે આજે 7મી વખત થશે કમાન્ડર લેવલની બેઠક


નવા સમયમાં ભારતે ચીનની આંખમાં આંખ નાખીને સારી રીતે સમજાવી દીધું છે કે વિસ્તારવાદ સાથે જોડાયેલ કોઈ ષડયંત્ર હવે સફળ થશે નહીં.
 

ભારત-ચીન સરહદ વિવાદ વચ્ચે આજે 7મી વખત થશે કમાન્ડર લેવલની બેઠક

નવી દિલ્હીઃ ચીન (China) અને ભારત (India) વચ્ચે સૈન્ય સ્તરની સાતમી વાતચીત સોમવારે બપોરે 12 કલાકે ચુસુલ (Chusul)માં આયોજીત થશે. કમાન્ડર સ્તર  (Corps Commander level meet)ની વાતચીતને લઈને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સરહદ પર મહિનાઓથી ચાલતો તણાવ ઓછો થશે. 12 ઓક્ટોબરની તારીખે થનારી આમુલાકાતમાં લદ્દાખ સહીત સરહદી વિસ્તારમાં ડી-એસ્કલેશન પર ભાર આપવામાં આવશે. 

કૂટનીતિક સફળતા
નવા સમયમાં ભારતે ચીનની આંખમાં આંખ નાખીને સારી રીતે સમજાવી દીધું છે કે વિસ્તારવાદ સાથે જોડાયેલ કોઈ ષડયંત્ર હવે સફળ થશે નહીં. ભારતની એક ઇંચ જમીન પર આગળ વધવુ તો દૂર તેના વિશે વિચારવુ પણ ડ્રેગનને મોંઘુ પડશે. ઉલ્લેખનીય છે કે સરહદ વિવાદ પૂરો કરવા માટે પાવર ચાઇના સ્ટડી ગ્રુપ (China study group)ની રચના કરવામાં આવી છે.તો અત્યાર સુધી થયેલી આવી છ મુલાકાતોમાં ભારતીય પક્ષમાં સેનાની સાથે વિદેશ વિભાગના અધિકારી પણ સામેલ થયા છે. 

હાથરસની 'સાચી હકીકત' જાણવા પીડિતાના ગામ પહોંચી CBI, અનેક લોકોની પૂછપરછની તૈયારી

ચીનને સ્પષ્ટ ચેતવણી
નવી દિલ્હીથી બેઇજિંગ પર સતત તે વાત પર દબાવ બનાવવામાં આવી રહ્યો છે કે કોઈપણ સ્થિતિમાં ચીને લદ્દાક અને તે સંપૂર્ણ વિસ્તારમાં એપ્રિલ 2020ની સ્થિતિ પર આવવું પડશે. તેનાથી ઓછામાં કોઈ પરિણામ નિકળશે નહીં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news