સુરતમાં શોલેવાળીઃ દારૂના નશામાં ભાન ભુલેલો યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો અને....

સુરતમાં એક યુવક દારૂના નશામાં ધૂત થઈને 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. મોબાઈલ ટાવર પર ચડ્યા પછી તેના વચ્ચે આવેલા પોઈન્ટ પર ઊભો રહીને તેણે શોલેના ધર્મેન્દ્રની સ્ટાઈલમાં નાટક શરૂ કર્યું હતું.   

Updated By: Dec 15, 2019, 07:47 PM IST
સુરતમાં શોલેવાળીઃ દારૂના નશામાં ભાન ભુલેલો યુવક મોબાઈલ ટાવર પર ચડ્યો અને....

સુરતઃ સુરતમાં રવિવારે એક યુવકે દારૂના નશામાં ભાન ભુલીને મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો અને તેણે શોલેવાળી કરી હતી. લોકો પણ યુવકની શોલેવાળી જોવા માટે ટોળે વળ્યા હતા અને આ યુવકનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આખરે ફાયર બ્રિગેડે લિફ્ટની મદદથી તેને નીચે ઉતાર્યો હતો. 

સુરતના સિંગણપોર વિસ્તારની આ ઘટના છે. એક યુવક દારૂના નશામાં ધૂત થઈને 50 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો. મોબાઈલ ટાવર પર ચડ્યા પછી તેના વચ્ચે આવેલા પોઈન્ટ પર ઊભો રહીને તેણે શોલેના ધર્મેન્દ્રની સ્ટાઈલમાં નાટક શરૂ કર્યું હતું. આ યુવકને જોવા માટે નીચે લોકોનાં ટોળે-ટોળાં વળ્યા હતા અને પોલીસને પણ જાણ કરાઈ હતી. 

પોલીસે ફાયરની ટીમને બોલાવી હતી. ત્યાર પછી ફાયર વિભાગની ટીમે લિફ્ટની મદદથી યુવકને સમજાવી-ફોસલાવીને નીચે ઉતાર્યો ત્યારે લોકોને હાશકારો થયો હતો. પોલીસે આ યુવકને અટકમાં લઈને કાર્યવાહી હાથ ધરી છે. 

પાકિસ્તાની તીડના કારણે ગુજરાતી ખેડૂતો પરેશાન... જુઓ વીડિયો....

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....