માફિયાઓએ ગુજરાતના દરિયામાં 500 કરોડનું ડ્રગ્સ ભરેલી બોટ ઉડાવી, 9 પકડાયા

આ બોટમાં 500 કરોડનું ડ્રગ્સ જહાજમાં લદાયેલું હતું. આ સમગ્ર મામલે 9 લોકોની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનનો નાગરિક હામિદ અન્સારી તેના દ્વારા કન્સાઈનમેન્ટ મોકલાયું હતું. 

માફિયાઓએ ગુજરાતના દરિયામાં 500 કરોડનું ડ્રગ્સ ભરેલી બોટ ઉડાવી, 9 પકડાયા

મૌલિક ધામેચા, અજય શીલુ/ પોરબંદર: ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયો હંમેશાથી ઘૂસણખોરી માટે ચર્ચામાં રહ્યો છે. ત્યારે પોરબંદરના સમુદ્રમાં ગુજરાત એટીએસ અને ડ્રગ માફીયાઓ વચ્ચે મધદરિયે ઘર્ષણ થયું હતું. ત્યારે માફિયાઓએ ડ્રગ્સથી લદાયેલી બોટને ઉડાવી દીધી હતી. આ બોટમાં 500 કરોડનું ડ્રગ્સ જહાજમાં લદાયેલું હતું. આ સમગ્ર મામલે 9 લોકોની ધરપકડ કરાઈ છે. પાકિસ્તાનનો નાગરિક હામિદ અન્સારી દ્વારા આ કન્સાઈનમેન્ટ મોકલાયું હતું. પાકિસ્તાનના ગવાદીયર પોર્ટ પરથી ડ્રગ્સ મોકલાયું હતું. 

gujaratdrugs.JPG

પોરબંદરના મધદરિયે ગુજરાત એટીએસે ડ્રગ માફિયાઓને પકડી પાડ્યા છે. આ ડ્રગ માફિયાઓ પાકિસ્તાનથી ડ્રગ્સ ભરેલું કન્સાઈનમેન્ટ ઈરાન લઈ જઈ રહ્યા હતા. ઈરાનમાં ડ્રગ્સની ઘૂસણખોરી માટે તેમણે દરિયાનો માર્ગ પસંદ કર્યો હતો. પરંતુ ગુજરાત એટીએસએ તેમને મધદરિયે પકડી પાડ્યા હતા. ડ્રગ્સ પકડાઈ જવાની બીકે માફિયાઓએ ડ્રગ ભરેલી બોટ ઉડાવી દીદી હતી. ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટ્રેપમાં આવ્યાં બાદ તેમણે પુરાવાનો નાશ કરવા બોટને બ્લાસ્ટ કરી હતી. આ જહાજમાં 500 કરોડની કિંમતનું ડ્રગ લદાયેલું હતું. 

GujaratPorbandar.JPG

ગુજરાત ATSએ 9 ડ્રગ માફિયાઓને ધરપકડ કરી છે. ઝડપાયેલા માફિયાઓ પૈકી 8 ઇરાનિયન અને 1 પાકિસ્તાની નાગરિક છે. એટીએસ, કોસ્ટગાર્ડ અને મરીન ટાસ્ક ફોર્સના સંયુક્ત પ્રયાસોથી આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 24 કલાક પહેલા એટીએસને માહિતી મળી હતી કે, દરિયામાંથી હેરોઈન લઈ જવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાત એટીએસએ પહેલેથી જ વોચ ગોઠવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘર્ષણ દરમિયાન ફાયરિંગ પણ થયું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news