અડધી રાતે નશામાં ધૂત થઈ નાગપુરની મહિલાએ કર્યું ધતિંગ, અમદાવાદના ગર્લ્સ PGનો બનાવ

અમદાવાદ (Ahmedabad) માં ધમધમતા પીજીમાં નવા નવા વિવાતો સતત આવતા રહે છે. ત્યારે વસ્ત્રાપુરના પીજીમાં રહેતી અને નોકરી કરતી મહિલાએ (drunk woman) અડધી રાતે દારૂ પીને છાટકા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાએ પીજી (PG) માં એટલો આતંક મચાવ્યો કે, પોલીસ બોલાવવી પડી હતી. હાલ તેની સામે પોલીસ ગુનો દાખલ કર્યો છે.

Updated By: Nov 19, 2019, 11:27 AM IST
અડધી રાતે નશામાં ધૂત થઈ નાગપુરની મહિલાએ કર્યું ધતિંગ, અમદાવાદના ગર્લ્સ PGનો બનાવ
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) માં ધમધમતા પીજીમાં નવા નવા વિવાતો સતત આવતા રહે છે. ત્યારે વસ્ત્રાપુરના પીજીમાં રહેતી અને નોકરી કરતી મહિલાએ (drunk woman) અડધી રાતે દારૂ પીને છાટકા કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. આ મહિલાએ પીજી (PG) માં એટલો આતંક મચાવ્યો કે, પોલીસ બોલાવવી પડી હતી. હાલ તેની સામે પોલીસ ગુનો દાખલ કર્યો છે.

દીવ ફરવા જતા કોઈની નજર પડતી તેવી રસપ્રદ બાબત જાણીએ, ફેમસ જલંધર બીચની છે વાત

એસજી હાઈવે પર આવેલી ટીજીબી હોટલની સામેના નેબ્યુલા ટાવરમાં ગર્લ્સ પીજી ચાલે છે. આ પીજીમાં અનેક યુવતીઓ રહે છે. અહીં મૂળ નાગપુરની રહેવાસી કંચન વાસવાની (ઉંમર 42 વર્ષ) પણ રહે છે. કંચન અમદાવાદના એક કોલ સેન્ટરમાં નોકરી કરે છે. આ મહિલાએ રવિવારે ભારે હંગામો કર્યો હતો. આ યુવતીએ રવિવારે રાત્રે ચિક્કાર દારૂ પીને નશામાં ધૂત થઈને તોફાન કર્યું હતું. જેને પગલે અન્ય યુવતીઓએ પીજીના સંચાલકને ફોન કરીને જાણ કરી હતી. જેથી પીજીના સંચાલક તાત્કાલિક દોડતા થયા હતા.

ભેજવાળી મગફળીને લઈને ટેન્શનમાં આવેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત

તેમણે આવીને તપાસ કરી હતી, આ મહિલાએ આખી સોસાયટીને ગજવી મૂકી હતી. જેના બાદ તેઓએ પોલીસ બોલાવી હતી. પોલીસે કંચનના સામાનની તપાસ કરી તો તેની પાસેથી ઈંગ્લિશ દારૂની એક બોટલ મળી આવી હતી. તેમજ પોલીસે તેને દારૂની પરમિટ વિશે પણ પૂછ્યુ હતું. જેમાં તેની પાસે કોઈ પરમિટ ન હોવાનું તેણે જણાવ્યું હતું. દારૂ પીને પીજીમાં છાટકા કરવા મામલે પોલીસે કંચન વાસવાની સામે બે ગુના દાખલ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube