'દમ મારો દમ'! અમદાવાદમાં ધમધમ્યું હાઈ પ્રોફાઈલ હુક્કાબાર, યુવતીઓ સહિત 68 લોકો ઝડપાયા

અમદાવાદમાં ફરી એક વખત હુક્કાબાર ઝડપાયું. ડિજી વિજિલન્સની ટીમે સેક્રેડ 9 કાફેમાં રેડ કરીને યુવક - યુવતી સહિત 68 લોકોને ઝડપયા છે. ડિજી વિજિલન્સે કાફેના સંચાલક સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી. કેવી રીતે ઝડપાયો હાઈ પ્રોફાઈલ હુક્કાબાર...
'દમ મારો દમ'! અમદાવાદમાં ધમધમ્યું હાઈ પ્રોફાઈલ હુક્કાબાર, યુવતીઓ સહિત 68 લોકો ઝડપાયા

ઉદય રંજન, અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વખત હુક્કાબાર ઝડપાયું. ડિજી વિજિલન્સની ટીમે સેક્રેડ 9 કાફેમાં રેડ કરીને યુવક - યુવતી સહિત 68 લોકોને ઝડપયા છે. ડિજી વિજિલન્સે કાફેના સંચાલક સહિત 4 વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી. કેવી રીતે ઝડપાયો હાઈ પ્રોફાઈલ હુક્કાબાર...

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા કેવલ પટેલ, આશિષ પટેલ, ધ્રુવ ઠાકર અને કરણ પટેલ છે. જે યુવા પેઢીને હુક્કાના રવાડે ચઢાવવાના ગુના હેઠળ ઝડપાયા છે. બોપલ વિસ્તારમાં આવેલા એસ પી રિંગ રોડ પર સેક્રેડ 9 કાફેમાં હુકકાબાર ધમધમી રહ્યો હોવાની બાતમી ડિજી વિજિલન્સ સ્કોડને મળી હતી. જેથી ડિજી વિજિલન્સે સેક્રેડ 9 માં રેડ કરતા 60 યુવક અને 8 યુવતીઓ હુક્કા પિતા મળી આવી હતી. ડિજી વિજિલન્સે 68 લોકોના નિવેદન લીધા. આ કાફેમાંથી જુદા જુદા ફ્લેવરના હુક્કા મળી આવ્યા છે. પોલીસે 13 હર્બલ ફ્લેવર અને 29 જેટલા હુક્કા જપ્ત કર્યા છે.

પકડાયેલા હુક્કાબારના સંચાલકોમાંથી મુખ્ય કેવલ પટેલ અને આશિષ પટેલ છે. કેવલ પટેલે કાફે હુક્કાબાર માટે ભાડે આપ્યું હતું અને છેલ્લા 3 થી 4 માસથી આ હુકકાબાર ચાલતું હતું. એટલું જ નહીં કેવલ પટેલની સેક્રેડ 9 નામથી કન્સ્ટ્રક્શન સ્કીમ પણ બોપલમાં બની રહી છે. એસ પી રિંગ રોડ પર ચાલતા હુકકાબારથી સરખેજ પોલીસની નિષ્ક્રિયતા સામે આવી છે. ત્યારે ડિજી વિજિલન્સ હુકકબારને લઈને જાણવા જોગ નોંધ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ડિજી વિજિલન્સની ટીમે હુકકબારની સામગ્રી અને આરોપી સરખેજ પોલીસને સોંપ્યો છે. આ હર્બલ ફ્લેવરના હુક્કામાં કેફી પદાર્થ છે કે નહીં તે જાણવા 42 હુક્કાના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ FSL માં મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news