Dwarka Gujarat Chutani Result 2022: દ્વારકા બેઠક પર પબુભા માણેક જીત્યા

Dwarka Gujarat Chunav Result 2022: દ્વારકા બેઠક પર ભાજપના પબુભા માણેકે કોંગ્રેસના મુળુ કંડોરિયાને 5327 મતથી હરાવી દીધા. દ્વારકા વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ હતો. વર્ષ 1990થી સતત સાત વખત ધારાસભ્ય બનેલા દ્વારકાના લોકપ્રિય નેતા પબુભા માણેક આ ચૂંટણીમાં ફરી ભાજપની ટિકિટ પર મેદાનમાં હતા. સામે કોંગ્રેસે મુળુ કંડોરિયાને ટિકિટ આપી હતી

Dwarka Gujarat Chutani Result 2022: દ્વારકા બેઠક પર પબુભા માણેક જીત્યા

દેવભૂમિ દ્વારકાઃ Dwarka Gujarat Chunav Result 2022: દ્વારકા બેઠક પર ભાજપના પબુભા માણેકે કોંગ્રેસના મુળુ કંડોરિયાને 5327 મતથી હરાવી દીધા. દ્વારકા વિધાનસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ હતો. વર્ષ 1990થી સતત સાત વખત ધારાસભ્ય બનેલા દ્વારકાના લોકપ્રિય નેતા પબુભા માણેક આ ચૂંટણીમાં ફરી ભાજપની ટિકિટ પર મેદાનમાં હતા. સામે કોંગ્રેસે મુળુ કંડોરિયાને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ દલવાડી(સતવારા) સમાજના નેતાને પ્રતિનિધિત્વ આપ્યું હતુ અને લખમણ નકુમને ટિકિટ આપી. 

દ્વારકા વિધાનસભા બેઠકઃ-
દ્વારકા વિધાનસભા બેઠકમાં ઓખા, કલ્યાણપુર, દ્વારકા તાલુકાના મતદારોનો સમાવેશ થાય છે. ગ્રામિણ વિસ્તારના મતદારોની સંખ્યા વધુ હોવાના કારણે તે નિર્ણાયક સાબિત થઈ છે. 2022ની ચૂંટણીમાં બેટદ્વારકામાં ડિમોલિશન અને આમ આદમી પાર્ટીની એન્ટ્રી ચૂંટણીને વધુ રસપ્રદ બનાવી દેશે. દ્વારકા વિધાનસભા બેઠક પર મુખ્યત્વે સવર્ણોનો દબદબો રહે છે. આંકડાકીય રીતે વાત કરવામાં આવે તો અહીં અનુસૂચિત જાતિ 6.78% અને અનુસૂચિત જનજાતિ 1.29% છે. જ્યારે સવર્ણ હિદુઓ 84.65% અને મુસ્લિમો 15.00% છે.

2022ની ચૂંટણીઃ-
પક્ષ    ઉમેદવાર 
ભાજપ    પબુભા માણેક
કોંગ્રેસ     મુળુ કંડોરિયા
આપ    લખમણ નકુમ

2017ની ચૂંટણીઃ
2017ની ચૂંટણીમાં પબુભા માણેકને 73431 મત મળ્યા હતા, તેની સામે કોંગ્રેસના ઉમેદવારને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી. 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. એ સમયે પબુભા સામે કૉંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહિર હતા, જેમની પબુભા સામે હાર થઈ હતી. એપ્રિલ 2019માં ગુજરાત હાઈકોર્ટે વર્ષ 2017માં દ્વારકા બેઠક પર થયેલી વિધાનસભાની ચૂંટણીને રદ કરી દીધી હતી.

2012ની ચૂંટણી:
2012ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભારતીય જનતા પક્ષની ટિકિટ પર પબુભા માણેક MLA તરીકે ચૂંટાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news