Pavi Jetpur Gujarat Chutani Result 2022 : છોટાઉદેપુરની પાવીજેતપુર બેઠક પર ભાજપની જીત

Pavi Jetpur Gujarat Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે તે જોવાનું રહેશે

Pavi Jetpur Gujarat Chutani Result 2022 : છોટાઉદેપુરની પાવીજેતપુર બેઠક પર ભાજપની જીત

Pavi Jetpur Gujarat Chutani Result 2022: છોટાઉદેપુરની પાવીજેતપુર બેઠક પર હાલ તો કોંગ્રેસનો કબજો છે પણ આ બેઠક પર હાલ બંન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ વિસ્તાર પર આદિવાસીઓનું વર્ચસ્વ છે. આ બેઠક પર મતદારોની વાત કરીએ તો અંદાજીત કુલ 2,65,752 મતદારો નોંધાયા છે. જેમાં 1,36,720 પુરૂષ મતદારો છે અને 1,29,032 મહિલા મતદારોનો સમાવેશ થાય છે.

પાવી જેતપુર વિધાનસભાનું પરિણામઃ

જીલ્લો : છોટા ઉદેપુર

બેઠક : જેતપુર ૧૩૮

રાઉન્ડ :   19 ના અંતે

આગળ :. ભાજપ 32460 મતથી આગળ

ઉમેદવાર :  

ભાજપ :  જયંતિ રાઠવા 69567 મત

કોંગ્રેસ : સુખરામ રાઠવા  26760 મત

આપ :. રાધિકા રાઠવા 37107 મત

2022ની ચૂંટણી
2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે વિપક્ષ નેતા સુખરામ રાઠવાને રીપીટ કર્યા છે. ભાજપ પૂર્વ ધારાસભ્ય જયંતિ રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ રાધિકા રાઠવાને ઉમેદવાર બનાવ્યા છે. 

2017ની ચૂંટણી
ગત વિધાનસભા ચૂંટણીમાં હાલના વિપક્ષ નેતા સુખરામ રાઠવા જીત્યા હતા. કોંગ્રેસના સુખરામ રાઠવાએ ભાજપના જયંતિ રાઠવાને 3052 મતોથી હાર આપી હતી. 

2012ની ચૂંટણી
2012માં ભાજપના ઉમેદવાર જયંતિ રાઠવાએ કોંગ્રેસના સુખરામ રાઠવાને 4273 મતોના માર્જીનથી જીત મેળવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news