ભરત પટેલ સ્યૂસાઈડ કેસ : ચંદનચોરી કેસમાં પણ Dysp ચિરાગ સવાણી પર આક્ષેપ થયા હતા

રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી.

ભરત પટેલ સ્યૂસાઈડ કેસ : ચંદનચોરી કેસમાં પણ Dysp ચિરાગ સવાણી પર આક્ષેપ થયા હતા

ઉદય રંજન/અમદાવાદ :રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી.

ડીસીપીએ તપાસની ખાતરી આપી
ભરત પટેલના આપઘાતનો મામલે ડીસીપી ઝોન-2 ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે, પીઆઇ કક્ષાના અધિકારી તપાસ કરાશે અને સીધું મારુ સુપરવિઝન રહેશે. FSLમાં સ્યુસાઇડ નોટ તપાસ માટે મોકલાશે. આ મામલે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટની પણ મદદ લેવાશે. તમામ બાબતે નિષ્પક્ષ તપાસ કરીને ગુનો બનશે તો દાખલ કરવામાં આવશે. ગુજરાતમાં બીટકોઈન પર પ્રતિબંધ છે, તેમ છતાં પોલીસ અધિકારીએ તેનો ઉપયોગ કર્યો હશે તો તે બાબતે પણ કાર્યવાહી કરાશે. આમ, તેમણએ પરિવારજનોને આશ્વાસન આપતા ડેડબોડી સ્વીકારવા ખાતરી આપી છે. તો બીજી તરફ, પરિવારે પણ ભરત પટેલના મૃતદેહને સ્વીકારવાની તૈયારી બતાવી હતી. 

ચંદન ચોરીમાં પણ Dysp ચિરાગ સવાણીનું નામ આવ્યું હતું
ભરત પટેલ આત્મહત્યા કેસમાં જે Dysp ચિરાગ સવાણીનું નામ આવ્યું હતું, તેમના પર અગાઉ પણ આક્ષેપ થઇ ચૂક્યા છે. ગાંધીધામમા ચંદન તસ્કરી કેસમાં પણ તેમની સામે આરોપ મૂકાયો હતો. તે સમયે પણ ચિરાગ સવાણી પર ઈન્ક્વાયરી કરવામા આવી હતી. ચંદન તસ્કરીનો વિવાદ થતા ચિરાગ સવાણીની બદલી કરવામાં આવી હતી.

પરિવારજનોએ ભરત પટેલની વસ્તુ આપવાની ના પાડી 
મૃતકના પરિવારે આરોપીઓની ધરપકડ થશે નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પરિવારે ભરત પટેલની વસ્તુઓને પણ આપવાનો ઈનકાર કર્યો છે. સાથે જ મૃતકનો મોબાઈલ અને લેપટોપ જવાબદાર અધિકારીઓને જ આપવાની વાત પરિવારજનોએ કરી છે. 

ફેમિલી વોટ્સએપ ગ્રૂપમાં પુરાવા આપ્યા
પરિવારજનોના જણાવ્યા અનુસાર ભરત પટેલે આત્મહત્યા કર્યા પહેલા પરિવારના વોટ્સએપ ગ્રુપમાં બીટકોઈનના ટ્રાન્ઝેક્શન અંગે પુરાવા મોકલ્યા હતા અને પોતે નિર્દોશ હોવાના પણ પૂરાવા મોકલ્યા હતા. હાલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. પરંતુ પરિવારજનોએ જણાવ્યું કે કેસને લઈ હજી સુધી કોઈ ઉચ્ચ અધિકારીએ પરિવારની મુલાકાત લીધી નથી. ત્યારે સમગ્ર મામલે તપાસ થાય અને આરોપીઓને સજા મળે તે માટે પરિવારજનોએ માગ કરી છે.

રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. વેપારી ભરત પટેલને બીટકોઈન ટ્રેડિંગમાં મોટું નુકશાન થયું હતું. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. ભરત પટેલે સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ પટેલની સાથે તેમના ભાઈ હર્નિશ સવાણીના નામ લખીને બંને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગઈ કાલે ડીવાયએસપી અને તેના ભાઈ ભરત પટેલને મળવા ઘરે આવ્યા હતા. જેના બાદ રાત્રે ભરત પટેલે ગળે ફાંસો ખાધો હતો. 

લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news