જામનગરમાં કાર-રીક્ષા વચ્ચે જોરદાર ટક્કર, દંપતીનું ઓન ધી સ્પોટ મોત
Trending Photos
મુસ્તાક દલ/જામનગર :જામનગરના ઠેબા ચોકડી પાસે આજે ગમખ્વાર અકસ્માત (accident) સર્જાયો હતો. ઇકો કાર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા દંપતીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. તો અન્ય છ વ્યકિતઓને ઇજા થતાં સારવારમાં ખસેડાયા છે. જોકે, આ અકસ્માત એટલો ગંભીર હતો કે, આખી રીક્ષાનું પડીકુ વળી ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઠેબા ચોકડી પાસે ઈકો કાર અને રિક્ષા સામસામે ટકરાયા હતા. જેમાં મોડપરમાં રહેતા પ્રેમજીભાઈ અને તેમની પત્નીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. મૂળ બિહારના રહેવાસી સતીસકુમાર સિંગ અને તેમના પત્નીનું મોત નિપજ્યું હતું. તો તેમના મિત્રને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તો સાથે જ કાર અને રિક્ષામાં સવાર 6 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
અકસ્માતમાં આખી રીક્ષા પડીકુ વળી ગયું હતું. તેને જોઈને કહી ન શકાય કે આ રીક્ષા જ છે તેવી હાલત થઈ હતી. જેથી સમજી શકાય કે અંદર બેસેલા સવારોની અકસ્માતમાં શુ હાલત થઈ હશે.
તો બીજી તરફ, ઈકો કારનો આગળનો ભાગ પણ ચીગદાઈ ગયો હતો. ગાડીના આગળના ભાગનો બૂડકો વળી ગયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે