ગુજરાતની ગૃહિણીઓને મોટી રાહત, જાણો ખાદ્યતેલના ભાવમાં કેટલાનો થયો ઘટાડો?

કપાસિયા તેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જ્યારે સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો છે. કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2010થી 2060 પહોંચ્યો છે, તેવી જ રીતે સિંગતેલના ડબ્બાનો ભાવ 2640થી 2710 પહોંચ્યો છે.

ગુજરાતની ગૃહિણીઓને મોટી રાહત, જાણો ખાદ્યતેલના ભાવમાં કેટલાનો થયો ઘટાડો?

ગૌરવ દવે/ રાજકોટ: જીવન જરૂરિયાતની વસ્તુને લઈને જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે. ત્યારે હવે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થયો છે. જે એક સારા સમાચાર છે.

ખાદ્યતેલના ભાવમાં સતત બીજા દિવસે ઘટાડો નોંધાયો છે. જે ગૃહિણીઓ માટે ખુશખબર છે. કપાસિયા તેલના ભાવમાં 15 રૂપિયાનો ઘટાડો કરાયો છે. જ્યારે સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો ઘટાડો કરાયો છે. કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થતાં ડબ્બાનો ભાવ 2010થી 2060 પહોંચ્યો છે, તેવી જ રીતે સિંગતેલના ડબ્બાનો ભાવ 2640થી 2710 પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શિયાળો ધીમે જામી રહ્યો છે અને ઠંડી દિવસે દિવસે વધી રહી છે. બીજી બાજુ લગ્નની સિઝન પણ ચાલી રહી છે. આ સિઝન તેલના વપરાશ માટે યોગ્ય છે. પરંતુ બજારની હાલની સ્થિતિ પર નજર કરીએ તો તેલના ભાવમાં બજારમાં ઘટાડો થયો છે. જોકે કેટલીક જગ્યાએ તેનું મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. આમ થવા પાછળ નિષ્ણાતો ઘણા કારણો આપી રહ્યા છે. 

નિષ્ણાતોનું કહેવું છે કે, સરસિયાનું તેલ, સીંગતેલ, સોયાબીન તેલીબિયાં, કાચુ પામ ઓઈલ અને પામોલિન ઓઈલના ભાવમાં પહેલા કરતા સુધારો થયો છે. જ્યારે આયાતી તેલના સસ્તા થવાની અસર સોયાબીનના તેલ પર પડી છે. તેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, દેશમાં લાખો હેક્ટરમાં તેલીબિયાં પાકોનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. પરંતુ અન્ય દેશો પર દેશના તેલની નિર્ભરતા પણ ઘણી વધારે છે. અહેવાલ અનુસાર ગત નવેમ્બરમાં પૂરા થયેલા તેલ વર્ષમાં 6.8 ટકાનો વધારો એટલે કે લગભગ 9 લાખ ટન ખાદ્ય તેલની આયાત નોંધાઈ હતી. નિષ્ણાતોનું કહેવું છે કે, દેશના તેલીબિયાં પાકોના ભાવ થોડા વધારે છે, જ્યારે આયાતી તેલ બજારમાં સસ્તું છે. સસ્તા તેલના કારણે દેશમાં સ્થાનિક તેલના ભાવ પર અસર જોવા મળી રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news