સીંગતેલ

દિવાળી પહેલા રૂપિયાની બચત થાય તેવા ખુશખબર, સીંગતેલના ભાવમાં થયો ઘટાડો

દિવાળી (Diwali 2019) પહેલા ગૃહિણીઓ માટે સારા સમાચાર આવ્યા છે. દિવાળી પહેલા તેમનો ખર્ચ ઘટે અને ખિસ્સામાં આવક થાય તેવા આ સમાચાર છે. માર્કેટમાં મગફળી (Ground Nut)માં નવા પાકની આવકની અસર સિંગતેલ (Ground Nut Oil) ના ભાવમાં જોવા મળી છે. જેને પગલે મગફળીમાં સારા પાકની આશાએ એક ડબ્બાએ 20 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલ સિંગતેલના એક ડબ્બાનો ભાવ 1820 રૂપિયા થયો છે. ત્યારે આગામી સમયમાં આ ભાવ હજુ પણ ઘટાડે તેવી શક્યતા બિઝનેસ એક્સપર્ટસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. 

Oct 3, 2019, 10:41 AM IST
Rajkot: People Speak About Price Hike In Groundnut Oil PT3M24S

રાજકોટ: સીંગતેલમાં ભાવ વધારાના કારણે ગૃહિણીઓ પરેશાન

રાજકોટ: સીંગતેલના ભાવ વધારાના કારણે ગૃહિણીઓ પરેશાન

Aug 18, 2019, 02:35 PM IST

સાતમઆઠમ પહેલા ખુશખબરી, સીંગતેલના ભાવમાં થયો ઘટાડો

સિંગતેલના ભાવમાં છેલ્લા બે મહિનાથી ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. લેટેસ્ટ અપડેટ મુજબ, રોજ ડબ્બે રૂપિયા 10નો ઘટાડો જોવા મળ્યો છે. રાજકોટમાં આજે સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10નો ઘટાડો જોવા મળ્યો છે. 

Aug 8, 2019, 08:43 AM IST

તહેવારો પહેલા ગૃહિણીઓને મળ્યા ખુશીના સમાચાર, ફરી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો

તહેવારોની સીઝન શરૂ થાય તે પહેલા જ ગૃહિણીઓને સારા સમાચાર મળ્યા છે. તહેવારો આવતા જ ફરસાણ અને મીઠાઈ બનાવવું હવે તેમના માટે સસ્તુ બનશે. કારણ કે, સિંગતેલના ભાવમાં ડબ્બે 20 રૂપિયાનો ઘટાડો થયો છે. હજી ગત સપ્તાહમાં જ સિંગતેલના ડબ્બામાં 20 રૂપિયાનો ઘટાડો થયો હતો. 

Jul 12, 2019, 09:05 AM IST

10 દિવસમાં સીંગતેલમાં વધેલો ભાવ ઘટ્યો, જુઓ કેટલા રૂપિયાનો થયો ઘટાડો

હજી ગત મહિને ગૃહિણીઓના શ્વાસ અદ્ધર થઈ જાય તેટલા સીંગતેલનો ભાવ વધારો નોંધાયો હતો. ત્યારે ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર આવ્યા છે. તેલના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. તહેવારોની સીઝન નજીક આવતા ગૃહિણીઓનું બજેટ સુધરે તેવા સમાચાર હાલ મળ્યાં છે.

Jul 10, 2019, 07:46 AM IST

તહેવારો પૂર્વે જોવા મળ્યો ‘તેલનો ખેલ’, સીંગતેલના ભાવમાં થયો 100 રૂપિયાનો વધારો

મોઘવારીમાં થતા સતત વધારાને કારણે ગૃહિણીઓનું બજેટ સતત ખોરવાઇ રહ્યું છે. તેવામાં સિંગતેલના ભાવ આજે આસમાને પહોચી ગયા છે. સામાન્ય રીતે તહેવાર સમયે સિંગતેલના ભાવમાં વધારો થતો જોવા મળતો હોય છે. પરંતુ આ વર્ષે સાતમ આઠમ તહેવાર પૂર્વે સિંગતેલના ભાવમાં ડબ્બે 100 રૂપિયા જેટલો ભાવ વધારો 20 દિવસમાં જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૦ દિવસમાં નવી મગફળીના સિંગતેલના ભાવમાં 15 કિલોએ 120 રૂપિયાનો વધારો થવા પામ્યો છે. જયારે જૂની મગફળીના સિંગતેલના ભાવમાં ડબ્બે 20 દિવસમાં 90 રૂપિયાનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. 

Jun 26, 2019, 05:36 PM IST

ગૃહિણીનું બજેટ વેરવિખેર કરી નાંખે તેટલો સીંગતેલ-કપાસીયા તેલમાં ભાવવધારો થયો

જેમ ચોમાસાની અને તહેવારોની સીઝન નજીક આવી છે, તેમ ખાવાના તેલના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. બે દિવસમાં સિંગતેલના ભાવમાં 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. 40 રૂપિયાના વધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 1810 રૂપિયાએ પહોંચ્યો છે.

Jun 19, 2019, 11:15 AM IST