Electric Bus : મેગાસિટી અમદાવાદના માર્ગો પર દોડશે 300 નવી ઈ-બસ, પર્યાવરણને ફાયદાકારક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(Ahmedabad Municipal Corporation- AMC) 300 બસનો વર્ક ઓર્ડર આપી દીધો છે. થમ તબક્કામાં 18 બસ બેટરી સ્વેપિંગ અને 32 બસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી વાળી એમ કુલ 50 બસ દોડતી કરવાનું આયોજન કરાયું છે. હાલમાં આ ઇલેક્ટ્રીક બસ 27 કીમીના આરટીઓ સરક્યુલર રૂટ(RTO Circular Rout) ઉપર જ દોડી રહી છે.
Trending Photos
અર્પણ કાયદાવાલા/અમદાવાદઃ મેગાસિટી અમદાવાદના(Ahmedabad) માર્ગો પર માર્ચ 2020 પછી 300 ઇલેકટ્રીક બસ(Electric Bus) દોડતી થઇ જશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને(Ahmedabad Municipal Corporation- AMC) 300 બસનો વર્ક ઓર્ડર આપી દીધો છે. હાલમાં શહેરના માર્ગ પર 13 ઇલેક્ટ્રીક BRTS બસ દોડી રહી છે અને આ મહીનાના અંત સુધીમાં 50 બસ દોડતી થઇ જશે. આ ઇલેક્ટ્રીક બસ(Electric Bus) દોડવવા માટે એએમસી દ્વારા સ્માર્ટસિટી પ્રોજેક્ટ(Smart City Project) અંતર્ગત અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવામાં આવ્યું છે.
સ્માર્ટસિટી પ્રોજેક્ટ હેઠળ ઇ-બસ થઇ દોડતી
સ્માર્ટસિટી પ્રોજેક્ટ(Smart City Project) અંતર્ગત AMC દ્વારા શહેરમાં ઇલેક્ટ્રીક બસ(Electric Bus) દોડાવામાં આવી રહી છે. પ્રથમ તબક્કામાં 18 બસ બેટરી સ્વેપિંગ અને 32 બસ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી વાળી એમ કુલ 50 બસ દોડતી કરવાનું આયોજન કરાયું છે. તેમાંથી હાલ શહેરના માર્ગ પર 13 ઇલેક્ટ્રીક બસ BRTS કોરીડોરમાં દોડી રહી છે. આ મહીનાના અંત સુધીમાં 50 ઇલેકટ્રીક બસ દોડતી થઇ જશે.
રાણીપમાં ઉભુ કરાયુ બેટરી સ્વેપિંગ મશિન
શહેરમાં અત્યારે જે 13 ઇલેક્ટ્રીક બીઆરટીએસ બસ દોડી રહી છે, તે બેટરી સ્વેપીંગ ટેકનોલોજી ધરાવતી બસ છે. એટલે કે બસની બેટરી ડિસ્ચાર્જ થઇ જાય તો બસને રાણીપ ખાતેના આ ડેપોમાં લાવવામાં આવે છે. જ્યાં સંપૂર્ણ ઓટોમેટીક એટલે કે સ્માર્ટ મશિનની મદદથી બસમાં રહેલી 4 કેવીની બેટરી કાઢીને તેના સ્થાન ચાર્જ થયેલી નવી બેટરી ફીટ કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રીયા 3 થી 4 મિનીટમાં પૂર્ણ થઇ જાય છે. બેટરી ફીટ થતાંની સાથે જ બસ પુનઃ પોતાના રૂટ પર રવાના થઇ જાય છે.
હાલમાં આ ઇલેક્ટ્રીક બસ 27 કીમીના આરટીઓ સરક્યુલર રૂટ ઉપર જ દોડી રહી છે. જેથી 27 કીલોમીટરનો એક આખો રૂટ પૂર્ણ કરીને આ બસ રાણીપ ખાતેના ડેપો ઉપર બેટરી બદલવા માટે આવે છે અને ગણતરીની મિનીટોમાં જ આ રોબોટિક ટેકનોલોજીની મદદથી બેટરી બદલીને રવાના થઇ જાય છે.
દોઢ કલાકમાં ચાર્જ થાય છે બેટરી
જે રીતે સ્માર્ટ મશિનથી બસની બેટરી બદલવામાં આવે છે, તેવી જ રીતે એક સાથે વધુ બેટરી પણ ચાર્જ કરવામાં આવે છે. હાલ જે મશીન છે તેમાં બસની એકસાથે 11 બેટરી ચાર્જ કરવામાં આવે છે. બેટરી એક વખત ચાર્જ થઈ ગયા પછી બસ 45 કિમી દોડી શકે છે. આ બેટરીને ચાર્જ થવામાં દોઢ કલાકનો સમય લાગે છે.
પર્યાવરણને ફાયદો
ઇલેક્ટ્રીક બસ સામાન્ય ડિઝલ બસ કરતાં વધુ આરામદાયક અને પર્યાવરણને કોઇપણ પ્રકારનું નુકશાન કરતી આ બસની સૌથી મોટી વિશેષતા છે કે તેમાં એન્જીન નથી. જેથી વાયુ કે ધ્વની પ્રદૂષણ થતું નથી. આ બસ ઓટોમેટીક મોડ પર ચાલે છે, એટલે કે તેમાં કોઈ ગીયર બોક્સ હોતું નથી. આ ઉપરાંત અનેક અત્યાધુનિક ટેક્નોલોજીનો પણ તેમાં ઉપયોગ કરાયો છે, જેમ કે બસનો દરવાજો ખુલ્લો હોય તે બંધ ન થાય ત્યાં સુધી બસ આગળ વધતી નથી.
ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી
બેટરી સ્વેપિંગ ટેકનોલોજીની સાથે જ ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી વાળી ઇલેક્ટ્રીક બસ પણ આગામી સમયમાં શહેરના માર્ગો પર દોડતી થઈ જશે. તેના માટે નારણપુરાના એએમટીએસ ડેપોમાં ઇલેકટ્રીક બસને ચાર્જ કરવા માટેની ખાસ મશિનરી ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. અહીં 15 પોઇન્ટ પર બન્ને તરફ એક સાથે 30 બસ ચાર્જ થઇ શકશે. એક બસને ચાર્જ થવાનો સમય 3 થી 4 કલાકનો રહેશે.
દેશભરમાં 1023 ફાસ્ટ્રેક કોર્ટ બનાવવાનો કેન્દ્ર સરકારનો નિર્ણય... જુઓ વીડિયો....
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે