કુછ તો શરમ કરો! રાષ્ટ્રીય શોકની ઐસી કી તૈસી કરીને અમદાવાદ ભાજપમાં આતશબાજી સાથે કરાઈ ઉજવણી

Ahmedabad BJP Celebration : દેશમાં રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદના મણીનગરમાં ભાજપની ઉજવણી.... વોર્ડ પ્રમુખના નામની જાહેરાત કરાતા કાર્યાલય બહાર કરી જોરદાર આતિશબાજી.... કોંગ્રેસે ભાજપ પર કર્યો શાબ્દિક હુમલો...
 

કુછ તો શરમ કરો! રાષ્ટ્રીય શોકની ઐસી કી તૈસી કરીને અમદાવાદ ભાજપમાં આતશબાજી સાથે કરાઈ ઉજવણી

Ahemdabad News : પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘના રાષ્ટ્રીય શોક વચ્ચે અમદાવાદ BJP કાર્યાલય પર ઢોલ-નગારા સાથે ઉજવણી કરવામાં આવી હતી. આખો દેશ હાલ પૂર્વ વડાપ્રધાનના નિધનનો શોક મનાવી રહ્યો છે, સરકારી કાર્યક્રમો મોકૂફ કરાયા છે, આ વચ્ચે અમદાવાદના મણિનગર વિસ્તારના ભાજપના કાર્યાલયમાં જોરદાર આતશબાજી સાથે ઉજવણી કરાઈ હતી. ત્યારે કોંગ્રેસે આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપના ધારાસભ્ય, કોર્પોરેટરોને પરમાત્મા સદબુદ્ધિ આપે.

અમદાવાદમાં પૂર્વ વડાપ્રધાન રાષ્ટ્રીય શોક વચ્ચે મણિનગરમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. વોર્ડ પ્રમુખના નામ જાહેર થતા ભાજપ કાર્યકર્તાઓએ આતશબાજી કરી હતી. રાષ્ટ્રીય શોક વચ્ચે જોરદાર આતિશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર દેશમાં પૂર્વ પ્રધાનમંત્રીના નિધન પર રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. ઉજવણીના વીડિયોમાં ભાજપના ધારાસભ્ય અમુલ ભટ્ટ પણ નજરે આવ્યા હતા. એટલું જ નહિ, રાષ્ટ્રીય શોક વચ્ચે ભાજપના નેતાઓ નાચગાન કરતા જોવા મળ્યા હતા. 

કોંગ્રેસે આતિશબાજી મુદ્દે ભાજપ પર કર્યા આકરા પ્રહાર....
ભાજપના કાર્યકરોએ નવા વોર્ડ પ્રમુખ જાહેર થતા કરી જાહેરમા ઉજવણી કરી હતી. મણિનગરના વોર્ડ પ્રમુખ નામ જાહેર થતા, કાર્યકરો અને ધારાસભ્યોએ ધમાલ મસ્તી કરી હતી. ત્યારે કોંગ્રેસે આક્ષેપ કર્યો કે પુર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ નિધન બાદ દેશમા જ્યારે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે ત્યારે આ ઉજવણી કેટલી યોગ્ય.

અમૂલ ભટ્ટે માફી માંગી
પૂર્વ પ્રધાનમંત્રીના નિધનના રાષ્ટ્રીય શોક સમયે bjp ની ઉજવણીનો મામલો ગરમાયો છે. પોતાની ઓફિસ આગળ ઉજવણી મામલે મણિનગર ધારાસભ્ય અમુલ ભટ્ટનું નિવેદનસામે આવ્યું છે. તેમણે કહ્યું કે, પૂર્વ pm એ દેશના પ્રધાનમંત્રી હતા, નહિ કે કોઈ એક પક્ષના. આ કોઈ ઇરાદાપૂર્વકની ઉજવણી નહતી. વોર્ડ પ્રમુખ જાહેર થયા એ સમએ હું પોલીસ કમિશનર કચેરી ખાતે સંકલન બેઠકમાં હતો. નવા ચૂંટાયેલા આગેવાનો અને કાર્યકરોએ મને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. કાર્યકરો ધારાસભ્યને મળવા માંગતા હોવાથી મે કાર્યાલયે બોલાવ્યા હતા. મે ખાસ સૂચના આપી હતી કે રસ્તામાં કોઈપણ પ્રકારની ઉજવણી કરવાની નથી. જે બાદ આવેલા વોર્ડ પ્રમુખ સાથે મેં ફોટો લઇ હું મારી ઓફિસમાં ગયો હતો. મારી મનાઈ છતાં કોઈ વધુ ઉત્સાહી કાર્યકરોએ dj વગાડી ઉજવણી કરી હતી. તેમ છતાં કોઈને મનદુઃખ થયું હોય કે લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news