અમદાવાદ: એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીનો મોટો કાંડ, જાણો કેવી રીતે ઝડપાયા

અમદાવાદમાં કેટલાક લાંચિયા બાબુ હવે લાંચ લેતા સહેજ પણ ગભરાતા નથી અને કોઈપણ કામ જાણે લાંચ લીધા વગર ન કરતા હોય તેઓ ઘાટ ઘડાયો છે. અમદાવાદના એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે આવી જ એક ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ મળી હતી.

 અમદાવાદ: એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીનો મોટો કાંડ, જાણો કેવી રીતે ઝડપાયા

મૌલિક ધામેચા/અમદાવાદ: એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે અમદાવાદના એલિસબ્રીજ પોલીસ સ્ટેશનમાં છાપો મારી બે પોલીસ કર્મીઓને લાખો રૂપિયાની લાંચ માંગણીના કેસમાં ઝડપાયા છે. પકડાયેલા બંને પોલીસકર્મીઓ ફરિયાદી સામે છેતરપીંડીનો કેસ નહિ કરી વહીવટ કરવા માટે રૂપિયા 2.75 લાખની માંગણી કરી હતી.

અમદાવાદમાં કેટલાક લાંચિયા બાબુ હવે લાંચ લેતા સહેજ પણ ગભરાતા નથી અને કોઈપણ કામ જાણે લાંચ લીધા વગર ન કરતા હોય તેઓ ઘાટ ઘડાયો છે. અમદાવાદના એન્ટીકરપ્શન બ્યુરોની ટીમે આવી જ એક ફરિયાદ એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં બે પોલીસકર્મીઓ વિરુદ્ધ મળી હતી. જેને પગલે એક છટકું ગોઠવી રૂપિયા 2.75 લાખની લાંચ લેવાના કેસમાં બંનેની અટકાયત કરી. પકડાયેલા બંને પોલીસકર્મીઓમાં એક આરોપી પોલીસકર્મી બાદલ ચૌધરી પોલીસ કોન્સ્ટેબલ છે. જ્યારે બીજો વિનોદ વાઢેર હેડ કોન્સ્ટેબલ તરીકે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર ACBને ફરિયાદી તરફથી ફરિયાદ મળી હતી કે નિશ્રેય નામની કંપની કે જે 'કેપચા'ની કામગીરી કરે છે જે કંપની એલીસબ્રીજ, અમદાવાદ ખાતે આવેલી છે. જે કંપનીએ ફ્રોડમાં ફરીયાદીની સીધી સંડોવણી અને જવાબદારી હોવાનું કહી આ કામના ફરીયાદી વિરૂધ્ધ ગુનો દાખલ કરવાની અને તેમને એરેસ્ટ કરવાની વાત કરી કેસમાંથી બહાર નિકળવા વહીવટ કરવાના બહાને લાંચની માગણી કરી હતી. 

એટલું જ નહીં આરોપી બાદલ ચૌધરી અને વિરુદ્ધ ભારે ફરિયાદી પાસે શરૂઆતમાં તો રૂપિયા 7 લાખની માંગણી કરી હતી, બાદમાં રકજકના અંતે રૂપિયા2.75 લાખ આપવાનું નક્કી થયેલું. પરંતુ ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય અને ACBનો સંપર્ક કરતા લાંચના છટકાનું આયોજન કરતા પોલીસક્રમીને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news