દિવાળી જેવો માહોલ, બનાસકાંઠામાં PMના આગમનને લઈ ઉત્સાહનો માહોલ; ગામડે ગામડે સામૈયા સાથે મહાઆરતી

દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (19 એપ્રિલ) દિયોદરના સણાદર ખાતે બનાસડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરવા આવવાના છે. જેને લઈને જિલ્લાના દરેક ગામડાઓમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક ગામડાઓમાં દિવાળી જેવો માહોલ છે. 

 દિવાળી જેવો માહોલ, બનાસકાંઠામાં PMના આગમનને લઈ ઉત્સાહનો માહોલ; ગામડે ગામડે સામૈયા સાથે મહાઆરતી

અલકેશ રાવ/બનાસકાંઠા: આવતીકાલે (19 એપ્રિલ 2022) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસડેરીના પ્લાન્ટના લોકાર્પણ માટે આવવાના છે. જેને લઈને બનાસકાંઠાના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગામડે-ગામડે લોકો દીવડા પ્રગટાવી ઉત્સાહ મનાવી રહ્યા છે. બનાસકાંઠામાં પીએમ મોદીના આગમનને લઈને ગામડે ગામડે સામૈયા સાથે મહા આરતીના આયોજન કરવામાં આવ્યું છે. 

એટલું જ નહીં, દિયોદરના ઝાલોઢા ગામે ડીજે સાથે વરઘોડો કાઢી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ છેલ્લા 2 દિવસથી મોદીના આગમનને લઈને ગરબે ઘૂમી રહી છે. દરેક ગામડાઓમાં 2100 દિવાની મહાઆરતી કરાઈ રહી છે. તમને જણાવી દઈએ કે, આવતી કાલે (19 એપ્રિલ) પીએમ મોદી દિયોદરના સણાદર ખાતે બનાસ ડેરીના પ્લાન્ટ લોકર્પણ કરવા આવી રહ્યા છૅ.

No description available.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે (19 એપ્રિલ) દિયોદરના સણાદર ખાતે બનાસડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કરવા આવવાના છે. જેને લઈને જિલ્લાના દરેક ગામડાઓમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરેક ગામડાઓમાં દિવાળી જેવો માહોલ છે. 

લોકો ગામના મંદિરો અને દૂધ ડેરીઓ ઉપર દીવડાઓ પ્રગટાવી રહ્યા છે, તેમજ ડી.જે ના તાલે વરઘોડું નીકાળી મોદીને આવકારવા સામૈયા નીકાળી રહ્યા છે તો મહિલાઓ ગરબે ઘૂમીને ફટાકડા ફોડી અનેરો આનંદ મનાવી રહ્યા છે તો પ્રધાનમંત્રીની આકૃતિ અને કમળની રંગોળી બનાવી રહ્યા છે. 

No description available.

દરેક ગામોમાં પ્રધાનમંત્રીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમ ભગવાન રામ અયોધ્યા આવ્યા અને લોકોએ દિવાળી મનાવી હતી. એવી જ રીતે લોકોમાં આનંદ પ્રસરી રહ્યો છે અને પ્રધાનમંત્રીને જોવા અને સાંભળવા લોકો આતુર બન્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news