ખંડણીખોરની વિચિત્ર માંગ: કહ્યું અત્યારે નાણા આપો ચાર વર્ષે વ્યાજ સહિત પાછા
ખંડણીખોરે ઉધોગપતિને પત્રમાં લખ્યું કે તમારા પુત્રને નહી મારવા મને 25 લાખની ખંડણી આપો. અને હું તમને ચાર વર્ષમાં એક ટકાના વ્યાજ સાથે 40 લાખ પરત કરી દઈશ.
Trending Photos
રવિ અગ્રવાલ/અમદાવાદ: ઉધોગપતિઓ, બિલ્ડરો કે વેપારીઓ પાસે અનેકવાર ખંડણી માંગવાના કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ વડોદરામાં ખંડણીનો એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળી તમારા હોશ ઉડી જશે. ક્રાંઈમ બ્રાન્ચે ખંડણીખોર શખ્સને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડતા મોટો ખુલાસો થયો છે.
વડોદરાના વાઘોડીયા વિસ્તારમાં રહેતા યુવા ઉધોગપતિના ઘરની બહાર 13 ફેબ્રુઆરીએ કોઈ અજાણ્યા શખ્સે કુરિયરમાં પત્ર લખી ખંડણીની માંગ કરી હતી. જેના પગલે યુવા ઉધોગપતિએ ક્રાંઈમ બ્રાન્ચમાં ફરીયાદ આપી. જેથી ક્રાંઈમ બ્રાન્ચે ઓપરેશન નાઈટરાઈડર્સ શરૂ કરી ખંડણીખોરને શોધવા 3 પીએસઆઈ અને 25 પોલીસના જવાનોની ટીમ બનાવી. ખંડણીખોરે ઉધોગપતિને પત્રમાં લખ્યું કે તમારા પુત્રને નહી મારવા મને 25 લાખની ખંડણી આપો. અને હું તમને ચાર વર્ષમાં એક ટકાના વ્યાજ સાથે 40 લાખ પરત કરી દઈશ.
સાથે જ ખંડણીખોરે પત્રની સાથે રૂપિયા કયાં મુકી જવા તેનો નકશો પણ બનાવીને મુકયો. ત્યારબાદ ખંડણીખોરે ફરીવખત 17 ફેબ્રુઆરીએ ઉધોગપતિના માસીના ઘરે ધમકી ભર્યો પત્ર મુકયો. જેમાં પણ ફરીથી 25 લાખની ખંડણી માંગી. તેમજ ફરીથી નકશો તૈયાર કરી લાલબાગ બ્રીજ નીચે રૂપિયા ભરેલ મુકી જવા માંગ કરી. ખંડણીખોરે પોલીસને કોઈ જ શંકા ન જાય તે માટે ઉધોગપતિને ખંડણી માટે તૈયાર હોય તો તેના વોટસ એપ કે ફેસબુકમાં તેના મોટા પુત્રનો પ્રોફોઈલ ફોટો મુકવા પત્રમાં જણાવ્યું હતું.
16 ડિવિઝનના કર્મચારી હડતાલ પર જતા ગુજરાત STના પૈડા થંભશે
ખંડણીખોરે ઉધોગપતિને ખંડણી માટે કોઈ ફોન કે મેસેજ ન કરતા પોલીસ માટે ખંડણીખોરને પકડવા ખૂબ જ મુશ્કેલ બન્યું હતું. તેમ છતાં પોલીસે ઉધોગપતિ પાસે ખંડણીખોરની સૂચના મુજબ વોટસ એપ તેના પુત્રનો ડીપી મુકાવી જે જગ્યા પર ખંડણી માંગી હતી ત્યાં રૂપિયા લઈ મોકલ્યા અને વોચ ગોઠવી. ત્યારબાદ ખંડણીખોર રૂપિયા લેવા આવતા તેને પોલીસે દબોચી લીધો. મહત્વની વાત છે કે, ખંડણીખોર યુવક ઉધોગપતિના સગી માસીનો દીકરો દીપ પટેલ જ નીકળ્યો. દીપ ઈલેકટ્રોનીકસ અને કોમ્યુટર ઈજનેર છે. ડીસીપી ક્રાંઈમ જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે દીપ પટેલને ક્રિકેટના સટ્ટામાં દેવું થઈ જતાં તેને ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હોવાનું પોલીસ પૂછપરછમાં કબુલાત કરી છે.
ભંગાર મામલે પરેશ ધાનાણી વિધાનસભામાંથી એક દિવસ માટે સસ્પેન્ડ, વિપક્ષનું વોકઆઉટ
તો ફરીયાદી યુવા ઉધોગપતિએ પોલીસની કામગીરીની પ્રશંસા કરી પોલીસનો આભાર માન્યો હતો. સાથે જ અન્ય લોકોને પણ ખંડણીની ફરીયાદથી ડરવાને બદલે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી મહત્વની વાત છે કે આરોપી દીપની ક્રિકેટ પર સટ્ટો રમવાની આદતે તેને તેના જ ઘરમાં ગુનો કરવા મજબુર કર્યો ત્યારે પરિવારે પણ દીપની મદદ કરવાનો ઈનકાર કરી દીધો છે. ત્યારે ચોકકસથી જો દીપના માતા પિતાએ પહેલેથી જ તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો તે જેલના સળીયા પાછળ ન હોત.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે